Daily Archives: September 8, 2007

વિવાદ

સંધ્યાનો સુરજ આપી ગયો સંદેશો અનેરો
મુકીને જાઉ આજે તમને રાતનાં ભરોંસે..
આવીશ કાલે સવારે ફરી પૂરવ દિશમાંથી

તેના કામમાં કોઇ ભુલ નહિ..વિલંબ નહિ
કે નહિ કોઇ ન ઉગવાનું કોઇ બહાનુ
સાંજે આથમવાનુ ને નિત સવારે ઉગવાનુ

જીવી જવાય બસ આમ જ નિયમિત રીતે તો
સપ્તાહ મહીના વરસો અરે ભવો પણ..
ક્યાંય જતા રહે તે ન સમજાય્

પરમ પિતાનાં આપણે સૌ સંતાનો
તો જન્મ પછીનાં મૃત્યુ માટેનો રઘવાટ શા કાજે?
જન્મ્યું તે જાય વાત તે સનાતન
તો સમયની અનિશ્ચિતતાનો વિવાદ શા કાજે?