Daily Archives: September 24, 2008

સ્વજનની વિદાય વેળાએ.. – રચયિતા કુન્દનિકા કાપડીયા

અમે મનુષ્ય છીએ ને, ભગવાન

એટલે કોઈકવાર સાવ ભાંગી પડીએ છીએ,

અમારા બધા દીવા એકી સાથે ઓલવાઈ જાય છે.

અમારું જીવન સરસ રીતે ગોઠવાયેલું હોય

સુખની સોડ તાણીને અમે નિશ્ચિંત સૂતા હોઈએ

ત્યાં અચાનક કાળની એક વજ્જર થપાટ પડે છે

અમારામાંથી એક જણને અજાણતાં જ બોલાવી લેવામાં આવે છે.

અમારી આખી સૃષ્ટિ વેરવિખેર થઈ જાય છે

પગ તળેથી ધરતી ફસકી પડે છે. Continue reading →