Author Archives: vijayshah

મૃત્યુ જ કહેશે અંતે બધુ

37ywcpca07dcc7cancr635ca3lwqoqcaqm18d8cak4ldifca0cj5nrcaxt4ltxcaj2s5mncakrhjl5ca2p3u0eca11cj0lcawkq1jocabhqe01cas72mvrca81eoc3ca0na6e4ca3hp1zhca7dkmj5cak6k61o.jpg bnwccmcaupr86ecahe88eeca1xfn3xcauced3ica2q2rnoca6ro9b6cak51vakcap6w785caqwxofgcajil73vca4jv117ca1eiglfcay6kk84ca642bp8cabqwhu2ca2rbqohca8uh7klca864o4ncaxz13eg.jpg

ક્યારેક જિંદગી આપે ઘણું, ને શીખવાડે ના કશુ
ક્યારેક જિંદગી લઈ લે ઘણું, ને દેખાડે ના તસુ
સાનમાં સમજ મનવા તુ, તો ચોકીદાર ઠાલો
જિંદગી તો બેવફા, મૃત્યુ જ કહેશે અંતે બધુ

કમળ પત્રનો રસ ચુસતો મકરંદ જેમ ઢળતી સંધ્યાએ બંધ કમળ પત્રોમાં કેદ થાય તેમ ઓ માનવ જિંદગીનાં રસ પીવામાં મગ્ન ન થા. દેહ એ વિલાસનું માધ્યમ નથી. દેહ દ્વારા ભવબંધન કાપવામાં વ્યસ્ત થા નહિ તો જેમ ભ્રમર કમલ પત્રોમાં કેદ થાય છે તેમ આ ભવછુટી જશે અને ભવાટ્વીનાં ફેરામા ફરી ભટકાઈ જશે.

નવા વર્ષની પ્રભાતે લેવાનાં સંકલ્પો

nutanvarshnisavare.jpg

વડીલોને માન અને સન્માન
મારી પેઢી સાથે હાસ્ય ગુલાલ
દીકરા દીકરીને દેવું અનુભવ જ્ઞાન (જો માંગે તો)
બાલ ગોપાલને સૌ વ્હાલ દુલાર.

કમાયાનું અર્ધુ બચાવવું અને
અર્ધામાંથી અર્ધુ પાછુ આપવું (સરકારને)
સાબુત રાખી તનને, વજન જાળવવું
વર્ષ આખુ નફે રહેવુ અને રાખવું.

દેશ, ભાષા, દેહ અને કુટુંબ સાચવવા
જે જ્યારે જેટલુ માંગે તે આપવું
દરેક વર્ષની જેમ તન અને મનને
સક્ષમ અને પ્રભુમય રાખવું,રખાવવું .

પ્રભુ પ્રસાદ

માનવ તું જ તો છે  સર્જન પ્રભુનું
 તુજમાં સર્જ્યો પ્રભુએ તેનો આવાસ

વરંવાર દુઃખી થઈને ના પુછ્યા કર
પ્રભુનું કાં નથી જગઐશ્વર્ય મુજ પાસ્

પરમસુખ તો ભલે ગમતુ તને પણ
જાણ દુઃખ છે ઘડતરનો પ્રભુ પ્રયાસ્

ભક્તિ કર,ધ્યાન કર કે ધર ચિત્તે શાતા
કારણ સુખ કે દુઃખ એતો છે પ્રભુ પ્રસાદ

ઇશુનાં બદલાતા વર્ષની શુભ કામનાઓ

અભાર્
સૌ વાચક મિત્રોનો
સૌ પ્રચારક મિત્રોનો
સૌ સહયોગીઓનો
સૌને ઇશુનાં બદલાતા વર્ષની શુભ કામનાઓ
હરરોજ વેબ ઉપર મળતા રહીયે
શુભ ભાવોની.મૈત્રીની અને
વિકાસની ઉજાણીઓ કરીયે

યા ખુદા તેરે દિલકે દ્વાર ખોલ દે!-ભરત દેસાઇ

namazee.jpg

મસ્જીદ નાં દ્વાર પાસે ઉભા રહી એક બંદો બુલંદ અવાજે આંખ મીંચીને કહે છે.

યા ખુદા તેરે દિલકે દ્વાર ખોલ દે!
યા ખુદા તેરે દિલકે દ્વાર ખોલ દે!
યા ખુદા તેરે દિલકે દ્વાર ખોલ દે!

ત્યાં રહેલ બીજા બંદા એ કહ્યું
દ્વાર તો ખુલે હૈ બસ તુ તેરી આંખ ખોલદે!

શીકાગોનાં કવિ મિત્ર ભરત દેસાઇ સાથે વાત ચાલી રહી હતી અને તેમનો આ રમુજી ટુચકો તે સમયે તો હાસ્ય જન્માવી ગયો પણ પછી જેમ વિચારતો ગયો તેમ લાગ્યુ કે આ ટુચકો નથી પણ બહુ ગહન વાત ટુચકા સ્વરુપે કહેવાઇ છે. આપણે ભગવાન પાસે કે અલ્લા પાસે કે જીસસ પાસે તેની કૃપા હરદમ માંગ્યા કરતા હોઇએ છે.. સ્વભાવગત રીતે પ્રભુનુ નામ પડે અને કોઇક માંગણી અજાગૃત રીતે પણ કરતા હોઇએ છે. પણ કોઇ ક્યારેય આ વાત આપણને કહેતુ નથી કે આંખ ખોલ બધુ જે તુ માંગે છે તે પ્રભુએ તને તુ માંગે તે પહેલા આપ્યું છે.

પણ અતૃપ્ત મન અને માંગણ વૃતિનાં ત્રાગા તો જુઓ પેલાને તે આટલુ આપ્યુ અને મને કેમ તે નહીંની જીદમાં કાયમ તેના ન્યાયને ખોટો કહી દેવાની ઘૃષ્ટતા કરતા હોઇએ છે. શ્રીમદ રાજચંદ્ર તેથી તો કહે છે ” કર વિચાર તો પામ!” અને પામવા જેવુ જે છે તે “આધ્યાત્મ વિચાર” છે અને તે આંખ ખુલે તો મળેને?-
વિજય શાહ્

વિચાર વિસ્તાર

તને તારુ ધારેલ સ્વર્ગ મળે
કે તું જે પામે તે સ્વર્ગ બને

ખુબ ઘુંટાઈને આવેલ આ આશિર્વચન કે શુભેચ્છામાં લેખક જીવનની સચ્ચાઈ અને જીવન જીવવાનો રસ્તો બતાવી જાય છે. જો સુખી થવુ હોય તો કોઈ પણ જાતની ફરિયાદ વિના જે મળ્યુ તે પ્રભુ પ્રસાદ સમજી જીવી જાવ અથવા અનુકુલન શક્તિ વિકસાવી જે મળ્યુ તે સ્વર્ગ બનાવીને જીવ્યે જાવ. જે જીવનને ઊત્તમ કાર્યો કરવા માટે પ્રભુએ ચીંધેલ રસ્તે ચાલે છે અને સંતોષથી જીવે છે તેને કદી આધિ વ્યાધિ કે ઊપધિ આવતી નથી કારણ્ કે તેઓને જે પામ્યા તેને સ્વર્ગ બનાવતા આવડે છે.

૩૦મી લગ્નતિથિ

cawz32uq.jpg
www.humanrevolution.wordpress.com

ભલે હું લાંબો-ટૂંકો થાઉં કે કદી અલોપ પણ,
છું તારી છાયા ને તારી જ સાથે જીવવાનું છે.

– ડો.વિવેક મનહર ટેલર

આજે ૩૦મી લગ્નતિથિ છે અને આવો સુંદર શેર સખીને કહેવા મળી જાય તે કેવો સુખદ યોગ કેમ ખરુને?

વર્ષમાં આજનો જ એક દિવસ છે જેમા ક્યારેક જો ગુસ્સો હોય તો આ દિવસ જિઁદગીમાં કેમ આવ્યો? તુ મળી ( કે મળ્યો) અને મારો જન્મારો છુટી પડ્યો જેવા કટુ વચનોથી સવાર પડે.અને જો સારો દિવસ હોય તો..સાત ભવ મને મળજે( કે મળજો) ને હું તો દુનિયામાં સૌથી સુખી તને (કે તમને) પામીને વાળા ભાવભર્યા ગીતોનાં સૂરો નીકળે..બસ આવા જ ભાવો ભરીને આજે આ શેર સંભળાવ દીધો અને સવાર સુધરી ગઈ..(ફુલો પણ સાથે હતા તેથી સાંજ સુધીની હસતી સખીને માણવાની મઝા પણ હતી..)

પછી …થઈ તડ ફડ (જે સાવ સહજ છે… )અને મને સુજ્યું

man-banne-radataa.jpg

તેંતો કહી દીધું નથી જોઈતો તું મને,
મને પણ ખબર નથી જોઈતો હું મને

કહીશ છતા તારા નયનો કહે શું મને
કે તારા વિના રહી ન શકુ સમજ જરા,

ખબર છે એટલી આ પ્રેમ જીવાડે અમને
તેથી જ ગમે તે કોઈ કહે, મન બંને રડે

સવારે હસતા બપોરે રિસાતા અને રાત્રે ઉદ્વિગ્ન મને બંને સુતા..

ફરી ડો વિવેક ટેલરનો છેલ્લો શેર કામમાં આવ્યો

સવારે રોજ વાસ્તવિક્તા ચીરશે ફૂટપાથને,
ને રાતે એક સપનું પી ફરી ઊંઘી જવાનું છે.

courtsey : www.vmtailor.com

પૂ. મોટાભાઇ ( પચીસ)

moon-venus_filtered.jpg

તમારા પત્રનાં અનુસંધાનમાં મને તમને જે નહોંતુ જણાવવુ તે જણાવી રહ્યો છું.

અમેરિકન સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિ વચ્ચે નો તણાવ કહો કે માબાપ તરીકેનો આમારો સંતાનો પરનો આંધળો વિશ્વાસ આજે અમને અસહ્ય વેદના અને પરિતાપથી ઘેરી રહ્યા છે.
મારા મનને તો કદાચ હું ધર્મ અને કર્મના નામે વાળી લઉં પણ શીખાનાં મનને જે ધક્કો પહોંચ્યો છે તેની વાત કરવી લગભગ અશક્ય છે છતા થોડો પ્રયત્ન કરુ…

તેણે જ્યારે ગામ છોડ્યુ ત્યારે તે સ્પષ્ટ હતો કે તેનુ ભણવાનુ અને રહેવાનુ બધુ તે અમેરિકન છોકરાની જેમ કરશે..પણ હું એમ માનતો કે બાપ તરીકે તે મારી ફરજ છે..અને શીખા પણ તેને કહેતી રહેતી કે ભાઇ આપણી પહોંચમાં રહેવુ અંને કરકસરથી રહેવુ.તે નોકરી કરવાને બદલે પોતાની કંપની ખોલી પૈસા કમાવાની વાતો કરતો.. કદાચ તેને ભણવા કરતા અમેરિકન પધ્ધતિ પ્રમાણે રહેવાનું અને મુક્ત જીવન ગમ્યુ..પૈસાની મારી સલાહો તેને કદી ગમી નહોંતી પરંતુ તેને જરુરી બધી રહેવની અને ખાવાપીવાની સવલતો માટે એક ક્રેડીટ કાર્ડ આપેલુ અને દરેક બે અઠવાડીય્રે તે ગામ આવી શકે તે માટે જરુરી નાણાકીય સવલતો હાથ વગી રાખી હતી. Continue reading →

પ્રિય સોહમ (ચોવીસ)

moon-venus_filtered.jpg

તારો પત્ર મળ્યો
તટસ્થ ભાવથી જોઉં છું તો મને લાગે છે કે તુ યુધ્ધમાં વિજેતા થઇને નથી આવતો.પણ કંટાળીને નવા બહાનાસર રણક્ષેત્ર છોડી અત્રે આવે છે.મારા મનમાં એવુ તો છે જ કે તારી જિંદગીનો એક હિસ્સો “અંશ” તુ ત્યાં મુકિને આવે છે. તને પણ મને નડતી એકલતા નડે છે અને રહી રહીને યાદ આવે છે

અવસ્થામાં યૌવન હોવું એનું નામ જીવન અને
યૌવનમાં અવસ્થા હોવી એનું નામ જીવનનો વિવેક
.

તેં કર્મ સત્તા સામે મસ્તક જુકાવ્યુ છે પણ મને તે ગમતુ નથી.મા બાપ ની અને સંતાનો ની ફરજ છે કે મતભેદ હોઈ શકે પણ મનભેદ ન હોવો જોઇએ. અબોલા તે મનભેદની નિશાની છે. Continue reading →

પ્રભુ તું જ હવે તાર તાર!

folkartmask1.jpg

કેવો મુર્ખ હું પ્રભુ!
જે ડાળ પર બેઠો તે કાપુ
માયા કેરા ચશ્મે માનુ
હું જોઉં તે સર્વે સાચુ.

હાંક્યા સૌને એક લાકડીએ
માન્યા મન ઉત્પાતો સૌ સાચા
તેથી પડ્યો ભવાટવી જંગલે
પ્રભુ તું જ હવે તાર તાર!

ગોરજવેળા ભણ

 જોને વહે આ ક્ષણ
જોને બને એ મણ

કે છે દરેકે કણ
વીણે દરેકે જણ

આખુ ય રાતુ રણ
મૃગજળ ને હણ

માથુ તુ ન રે ખણ
બેસી પલાખા ગણ

પરબડીએ ચણ
જીવદયા તુ લણ

પાછાવળ્તા જો ધણ
ગોરજવેળા ભણ

ચગડોળ છે જિંદગી

giantwheel.jpg

ઘણું બધુ થાય પણ નયને, આંસુ ન સરે,
ચચરાટ ને ઉકળાટ ઘણો, શાતા ન મળે

હળાહળ ઝેર પીતા શીવને ઉમા આણ છે
હું તો સીધો માણસ મને તો તે ઝેર નડે

સમુદ્ર મંથને નીકળે ઘણું, ખબર ન પડે
મેરુ બની કેમ ફર્યા કરુ શેષનાગની ધરે

ખુટતી જાય છે જીવન ક્ષણો ક્ષણે ક્ષણે
છતા ચિત્ત ચઢ્યા કરે દ્વિધાની અવઢવે

સમજાય ના ઓ ઇશ તુ કરવા શું ચહે
સ્વિકારી લઉં સુખ દુ:ખ પ્રસાદી સ્વરુપે?

આજ છે અજંપ ઘણી,કાલની ના ખબર
ચગડોળ છે જિંદગી ચાલે ઉંચે નીચે ખરે

વિચાર વિસ્તાર

તજી દીધો મે મારો ક્ષુદ્ર અહમ
મને મળ્યો અગાધ આતમ દરિયો.

અતુલ જાની “આગન્તુક” નો આ વિચાર મન ને ઝણઝણાવી ગયો. કેટલી સાચી વાત છે..રાજા ભરત અને બાહુબલીનાં ભીષણ સંગ્રામ પછી પંચમુષ્ટી લોચ કરી ધર્મ માર્ગે કઠોર તપશ્ચર્યા કરતા મુની બાહુબલી ને આ અહમ તો નડતો હતો. બહેનો બ્રાહ્મી અને સુંદરીએ પ્રાર્થના કરીકે વીરા મોરા ગજ થકી ઉતરો એ વિચાર સ્વિકારનાં પગલે કૈવલ જ્ઞાન પ્રાપ્ત થયુ.. રાજા રાવણ પણ આવુજ અભિમાનનું બીજુ પ્રતિક છે જીણે મૃત્યુ ગળે લગાવ્યુ પણ અભિમાન ન છોડ્યુ. માન અને અભિમાન સત્યને વિકૃત બનાવીને જુએ છે..ક્ષુદ્ર જો બની શકે તો જ અહમ ઓગળી શકે. તેને ઓગાળવા માટે તો ઋષી મુની તપશ્ચર્યાનો કઠીન માર્ગ પકડે છે…પણ અહમને નાનો કરવાનો સરળ રસ્તો છે પોતાની દોરેલી લીટી નાની કરવાનો. જે દ્રષ્ટી બદલવાથી તરત થતો હોય છે.

કિરીટ ભક્ત કહે છે કોઇકે કોઇક કબ્રસ્તાનમાં લખ્યુ હતુ કે
“અહીં એવા લોકો પણ સુતા છે જે માનતા હતા કે તેમના વિના દુનિયા ચાલશે નહીં”
સત્ય એ છે કે તે તો જતા રહ્યા અને દુનિયા હજી ચાલે છે.

અલભ્ય

કદીક કશુંક અલભ્ય રહે તો
તે સારું જ છે.
કારણ દરેક ચાહતો પુરી થવી જોઈએ
એવુ ક્યાં ધર્મગ્રંથોમાં લખ્યું છે પરમ પિતા પરમેશ્વરે?
અને મળે તે બધુ ગમે તેવુ પણ ક્યાં થતું હોય છે?

ગમતુ મળે તે ભાગ્ય!
પણ મળે તેને ગમાડે તે માણસ
ન ગમતાને ગમાડે તે સંત
માટે જ તો તે પ્રભુને ગમતો

આ સંદેશ ગર્ભિત છે

કળયુગમાં સંત થવુ અઘરુ છે કારણ તે દરેક પરિસ્થિતિમાં તેના ગમાને ઓગાળી દરેકને સારુ સીંચતો ફરે છે. અને તેથી સાચા સંત અલભ્ય હોય છે. સાચા સંતને પોતાના આગમનનાં ઢંઢેરા પીટવા નથી પડતા, મઠ સ્થાપવા નથી પડતા,કે નથી ફંડફાળા ઉઘરાવવા પડતા.તેના સત્કાર્યો જ તેમની સુવાસ પુરતા હોય છે જેમકે મધર ટેરેસા કે જલારામ … કો’કને માઠા સમયે મદદ કરતો માણસ અને મદદ કર્યા પછી કદી તે મદદ ને યાદ પણ ન કરતો માણસ કદાચ આજનાં જમાના નો મહામુર્ખ માણસ કહેવા પણ આવા માણસો હજી આ પૃથ્વી ઉપર છે અને તેથી તો પૃથ્વી હજી વિના ટેકે અવકાશે મુક્ત ફરે છે.

ખોટમાં

traffic-jam.jpg

છે ચક્કાજામ આ ભીડો બધી,
ને ઘટે છે ઘટનાઓ થોકમાં,

જે ઉદાસી પહેરી રોયા કરે,
કેમ બોલીયે ના રહે શોકમાં

જિંદગી આમ ચાલ્યા જ કરે,
આંખ પાણી વહે તો રોક મા.

પ્રભુ તુજ છે જેની આશ છે,
નહિ તો જીવન જશે ખોટમાં

આશાનો ચમત્કાર

ashano-chamtkar.jpg

રાધા અને ગોવિઁદનું લગ્નજીવન આમ તો સુપેરે આનંદ દાયક હતુ. નાની નીરા રાધાની આબેહુબ નકલ હતી અને મોટો દિકરો જગત ગોવિંદ જેવો.. અમેરિકાનું નાનુ ગામ જ્યાં રબરની ફેક્ટરીમાં એન્જીનીયર ગોવિંદ મોટો સાહેબ હતો..નીરા કોલેજ નાં પહેલા વર્ષ માં અને જગત માઈક્રો સોફ્ટની કંપનીમાં ઇન્ટર્ન તરીકે સ્વિકારાઈને સ્થિર થતો જતો હતો.

રાધા ડે કેર ચલાવતી હતી તે દિવસે થોડી ચિંતીત હતી કારણ કે તેની મેનેજર લ્યુસીએ રાજીનામુ આપ્યુ હતુ અને નજીકમાંજ પોતાની ડે કેર સંસ્થા શરુ કરી હતી અને ગોવિંદનો ફોન આવ્યો. સવારથી તે ચાલવા જાય છે પણ સ્થિર ઉભા નથી રહેવાતુ..
રાધાએ કહ્યું “હું આવી જઉં?”
ગોવિંદે કહ્યું “લંચમાં સમયસર આવી જજે!”
બપોરે જ્યારે રાધા ઘરે પહોંચી ત્યારે ગોવિંદ સુતો હતો અને રાધાએ ઝટપટ રોટલી બનાવી. શાક અને કઠોળ ફ્રીઝમાંથી કાઢી માઈક્રો વેવમાં ગરમ કરવા મુક્યુ. રસોડામાં થતા અવાજો સાંભળી ગોવિંદ ઉઠ્યો અને સહેજ ચાલવા ગયો અને જમીન ઉપર ફસડાઈ ગયો. રસોડામાંથી રાધા દોડતી આવી પણ ગોવિંદને હાથ ઉપર થોડુ વાગ્યુ અને લોહી નીકળતુ હતુ. રાધાને ગભરામણ તો થતી હતી અને એકદમ સ્વસ્થ ગોવિંદને વિના કારણ ચક્કર આવે અને ગબડે તેનુ કારણ રાધાને સમજાતુ નહોંતુ…
ગોવિંદ ને જરુરી પાટા પીંડિ કરી બંને સાથે જમવા બેઠા.
રાધા કહે “લ્યુસી જતા જતા આખા સ્ટાફ ને લઈ ગઈ હવે ૩૦ જેટલા છોકરા અને એક ઘરડી માર્થા રહી છે.”
ગોવિંદ કહે ” તારુ લાયસંસ જતુ રહ્યુ તેથી તો લ્યુસી રાજા થઇ ગઈ. ચાલ જવાદે હવે બહુ કામ કર્યુ હવે ડે કેર બંધ કરી દે.
“પણ..જગ્યાનુ ભાડુ..ચાર ઓરડા ભરીને રમકડા અને સાજ સજાવટ ફર્નીચર..કેટલુ બધુ રોકાણ ખાડે જશે”
” મને ખબર છે..આપણે પ્રયત્ન કર્યો..પણ આ પરવાના રાજમાં પરવાનો ગયો એટલે આવુ ન થાય તો નવાઇ લાગે..આ દેશમાં પ્રોફેશનલ રહે તે જ ચાલે. બુધ્ધિ લાગણીનાં ખૉળામાં કદી નથી બેસતી..! તારુ જે થવાનું હોય તે થાય પણ મને તક મળી તો તે મેળવવા તારા ભોગે પણ હું આગળ નીકળુ નીકળુને નીકળુ જ.”
” મારુ મન માનતુ નથી. લ્યુસીને ફરી મનાવી જોઉં..”
“તારે પ્રયત્ન કરવો હોય તો કર પણ પાણીનું નામ ભુ છે. એ જે રીતે આખી સંસ્થાને તેની સાથે લઇ ગઇ તે તો બતાવે છે કે વધુ સમય બગાડવાને બદલે સડ્યું ત્યાંથી કાપો અને ખોટ ઘટાડો વાળી વાત અપનાવો”
જમી રહ્યા પછી ડો રાણાને ફોન કરી બોલાવ્યા હતા તેમણે જોતાની સાથે કહ્યું-
“નજીકનાં મોટા ગામમાં લઇ જાવ કાન નો નવો રોગ છે. તાબડ તોડ માવજત થશે તો ઝડપથી પાછુ વળાશે.”

સમયની ગંભીરતા સમજી લ્યુસીને ફોન કરી બાકી રહેલા બાળકો અને ઘરડી માર્થાને લઇ લેવાનો નમ્ર આગ્રહ કર્યો..લ્યુસી બાળકોને લઇ જવા રાજી હતી પણ માર્થાને નહીં કારણ કે તેની ઉંમર વધુ હતી અને તેને લે તો કામ ઓછુ અને પગાર વધુ આપવો પડેને..?

માર્થાને ફોન કરી કહ્યું ગોવિંદની તબિયત બગડી છે અને તે ડે કેર બંધ કરશે..તુ સારી નોકરી શોધી લે અને રાધા જોઇ શકતી હતી કે બાસઠ વર્ષની માર્થાની આંખમાં આંસુ હતા..હવે આ ઉંમરે તેને નોકરી ક્યાં મળવાની હતી? કલાકનાં સાત ડોલરમાં તેનુ શું થશે? રાધાએ તેને દિલાસો આપતા કહ્યું લ્યુસીને વાત કરી છે તુ તેને મળી આવજે.. અત્યારે તો ગોવિંદને લઇ તેને જવુ પડશે..રાધા મનથી તો સમજતી હતી કે માર્થાને તે જવા દઇને પોતાને પણ તે નોકરીમાંથી કાઢી રહી હતી.હવે શુંનો પ્રશ્ન એને પણ નડતો હતો.

ડો જેક્શન ડો રાણાનાં ગુરુ હતા અને તેમનુ નિદાન પણ એજ આવ્યું વાઇરલ ઇંફેક્શન છે દવા લો આરામ કરો અને આ રોગ જતો રહે તેના સમયની રાહ જુઓ.. કેટલાક રોગ દવા વિના અઠવાડીયે મટે તો દવા સાથે સાત દિવસે..! દવા તમને થોડુ ઘેન આપશે પણ આશા રાખીયે કે સારુ થઇ જાય… શનીવારે નીરા અને જગત આવી ગયા..રાધાને સારુ લાગ્યુ પણ તે વિચારી શકતી નહોંતી કે ગોવિંદને આ અચાનક શું થઇ ગયુ?

અઠવાડીયાનાં મહીના થયા અને મહીનાઓ વિતતા વરસ થયું..હવે તો ગોવિંદની નોકરી પણ જશે જે એંસી ટકા ડીસેબીલીટીની આવકો આવતી હતી તે પણ જશે..ડો. રાણાના કહેવાથી સાતેક વર્ષ પહેલા લીધેલો વિમો પ્રીમીયમ વધુ હોવાથી પગારનાં સાહીઠ ટકા કરાવી હતી ત્યાં મેડીકલ ચેક અપ અને અન્ય માહીતિ ભરી લાભો મેળવવા અરજી કરી. નોકરી તો ગઇ હતી અને તે બેકારી ગોવિંદને માનસિક તાણો આપતી વળી વારે વારે પડી જવાની ધાસ્તી અને સ્થિર વસ્તુ સહેજ પણ હલે તો ગોવિંદને પડી જવાની બીકથી રાધા તેને એકલો મુકતી નહોંતી. ગોવિંદને રાધાની આ વધુ સજાગતા અને કાળજીથી બહુ જ તકલીફો થતી. પરંતુ સમજતો પણ્ થયો કે આ તેનો પ્રેમ હતો..તેને કોઇ તકલીફ પડે અને જે થોડુ ઘણું સ્થિરતા તરફ જિંદગીનું વહેણ ચાલ્યુ છે તે રુંધાઇ જશે.
રાધાએ જગતને કહ્યું અમે તુ જ્યાં કામ કરે છે તે શહેરમાં આવી જઇએ કે જેથી ફરી થી સાથે રહેવાય.. જગત ને થોડીક રાહત થઇ મમ્મી સાથે હશે તો “બ્રાઉન બેગ”નાં ખાવામાંથી બચાશે..તેને આમેય અમેરીકન ખાવાનુ ભાવતુ નહોતું..જે દિવસે નોકરી ગૈ તે દિવસથી વિમાનું આરક્ષણ મળ્યુ અને જગતને ગામ રવાના થયા

વરસ ના હવે તો વરસો થવા લાગ્યા પણ કોઇ ચિન્હ નથી કે સારુ થાય. કોઇકે કહ્યું આયુર્વેદ કરો તે અજમાવ્યુ, કોઇકે કહ્યું હોમીયો પેથ કરો. તે પણ કર્યુ.. ગોવિંદ એકલો પડતો ત્યારે તેના શારીરિક પછાતપણાથી કૃધ્ધ થતો. તેને જાતે ગાડી લઇને ફરવા જવુ હોય. પણ જવાય નહી..તેના વર્તનમાં તોછડાપણુ આવી જાય ત્યારે રાધા ઉપર ઘણો ગુસ્સો કરે..રાધા તેને તે વખતે બબડતો છોડીને પ્રભુ સામે પ્રાર્થના કર્યા કરે..તેને વાળે સમજાવે પણ ફરીથી તે આવેગો આવે અને ઘર કલાકો માટે વ્યથાનું કાળુ ડીબાંગ વંટોળ બની જાય.
એક વખત નીરાની હાજરીમાં ગોવિંદ ઉત્પાતે ચઢ્યો..મારે હવે કોને માટે જીવવાનુ? મારી આ ઘરમાં જરુર શી? બીચારા થઇને મારે જીવવુ નથી.ત્યારે નીરા બોલી પપ્પા આપણે આપણા એકલા માટે તો જીવતા નથી હોતાને? તમે જે વેઠો છો તેના કરતા વધુ વેઠતા માણસોને જુઓ તો ખબર પડે કે સુખ શું છે? તમે આશા છોડી દીધી છે પણ મને ગળા સુધી આશા છે કે એક દિવસ તમારો આ વાઇરસ જતો રહેવાનો છે.ઘણી જીભા જોડી છતા ગોવિંદ ન જંપ્યો અને બધાની ના છતા જાતે ગાડી લઇને નીકળ્યો. નીરાને મમ્મીની દશા ઉપર ખુબ જ રડવું આવતુ હતુ.
રાધાએ તેને છાની રાખતા કહ્યું..એકલતા અને પરાધીનતા જો ગોવિંદે જન્મ થી જોઇ હોત તો આ ઉત્પાત ન હોત..પણ આ મળ્યા પછી છીનવાયેલી આઝાદી છેને તેથી..તેણે આશા છોડી દીધી છે મેં નહીં.મને ખબર છે જિંદગી બહુજ લાંબી છે અને તેને રડતા રડતા જીવો કે હસતા હસતા જીવવી તો પડે જ છે. તો પછી હસતા હસતા જ જીવવુ જોઇએને?
ગોવિંદ પાછો આવ્યો સાથે પોલીસને પણ લાવ્યો..તેનુ ડ્રાઇવર લાયસંસ જપ્ત થયુ હતુ…ગુસ્સાથી તેનો ચહેરો લાલ ઘુમ હતો..તે તેની જાત ઉપર ખુબ જ કૃધ્ધ હતો..નિષ્ફળતા અને બેકારી તેને ડંખતી હતી.રાધાએ તેને પાણી આપ્યુ અને નાના બાળકને છાવરતી હોય તેમ તેને પંપાળતી રહી..

નીરાને પપ્પા પર ખુબ જ ગુસ્સો આવતો હતો અને મમ્મીની બહુ જ દયા..તેની આંખમાંથી પણ પાણી સરતા હતા.
.
જગત અને નીરા તે દિવસે કશુ બોલ્યા નહીં પણ મનથી નક્કી કર્યું કે રોગીની વર્તણુંકને નહીં તેના રોગને મારો..દિવસનાં અઢાર કલાકમાં ગોવિંદને કદી એકલો નહી રાખવાનો અને કદી તેની માનસિક કુદશાને યાદ નહી કરાવવાનુ. હંમેશા આશાવંત રહે તેવુ વાતાવરણ રાખવાનુ..દવા ચાલુ દુઆ ચાલુ અને વહાલની વર્ષા ચાલુ..ચેસ, કોમ્પ્યુટર, કેરીઓકી ,ભજન અને ફેમીલી પાર્ટીઓ ચાલુ કરી..અને દરેક મિત્રોની મદદ થી તેનો રોગ ભયંકર નથી વાળી વાતો કહેવડાવા માંડી..ગોવિંદ મુળે હતો ટોળાનો માણસ અને તેને એકલો પાડી દીધો તે તો મોટી વ્યથા હતી..તે ખીલતો ગયો..

દિવાળીની વહેલી પરોઢે નીરા અને જગત પગે લાગવા આવ્યા ત્યારે પપ્પા અતિ પ્રસન્ન હતા.રાધાની આંખમાં હર્ષનાં આંસુ હતા..આઠ વર્ષની કપરી કસોટીને અંતે બધાની તપસ્યા ફળી હતી.
તે સ્વસ્થતાથી અરધો કલાક ગબડ્યા વિના અને રાધાનો હાથ ઝાલ્યા વિના ચાલ્યો હતો. રાધાએ કદી આશા છોડી નહોંતી અને તે આશાનો જ આ ચમત્કાર હતો
(સત્ય ઘટનાનાં આધારે)

દુર નિયંત્રણ (Remote Control)

ના બન તુ ભૂતકાળનો કેદી
ના શોધ એકલા દુ:ખના દરિયા
જીવીલે તુ રૂડી આજમાં
આજ તે છે જ્યાં પ્રભુ છે ભરિયા

દૂરદર્શને જેમ બદલાયે દ્રષ્યોને ચેનલો
તેમ ફેરવ નજર દુર નિયંત્રણ હાથ વગુ
સુખ શોધ ભૂતકાળમાં ને આજમાં જીવ
એજ તો છે સખી ભવિષ્યની રૂડી જીત કહું

નિયંતાએ જ્યાં પૂર્ણ વિરામ કર્યુ
ત્યાં શકટ નીચે ચાલતા શ્વાનની જેમ
પ્રશ્નો કરી કરી તાણ ન કર કારણ
નિયતીનાં ન્યાયને બદલતો ન જોયો લગાર..

નૂતન વર્ષે…

 ઃઅપ્પ્ય ણેવ યેઅર્

કોક માંગે સોના ચાંદી, કોક માંગે ધન દોલત,

નૂતન વર્ષે હું પ્રાર્થુ!
પ્રભુ દે સન્મતિ અને સંતોષનું સૌને દાન

અને સાથે સાથે માન શાન અપમાનમાં
સ્થિર રહેવાની સમતા

વિજય અને રેણુકા શાહ

 

ઉદધિ

ઉદધિ જોને કેવો ઘુઘવે
શીખવે આપણ ને એક વાત
સમાવી અનેક સરિતાઓ ઉદરે
છતા ન છોડ્યો એણે કિનારો
કદી ના છલકાયો
કદી ના ઉભરાયો
કદી ના રાખ્યું કંઇ તેની પાસે
સમાવી અનેક સરિતાઓને ઉદરે
ને નિપજાવ્યા અનેક વાદળો ભારે કાળાં
કિનારે રાખ્યાં છીપલા અનેક
અતલ ઉંડાણે પકવ્યા મોતી અનેક

કંઇ કેટલાયને પાળતો પોષતો
તે છતા કદી ન ઢંઢેરો પીટતો
ઉદધિ જોને કેવો મધુરો ઘુઘવતો..

રંગમંચનાં ખેલો

સમયની સાથે જાઉં છું સરતો સરતો
સમય છોને પછી હોય સારો કે નરસો

કરવા યોગ્ય કાર્યો બધા જાઉં છું કરતો
રડે કે હસે તુ કઠપુતળી, ખેલ કરતો

હિંમત હાર્યો જ્યારે સમય બન્યો નરસો
મથ્યા કર્યું ત્યારે સમય બન્યો સરસો

કેમ કરી સમજાવુ હતપ્રભ તને સખી
રંગમંચનાં ખેલો બધા સમય જ કરતો

પાણો અને પરમેશ્વર- પ્રવીણચંદ્ર કે શાહ

હું શિખ્યો છું આ પથ્થર પાસથી;
કેમ બની શકાય પરમેશ્વર !
ને મળી શિક્ષા પરમેશ્વર પાસથી;
પુજાવા થવું પડે છે પથ્થર !

મુર્તિ પૂજાની વાતો કરતા લગભગ્ સમગ્ર ધર્મનાં મોવડીને સીધી સાદી ભાષામાં સમજાવતી બે પંક્તિને આગળ વધારવી હોય તો એવુ કહેવાય..કે પુજાવાનું રહેવાદો પણ પૂજનીય થવા તેઓ એ જે કર્યુ તેવુ કરવા સક્રિય થાઓ..કૃષ્ણે તે સમયનું શ્રેષ્ઠ કામ કર્યુ..મિત્ર અને પરમ સખા અર્જુન ને કર્મ જ્ઞાન દીધું..રામે પોતાના વર્તન દ્વારા રામ રાજ્યની કલ્પના સાકાર કરી. શિવ શંભુએ હળાહળ ઝેર પીધુ..આજના જમાનાની વાત કરીયે તો ગાંધીએ સ્વરાજ્યની કલ્પના મૂર્તિમંત કરી. ડો અબ્દુલ કલામ આઝાદે સુઘડ જીવન અને ઉચ્ચ વિચારોમો દાખલો સ્થાપ્યો. મધર ટેરેસાએ ગરીબોની આજીવન સેવા કરી. રાજનીતિજ્ઞ અલ ગોર પરિ આવરણ સમસ્યાથી જેટલા પ્રખ્યાત થયા તેટલા તેમની રાજ્કીય કારકીર્દીથી નહોંતા થયા

કામ કરનારા ગરજતા નથી અને જે ગરજે છે તે કામ કરતા નથી.

પૂ. મોટાભાઈ ( ચોવીસ)

moon-venus_filtered.jpg

આપના પગનો દુ:ખાવો અને હુંફનો અભાવ એ બે રોગ વિશે તમારી પાસેથી પહેલી વાર સત્ય સ્વરુપે જાણ્યું.

બા મને કાયમ કહેતા જ્યારે તુ ત્રણ વર્ષનો હતો ત્યારે મોટાભાઇ ઓફીસે જાય અને તને ન લઇ જાય ત્યારે તુ અચુક બારણું પકડી તેમની સાથે જવાની જીદ કરતો અને તેઓ હમણા મૉટાભાઇ આવશે અને તને લઇ જશે કહી પટાવતા. સાંજ પડે અને એજ બારણા પાસે તુ આતુર નયને તેમની રાહ જોતો…બીજા છોકરા ભણતા પણ તુ હજી નાનો તેથી તારી પાસે મોટાભાઇની રાહ જોવાનું કામ..અને જેવી તેમની જીપ આવે એટલે મોટાઇ આવ્યા મોટાઇ આવ્યા કરતો આનંદ મગ્ન થઇ જતો. મોટાભાઇ જમવા બેસે એટલે તેમના ખોળામાં ભરાઇને કે તેમની પાસે બેસીને તેમની સાથે ખાવા તમે હેવાયો કરેલો. Continue reading →

કોડિયું-ડો.દિનેશ ઓ શાહ

kodiyu.jpg

ભીની રે માટી ચડાવી ચાકડે, મુને ચાકડે ખૂબ ઘુમાવ્યો રે
નીર છાંટી એણે ઘાટ ઘડ્યો, લૈ દોરી મુજને કાપ્યો રે…

સીતાજીની સમ આગમાં મુકી, અંગારે ખૂબ તપાવ્યો રે
પાવન થઇ બહાર નીકળ્યો, કો’કે કોડિયું કહી અપનાવ્યો રે
મુને ચાકડે ખૂબ ઘુમાવ્યો રે!

કો’કે મુકી એક વાટ લાંબી, કો’કે તેલ ભરી છલકાવ્યો રે
કો’ક રુપાળા હાથે મુજને, ઉંચે ગોખ ચઢાવ્યો રે
મુને ચાકડે ખૂબ ઘુમાવ્યો રે!

સૂરજ ડુબ્યો અંધાર છવાયાં, કો’કે મુને પ્રગટાવ્યો રે
દુર ન થાય અંધારા જગના, મેં ગોખલો એક ઉજાળ્યો રે
મુને ચાકડે ખૂબ ઘુમાવ્યો રે!

તેલ ખુટ્યું ને વાટ ખુંટી, મારા સપનાનો અંત ન આવ્યો રે
લાખ દિવા એક જ્યોતમાં દીઠા, સાર જીવન નો જાણ્યો રે
મુને ચાકડે ખૂબ ઘુમાવ્યો રે!
સપ્ટેમ્બર 10 , 2007

આ કાવ્ય વાંચતા પહેલો વિચાર આવ્યો કે કેટલા સરળ શબ્દોમાં આખા જીવનની સફર અને તેનો સાર કવિ સમજાવી ગયા..ભીની માટી થી શરુ થયેલ જીવન યાત્રા ચાકડે ચઢી આગમાં ભુંજાઇ અને પાવન થઇ જે હેતુ થી તેનું નિર્માણ જે હેતુ થી થયુ હતુ તે હેતુ તરફ સરે છે.. આખા જગનાં અંધારા દુર કરવાનાં સપના તો છે પણ એક ગોખલો ઉજાળીને જીવન જાણે પુરુ થયું ત્યારે લાખ દિવા એક જ્યોતમાં ભાળી તેમા વિલિન થઇ જવું..કહે છે પ્રભુએ તમને જે કામ માટે સર્જન કર્યુ છે તે કામ સરસ રીતે નિભાવો અને સમય આવે તે પરમ આત્મા માં કોઇ પણ હરખ શોખ વિના વિલિન થઇ જાવ તે જ તો જિંદગીનો સાર છે…સપનાઓ અસંખ્ય હોય તે સૌ પુરા ના પણ થાય.. એક ગોખલો ઉજાળ્યો તે પણ ઉત્તમ જિંદગીનું કામ છે.

પ્રિય સોહમ ( ત્રેવીસ)

moon-venus_filtered.jpg

તારી વાતનાં અનુસંધાનમાં ‘ખાટીમીઠી’ એક વાત કહેવાની ઇચ્છા થાય છે. અને તે છે.. સુખના દિવસોને રોકી નથી શકાતા અને દુ:ખના દિવસોને જવા નથી દઇ શકાતા. સુખના દિવસો ટૂંકા લાગે અને દુ:ખની દિવસો લાંબા લાગે. બધી ઘટના મન સાથે જ સંક્ળાયેલ છે ને?સમય તો એની રીતે જ સરતો રહે છે.

આ સમયની મને અને તારી બાને હવે ઉણપો વર્તાય છે.લીલી વાડી છે સુંદર તેમાં ઘણા ભુલકાં છે અને તે વાડી આગળ ચાલે છે પણ કોણ જાણે કેમ હવે બસ ક્યારે આ જિંદગીને રામ રામ કહી જીવન લીલા સંકેલી લેવાની વાત મજબૂત થતી જાય છે. સંપૂર્ણ વાસણમાં છલોછલ જીવન તો છે અને હજી સમય તે વાસણમાં જિંદગી ભર્યા કરે છે અને તે જીવન જળ છલ્કાઇને વ્યર્થ વહી જતુ હોવાનો અફસોસ થયા કરે છે. Continue reading →

પૂ મોટાભાઈ( ત્રેવીસ)

moon-venus_filtered.jpg

જીવતકર્મ તમે કરો તે તો સારી ઘટના છે પરંતુ તેની સાથે એવો ભાવ આવતો હોય કે ચાલો હવે આપણે કોઇનાં માથે ભાર નથી બનવું તો મને કહેવા દો મોટાભાઇ તમે કે બા અમારે માટે ક્યારેય ભાર નહોંતા અને નહીં હોય.. કેમકે તમે જ તો અમને વડીલોની આમાન્યા અને માન રાખવાનુ શીખવાડ્યું છે..તમારા દાદા અને દાદીબા સાથેનાં વર્તનો થી.. હા કદાચ તમે જેટલુ મનથી તમારી રીતે જે દાન પૂણ્ય કરો તે વિશે અમને તકલીફ ક્યારેય ના હોય..મનમાં અને વાતોમાં આ જીવતરથી મન ઉતરી ગયુ હોય તો તેવું ન બને તેની કાળજી સૌ રાખે છે તેટલા પુરતું જ પુછવાનું.. Continue reading →

પ્રિય સોહમ ( બાવીસ)

moon-venus_filtered.jpg

તારો પત્ર મળ્યો. ગયા વર્ષે ધરતીકંપ આવ્યો ત્યારે અહીં દુરદર્શન પુરી અને સાચી માહીતિ આપતુ નહોંતુ.. જોકે હું તો ઘરની બહાર નીકળ્યો જ નહોંતો અને તે ધ્રુજારી પાંચ મીનીટમાં જતી રહી હતી. તારો અનુભવ રોચક છે પરંતુ સાથે સાથે તુ આસ્થાવાન છે તેથી શીખા કરતા તને તકલીફો ઓછી પડી તે જાણી આનંદ. અજય અને આસ્થા બંનેની તબિયત સારી છે તે જાણીને આનંદ

આ વખતે અમે લોકો જીવત ક્રિયા કરાવવાનાં છીયે..તુ કહીશ તેવો વિચાર તમને કેમ આવ્યો..અમે બધા ભેગા મળીને ઘટીત બધુ કરશુંને.. હમણા વાંચેલી આ કવિતાએ મને તે દિશામાં વિચારતો કરી દીધો

શ્રધ્ધાંજલિ જાત ને…-નિલમ દોશી
Continue reading →

પૂ. મોટાભાઈ (બાવીસ)

moon-venus_filtered.jpg

એક ઘટનામાંથી હજી બહાર માંડ નીકળ્યા અને બીજી ઉપાધી આવી નથી..થોડાક સમય પહેલા કટરીના હરિકેન આવ્યું અને ન્યુ ઓર્લીંન્સમાં હાહાકાર મચાવીને ગયુ અને લગભ એક લાખ જેટલા અમેરિકનો હ્યુસ્ટનમાં ખસેડાયા..તેમની ભાષા અને તેમના મકાન ગુમાવ્યાનાં દુ;ખો સહ્ય કરતા હતા ત્યાં હ્યુસ્ટન ઉપર રીટા નામનુ હરિકેન આવવાનું છે તે વાવડ ઉપર હ્યુસ્ટન ખાલી કરવાનાં પડઘમો વાગવા માંડ્યા..શીખા માંડ માંડ હજી એક ઉપાધીમાંથી કળ મેળવીને ઉભી થતી હતી ત્યાં આ આંધીથી અધમુઇ જેવી થઇ ગઇ..

તેને ઘર છોડી જવાનુ બહુજ આકરુ લાગતુ હતુ અને આશ્કા તે વખતે પુરા દિવસો ગણતી હતી…એક વખત તો સામાન બાંધતા તેના થી રડી દેવાયુ..હે પ્રભુ આ કેવુ..બહુ મહેનત અને જતનથી બનાવેલુ ઘર બગીચો અને સૌ ફર્નીચર અહીં સાવ રેઢુ મુકીને જાન બચાવવા દુર અજાણ્યા શહેરમાં રહેવા જવાનું..?આશ્કા હજાર માઇલ દુર હતી..અંશને ત્યાં જવુ નહોંતુ..અને હરિકેન કટરીના નો કાળો કેર દુરદર્શન ઉપર રોજ બતાવાતો હતો..

પોલીસો સતત શેરીઓમાં ફરી ફરી જાહેરાતો કરતા હતા ફલાણા રોડ થી નીકળી ગામ ખાલી કરો..જાનની રક્ષા કરો.. જીવતા હશો તો મિલકતો ફરી બનશે…વળી દરેક રોડ એક તરફી કરી દીધા છે..જાહેરાતોમાં દેખાડાતી ચિંતાથી એક પ્રકારનો ભય બહુગુણીત થયા કરતો હતો..ઘર છોડીને નીકળતા પહેલા અહીંનાં મિત્રોમાં બે અભિપ્રાયો નીકળ્યા..કોઇક નીકળી ગયુ હતુ તો કોઇક બહુ ચિંતીત નહોંતુ..જે ઓછુ ચિંતીત હતુ તે કહેતુ હતુ હરિકેન છેલ્લા ત્રીસ વર્ષમાં હ્યુસ્ટન ઉપર કેટલીય વાર આવ્યા. આપણા વિસ્તારમાં ક્યારેય આવ્યું નથી. જવું ના જવું નાં અવઢવમાં પ્રભુ પરની શ્રધ્ધા વધારતા બે ચમત્કાર દસેક મીનીટમાં થયા…

આશ્કાની સાસુનો ફોન આવ્યો..અજયનાં જન્મનો..અને આશ્કાનાં પુન:જન્મનો ( મા તરીકે) અને ટીવી ઉપર જાહેરાત થઇ હરિકેન ફંટાઇ ગયુ અને હ્યુસ્ટન ઉપરનો ભય પુર્વ તરફનાં ગામે જતો રહ્યો… મનમાં થયું.

કદીક સુખનાં અતિરેકે આવે આંખે આંસુ
કદીક દુ:ખનાં દરિયા વચ્ચે જન્મે હાસ્ય

કેવી છે આ જિંદગી મનવા કર વિચાર
ક્ષણે ક્ષણે જાય ઘટતી છતા જીવન છે

હરિકેન આવશે અને જશે કરી સૌ ત્રાસ
ફરી જિંદગી શરુ થશે એકડેએક થી કાશ!

વધતી ઉંમરે જ્યાં ઘટતી તન સ્ફુર્તી ત્યાં
કેમ શરુ કરશે નવી જિંદગી એમ વિચારી

હરિ એ તેનું હરિકેન વાળ્યુ બીજે ગામ
‘અજય’ પૌત્ર દાન હે પ્રભુ! મોટો ઉપકાર.

આમ એક દુ:સ્વપ્ન પુરુ થયુ..શીખાની તકલીફો શબ્દસ: વર્ણવી શક્યો નથી પરંતુ નાની બનવાનાં આનંદે તેના હરિકેનથી થનારી કાલ્પનીક તકલીફોમાંથી બહાર કાઢી અને જિંદગીનું ક્રીપ્ટો ક્યુબ જેમ સુખમાંથી દુ:ખ જન્માવે તેવુ કાયમ નથી થતુ આ વખતે તેણે દુ:ખમાંથી સુખ જન્માવ્યું..તે જ્યારે આજે વહેલી સવારે સુઇ ગઇ ત્યારે તેનું મન ગણગણતુ હતુ.

રાત જીતની ભી સંગીન હોગી
સુબહા ઉતની હી રંગીન હોગી

હું પણ હવે સુઇ જઇશ..આ હરિકેને છેલ્લા 3 દિવસથી દુરદર્શન ઉપર ઘણા તણાવો આપ્યા છે.. બહાર ધીમો ધીમો વરસાદ વરસે છે..ફરી થી આશ્કાને ફોન કરી તેની તબીયતની સુખાકારી પુછી લીધી તે આનંદમાં છે..નાના અજયનો ચહેરો કુંતલ જેવો છે..અને આશ્કા સ્વસ્થ છે. હરિકેને તબાહી તો ઘણી કરી છે..દુરદર્શન્ વિગતો આપે છે..ત્રણ વાગ્યા છે.મનમાં સૌ ઉપર પ્રભુની કૃપા ઉતરે તેવા મંગલ ભાવો સાથે થોડુક ઉંઘી જઇશ.

સોહમનાં પ્રણામ

છું હું ‘વિજય’ જેવો છું તેવો જાણ તું!

vijayshah-128.jpg

જુદા જુદા ત્રાજવે ન મુલવ મને તું
જ્યારે તું હસે ત્યારે કે તું રડે ત્યારે
બદલાયે મારો મુખવટો અંદર ફક્ત
છું હું વિજય’ જેવો છું તેવો જાણ તું! Continue reading →