વિજયનું ચિંતન જગત

|

વેબ ઉપર ફરતા અને લખતા ગમેલા ગુજરાતી સાહિત્યની રોજનીશી

Archive for July, 2009

એમનો વંશ

Friday, July 31st, 2009

અને આક્રોશમાં ધારા પોકે ને પોકે રડી પડી. એને સમજ નહોંતી પડતી કે પ્રિયમ ને આટલુ સમજાવ્યા છતા પણ તે બા ની વાતોને જ કેમ વધારે મહત્વ આપતો હતો. બે છોકરી પછી પણ હજી એજ પુત્ર લાલસા..તેનામાં હવે સુવાવડ લેવાની તાકાત તો હતી જ નહીં. પ્રિયમ તેને સ્પંદીત કરવા મથે તો સ્પંદનો જન્મે તો ખરા પણ અજંપા, દુઃખ અને એકલતા ભરીતે સુવાવડની રાતો યાદ આવતાજ તે ઠરી જતી. પ્રિયમને મન ધારાનું દર્દ એ હંગામી ઘટના હતી પણ બાને રાજી રાખવા તે બધુ કરી છુટવા હરદમ તત્પર હતો..અને તે પણ માનતો કે વંશ ચલાવવા બા જે પુત્ર માટે આગ્રહ કરે છે તે લોકધારે પણ સાચો છે.

પ્રિયમ પણ આમતો ત્રીજે ખોળે હતો તેથી બા માનતા કે ત્રીજુ સંતાન પુત્ર હશે…રાત પડે અને પ્રિયમનો મનગમતો સાથ શરીરનો થાક ઉતારતો પણ સુવાવડની ભીતિ અને ત્રીજી પણ પુત્રી થશે તો?નો કાલ્પનીક ભય ધારાને રડાવતો..તેના ગર્ભધારણ ન થાય તે પ્રયત્નોથી પ્રિયમ પણ ખીજવાતો અને એક પ્રકારની તાણથી ધારા પણ ત્રસ્ત રહેતી..પહેલી રાધા બીજી સ્વરા પ્રિયમની શીફ્ટ ની નોકરી અને પાછી ધારાની નોકરી તો ચાલુ જ્..જોકે બા ઘણું કરતા છતા અપેક્ષાઓનાં બે ચાર વાક્યોમાં જેવો વંશજનો ઉલ્લેખ આવે એટલે ધારાને તેના પપ્પા જે વાત કહેતા તે યાદ આવે. આજના જમાનામાં પુત્ર હોય કે પુત્રી બંને દરેક રીતે સમાન. પણ બાને આ વાક્ય પ્રિયમ કહી શકે ધારાથી થોડું કહેવાય? (more…)

મનભાવન

Tuesday, July 28th, 2009

motabhai 016

 

કોઇ ક્યાં હવે સાથે આવે છે

ઘડી બે ઘડીની સૌ વાતો છે.

 

જન્મ્યા જીવ્યા તે તો ઠીક!

મૃત્યુની બીક બહુ  લાગે છે

  (more…)

આપણે ગુજરાતીઓ ….. કેતન સુગંધ નો ઇ મેલ

Tuesday, July 21st, 2009

હોટેલમાં કોઈ ચા મંગાવે અને ચામાં માખી પડે તો શું થાય…. ?

(1) ચોખ્ખાઈનો આગ્રહી બ્રિટિશર ચા પીધા વગર ભરેલો કપ તરછોડીને જતો રહે.

(2) ‘કેર-ફ્રી’ સ્વભાવવાળો અમેરિકન ચામાંથી માખી કાઢી ચા પી જાય.

(3) ‘ચાલુ’ સ્વભાવવાળો ઓસ્ટ્રેલિયન ચા ઢોળી કપ લઈને જતો રહે.

(4) ‘ચિત્ર-વિચિત્ર’ ખાનારો ચીનો માખી ઊપાડીને ખાઈ જાય.

આ સમયે એક ‘મહાન વ્યક્તિ’ ત્યાં હાજર હોય તો એ શું કરે ખબર છે? એ ‘મહાન’ વ્યક્તિ બ્રિટિશર પાસેથી તરછોડેલી ચાના પૈસા લે. એણે તરછોડેલી ચા અમેરિકનને વેચી દે, કપ ઓસ્ટ્રેલિયનને વેચી અને અને માખી ચીનાને વેચી દે! બધાના પૈસા ખિસ્સામાં મૂકી ઘર ભેગો થઈ જાય. આ સોલિડ ગણતરીબાજ મહાન વ્યક્તિ એટલે કોણ ખબર છે ? આ અદ્દભુત, જોરદાર મહાનુભાવ એટલે ‘ગુજરાતી’ !આખી દુનિયામાં ‘વર્લ્ડ બેસ્ટ વેપારી’નો જેને એવોર્ડ મળેલો છે, તે છે – હું, તમે અને આપણે બધા – ‘ગુજરાતીઓ’, પણ આપણે માત્ર વેપારી જ નથી, વેપારીથી પણ વિશેષ છીએ. આપણો સ્વભાવ, આપણી આદતો, આપણી ખાસિયતો આપણને બીજાથી નોખાં અને જુદાં બનાવે છે. તો ચાલો આપણે ગુજરાતીઓ કેવા છીએ એની ચર્ચા આજે એરણ ઉપર ચઢાવીએ. (more…)

Powered By Indic IME