એજ પ્રભુને પ્રાર્થના

બા

તમારા ગયા પછી તમારી નીકટતા વધી
હજારો માઈલની દુરી હવે તો અનંતા થઈ

મથ્યા કરું સ્મરણમાં ભુલવા તમારું મરણ
ફોટો પણ બોલકો થઈ કરાવ્યા કરે સ્મરણ

ઈચ્છિત ચુડી ચાંદલા સાથેનું મૃત્યુ વર્યા
 ને અમે સૌ તમારા વિના એકલા પડ્યા

જાણીયે અમે કે મિથ્યા આ દુન્યવી વિલાપ
છતા ના સમજાય કેમ જન્મ્યું તે જાય?

છો તમે પ્રભુને ધામ, તે તો ઉત્તમ નિવાસ
પામો પરમ શાંતિ અને પામો પરમ જ્ઞાન

એજ પ્રભુને પ્રાર્થના
એજ પ્રભુને પ્રાર્થના

 મા હયાત હોય ત્યારે મન એમને પુજતુ હોય પણ મૃત્યુ પછી તેને જોવા અને પામવા જંખતુ થાય. આ દુઃખદ પરિસ્થિતિ દરમ્યાન મળતા આશ્વાસનો ને સમાવતુ આ કાવ્ય મનને હંગામી રાહત જરુર આપે છે. છતા મન તો કહે કે મા એ શા માટે જવુ જોઈએ? અને સર્જાય છે

જાણીયે અમે કે મિથ્યા આ દુન્યવી વિલાપ
છતા ના સમજાય કેમ જન્મ્યું તે જાય?

2 replies on “એજ પ્રભુને પ્રાર્થના”

  1. માની વિદાય એ હંમેશની વેદના છે.સવાર,સાંજ કે રાત નથી ભુલાતી..
    અનુભવ છે તેથી સાથે બેસીને યાદોને વાગોળનાર છું,આશ્વાસન શું આપુ ?
    ” જાણીયે અમે કે મિથ્યા આ દુન્યવી વિલાપ
    છતા ના સમજાય કેમ જન્મ્યું તે જાય?”
    સાવ સાચી, અજંપો ભરેલી વાત……

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *