Daily Archives: September 10, 2008

નવા જુની શું છે ?-E. mail Courtsey V.M.Bhonde

નવા જુની શું છે ?
આમજુઓ તો કાંઇ નથી ને તેમ જોવાની ફૂરસદ નથી.
બાકી થાય છે તો એટલું બધુ નવુ રોજ કે તેનો હિસાબ નથી.
હિસાબ રાખવા જાઉં તો નવુ બધુ જૂનુ થઇ જાય છે.
નવુ બધુ જૂનુ બની જાય તે પહેલા તેને માણવાનો સમય નથી.
જયારે જયારે બધુ નવુ હતુ ત્યારે ખબર નહોતી કે
આટલું જલ્દી તે જૂનુ થઇ જશે.
પણ …
જૂનામાં જૂના મારા માતા–પિતા..
… મને રોજ નવાનક્કોર આશિર્વાદ આપે છે ..
આપતા રહે છે .. આપતા રહેશે …
એજ આજની …
નવાજૂની.