jump to navigation

મારી સર્જન યાત્રા

vijay1.jpg

વિજય શાહ

મને ગુજરાતી સાહિત્ય વાંચવું ગમે,
રચવું ગમે,
સાંભળવુ ગમે,
સંભળાવુ ગમે અને
અનુવાદ કરવો ગમે..

મારી ગુજરાતી સર્જન યાત્રા

1964માં પહેલી બાળ વાર્તા જાદુઇ વાડકો ‘નૂતન ગુજરાત’માં પ્રસિધ્ધ થઇ
1969માં પહેલુ હાઇકુ કાવ્ય કોલેજ અંકમાં પ્રસિધ્ધ થયુ
1972માં પહેલો રેડીયો પ્રોગ્રામ થયો અમદાવાદ આકાશ વાણીનાં ‘યુવવાણી’ વિભાગમાં
1977માં પહેલો કાવ્ય સંગ્રહ ‘હું એટલે તમે’ પ્રસિધ્ધ થયો
1981માં પહેલું નાટક દુરદર્શન નાટ્યશ્રેણી ‘ત્રિભેટે’માં પ્રસાર થયું.
1983માં પહેલી નવલીકા ‘અમે પથ્થરનાં મોર કેમ બોલીયે’ પ્રસિધ્ધ થઇ
1985 માં પહેલો અનુવાદ ‘કર્મ તણી ગતિ ન્યારી’ તૈયાર થયો
1987 માં પહેલી નવલકથા ‘આંસુડે ચીતર્યા ગગન’ લખાઇ
1992 માં સંદેશમાં કોલમ શરુ થઇ ‘શેરબજારનાં આટાપાટા’
2002 માં પહેલો વેબ કાવ્ય સંગ્રહ ‘મારા વિશ્વમાં તમે’નું વિમોચન થયુ.
2003 માં ગુજરાત ટાઇમ્સ (ન્યુયોર્ક) કોલમ શરુ થઇ ‘શેરબજારની સાથે સાથે’
2004માં રાધેશ્યામ શર્મા દ્વારા રચાયેલ ” સાક્ષરનો સાક્ષત્કાર 11″માં સમાવેશ
2006 માં બહુલેખકોની સહિયારી નવલકથા ‘ નિવૃતિ નિવાસ’ રચાઈ
2006 માં બહુલેખકોની સહિયારી લઘુનવલ ‘બીના ચીડિયાકા બસેરા’ રચાઈ
2006 માં બે વેબ પેજ મુકાયા www.gujaratisahityasarita.com અને www.vijayshah.wordpress.com
2007 માં બે બીજા વેબ પેજ મુકાયા www.gadyasarjan.wordpress.com અને www.gujaratisahityasarita.org મુકાયા
2007 પહેલી વેબ નવલકથા ‘પૂ. મોટાભાઇ’ અને બીજો વેબ કાવ્ય સંગ્રહ ‘તમે અને મારુ મન’ પ્રસિધ્ધ થયા.
2008 “પૂ. મોટાભાઈ” નાટ્ય સ્વરૂપે ભજવાયુ

આભાર સ્વિકાર

જુદી જુદી કૃતિઓને શબ્દ દેહ મળ્યા તે સર્વે સમાચાર પત્રો અને માસિકો:
નૂતન ગુજરાત, ચાંદની, સ્ત્રી, સંદેશ, ગુજરાત ટાઇમ્સ, દર્પણ, ગુજરાત દર્પણ , દિવ્ય ભાસ્કર,અને જંનસત્તા મુખ્ય ગણાય.

વેબ શબ્દ દેહ
ઝાઝી,ગુજરાતી સાહિત્ય સરિતા,સહિયારું ગદ્ય સર્જન્ અને કેસુડા

સ્વર દેહ
આકાશવાણી અમદાવાદ વડોદરા

ચલચિત્ર માધ્યમ
દુરદર્શન કેન્દ્ર અમદાવાદ

Comments»

1. Neela - April 10, 2008

આપની આ યાત્રા ખૂબ આગળ વધે એવી શુભેચ્છાઓ.