એ ઘડી ને થોભવાનુ એ જ તો કારણ હતુ
મન ભરી ને દેખવાનુ એ જ તો કારણ હતુ
પૂછશો ના હાલ મારા શું થયાતા એ પછી
છાશ ને પણ ફુંકવાનુ એ જ તો કારણ હતુ
આમ તો ચાલીચઢી ને એ કદી ના આવતા
તોરણો ને બાંધવાનુ એ જ તો કારણ હતુ
વાતમા ને વાત મા વાતો બધી હું કહી ગયો
બસ તને પણ જાણવાનુ એ જ તો કારણ હતુ Continue reading →
