
નિવૃત્તી નિવાસમાં એક સન્નાટો છવાઇ ગયો હતો સરગમ બેન ને રાત્રે ભારે હ્રદય રોગનો હુમલો થયો હતો. તેમણે ઉઁઘમાં જ દેહ છોડ્યો. સવારનાં છને ટકોરે હાજર થઇ જનારા સરગમ તે દિવસે સાડા છ સુધી ના આવ્યા ત્યારે મીનાબેનને અજુગતુ લાગ્યુ અને તે જાગ્યા છે કે નહિં તે તપાસવા ગયા અને ખબર પડી ત્યારે તેઓ છુટ્ટા મોઢે રડી પડ્યા.
.ડો.વિનયે તેમને તપાસી દુ:ખમાં નકારાત્મક માથુ હલાવ્યુ ત્યારે તો સહુ રહેવાસીઓની આંખો ચોધાર રડતી થઇ ગઇ હતી. ડો વિનય ગળ ગળા અવાજે બોલ્યા
” આ નિવૃત્તી નિવાસનો મુખ્ય પ્રાણ ગયો…જોકે તેમની ગતિ ચોક્કસ જ સારી થયેલ છે. આખા નિવૃત્તિ નિવાસની ચાકરી અને માવજત કરતી સરગમ કોઇની પણ સેવા લેવા ન રોકાઇ. બહુજ ભલા બહેન હતા. આ નિવૃત્તિ નિવાસમાં દરેક્ની કાળજી દિકરા અને દિકરીની જેમ રાખતા અને સહુના દુ:ખને હકારાત્મક અભિગમોથી હલકુ કરતા હતા.” Continue reading →
