
www.humanrevolution.wordpress.com
ભલે હું લાંબો-ટૂંકો થાઉં કે કદી અલોપ પણ,
છું તારી છાયા ને તારી જ સાથે જીવવાનું છે.
– ડો.વિવેક મનહર ટેલર
આજે ૩૦મી લગ્નતિથિ છે અને આવો સુંદર શેર સખીને કહેવા મળી જાય તે કેવો સુખદ યોગ કેમ ખરુને?
વર્ષમાં આજનો જ એક દિવસ છે જેમા ક્યારેક જો ગુસ્સો હોય તો આ દિવસ જિઁદગીમાં કેમ આવ્યો? તુ મળી ( કે મળ્યો) અને મારો જન્મારો છુટી પડ્યો જેવા કટુ વચનોથી સવાર પડે.અને જો સારો દિવસ હોય તો..સાત ભવ મને મળજે( કે મળજો) ને હું તો દુનિયામાં સૌથી સુખી તને (કે તમને) પામીને વાળા ભાવભર્યા ગીતોનાં સૂરો નીકળે..બસ આવા જ ભાવો ભરીને આજે આ શેર સંભળાવ દીધો અને સવાર સુધરી ગઈ..(ફુલો પણ સાથે હતા તેથી સાંજ સુધીની હસતી સખીને માણવાની મઝા પણ હતી..)
પછી …થઈ તડ ફડ (જે સાવ સહજ છે… )અને મને સુજ્યું

તેંતો કહી દીધું નથી જોઈતો તું મને,
મને પણ ખબર નથી જોઈતો હું મને
કહીશ છતા તારા નયનો કહે શું મને
કે તારા વિના રહી ન શકુ સમજ જરા,
ખબર છે એટલી આ પ્રેમ જીવાડે અમને
તેથી જ ગમે તે કોઈ કહે, મન બંને રડે
સવારે હસતા બપોરે રિસાતા અને રાત્રે ઉદ્વિગ્ન મને બંને સુતા..
ફરી ડો વિવેક ટેલરનો છેલ્લો શેર કામમાં આવ્યો
સવારે રોજ વાસ્તવિક્તા ચીરશે ફૂટપાથને,
ને રાતે એક સપનું પી ફરી ઊંઘી જવાનું છે.
courtsey : www.vmtailor.com