Daily Archives: September 21, 2008

હું અને તું બન્ને જુગારી !-દિનેશ ઓ.શાહ

          
               સૌ કહે તને તારણહાર ને માયા તારી નીરાળી રે
               પ્રેમે કહું ઓ સરજનહાર તું એક મહાન જુગારી રે
 
               નરસિંહ મહેતાની હુંડી સ્વીકારી તેં ઝેર મીરાના પીધા રે
               દ્રોપદીને સહાય કરી તેં છળથી દાવો જીત્યા રે
 
               દરેક દાવ તું છળથી જીતતો છળ તારી બલિહારી રે
               હું ના જાણું જીવનના દાવો જીતવા કેટલા ભારી રે
 
               તારી રમતનો ભેદ કેવો જીતવા માગે સૌ હારે રે              
               સહેજે જીતતો દાવ હું જ્યાં હાર નિશ્ચિત લાગે રે
 
               પ્રભુજી આપણી રસમો જુદી જે હારે તે અંતે જીતે રે
               હું અને તું બંને જુગારી આજ સામસામા ૨મીએ રે
 

               દિનેશ ઓ.શાહ, ડી ડી યુનિવરસીટી, નડિયાદ, ગુજરાત, ભારત અને
               યુનિવરસીટી ઓફ ફ્લોરીડા, ગેઇન્સવીલ, ફ્લોરીડા, યુ.એસ.એ.