Category Archives: મારા વિશ્વમાં તમે

સિંહબાળ

મારી અંદર હું વસુ
મને હસતો કે રડતો જોઇ
એ પણ હસે કે રડે

પણ જ્યારે મારામાંનો હું મારાથી જુદો થાય
ત્યારે ના મળે હાસ્ય કે રુદનની અનુભુતી
પણ જુદા થવાથી થાય કો’ અનન્યાનુભુતિ

રાગ અને દ્વેષ્નાં બંધનોથી બંધાયેલ
મારામાંનો હું જ્યારે મારામાંથી છુટો થાય
ત્યારે સમજાય મને કે
મારામાંની અનેક નબળાઇઓ તે ‘હું’માં નથી
ખરેખર તો હું
એ બાકર બચ્ચામાં ભુલું પડેલું સિંહબાળ
સિંહને ટોળાની શું જરુર?

મારા શરીરે કેદ થયેલો આતમરામ
જાગે અને એને સમજાય કે
આત્મા કર્તા નથી..ભોક્તા નથી..
એતો સિધ્ધ સ્વરૂપી અનંત પિતાનું સંતાન

ભુલું પડ્યુ બાકર બચ્ચા મહીં
એથી કરતો બેં..બેં..બેં..
I ને બદલે કરતો My..My..My..