Daily Archives: January 19, 2008

હ્રદય દુ:ખ્યાની વાત

broken-heart.jpg

જિંદગીની શુન્યતાઓને ખુબ ભરી લીધી
પ્યાસી નજરોમાં એક તરસ ભરી લીધી

જાય  દિવસો હતાશ, ઉદાસી ઘેરી વળી
તુ આવશે  નહી તે ઉદાસીને ભરી લીધી

સમય જ્યારે  આવશે તને સાથે લાવશે
તે વાતને હવે દુઃસ્વપ્ન સમ ધારી લીધી

એકલતા ક્ષણ ક્ષણ બનીને મને રિક્ત કરે
ત્યાં કરવી કોઈ આશ  મુર્ખતા ધારી લીધી

સમજ ને ફરજની વાત જ્યાં સૌની પોતાની
ત્યાં સંસ્કારબીજ ફોરશે તે વાત અંધારી દીધી

છું એક વ્યથાનુ પુષ્પ,  સુગંધ ક્યાંથી હોય?
હ્રદય દુ:ખ્યાની વાત તેથી કાવ્યે  ધારી લીધી

ફરજ અને હક્કોની વાત દરેક માણસ પોત પોતાની રીતે જોતો હોય છે. દરેકને પોતાના હક્કો યાદ રહે છે પણ તે હક્કો ફરજો બજાવ્યા પછી આવે છે તે સમીકરણ યાદ નથી રહેતુ અને તે કારણે ધીમે ધીમે તે એકલતા તરફ ધકેલાતો જાય છે. હ્રદય દુખ્યાની વાત તેથી તો કહેવાની માંડી વાળી..