મારે શ્યામાને નથી ખોવી

Auto Date Saturday, June 27th, 2009

Shyamawww.flickr.com

વાને શામળી તેથી શ્યામા તેના શ્યામ પાસે અને સાસરે હડધુત થયા કરે.. વળી દસ વર્ષનાં લાંબા દાંપત્ય જીવન પછી પણ નિઃસંતાન હોવાથી શ્યામ દારુની લતે ચઢ્યો. ભણેલી ગણેલી શ્યામા સફળતાથી ટ્યુશનનાં ક્લાસ ચલાવે અને શ્યામની લગભગ સમકક્ષ રહેતી તેથી શ્યામસુંદર ઠાકોરનો પારો હંમેશા ૧૦૨ ડીગ્રી પર રહે. અને પીન્નતમાં ગાળો ભાંડે- ”તુ કાળી જ્યારથી મારા જીવનમાં આવી ત્યારથી મારી જિંદગી મેશ કરી નાખી ” ” વાંઝણી તેં તો મારો વંશ કાઢી નાખ્યો” ” મારા જેટલુ કમાય છે તે કંઈ ઉપકાર નથી કરતી…તારા બાપનું ઘર ભરે છે..”

પણ ક્યારેક જ્યારે શ્યામાએ સવારનાં ઉઠતાવેંત લીંબુ પાણી આપ્યુ હોય અને સરસ ચા બનાવી હોય્..ત્યારે પાછો માફી પણ માંગી લેતો શ્યામ બધી તકલીફોનું કારણ દારુ ઉપર ઢોળી રાતની બૂમાબૂમ અને ગાળોનો લગ્નજીવનમાંથી બાદબાકી પણ કરી લેતો. શ્યામા આ ઠાગા ઠૈયા કરી સરતા જીવનથી ખુશ તો નહોંતી પણ એ કરે તો શું કરે? તેના બા અને બાપુજીએ તેના નામે ઘર લીધુ ત્યારે શ્યામને ખબર નહોંતી..પણ જ્યારે ખબર પડી ત્યારે ઉઠીને તેના મકાનમાંથી શ્યામાનું નામ કાઢી નાની બેન અને ભાણીયાનું નામ દાખલ કરી દીધું. Read the rest of this entry »

Why mother is always so special:

Auto Date Saturday, June 27th, 2009

 

When I came home in the rain ………..

Brother asked “why didn’t you take an umbrella?”

Sister advised, “Why didn’t you wait till rain stopped?”

Father angrily warned, “only after getting cold, you will  realize.”
 
But Mother, while drying my hair, said, “stupid rain !….Couldn’t it wait….till  my child came home ?”
 
That’s Aai…….(Aapala…..ishwar)

Thats Maâ (Our God)

“તીર્થોત્તમ”માં થી વીણેલું-સંકલન ભૂપેન્દ્ર ઉપધ્યાય

Auto Date Saturday, June 27th, 2009

 

  •  Picture from www.mcl-bjm.camother%20goose%20logo%20nat
  • બાળક્ને જોઈ જે રીઝે, રીઝે બાળક જોઇ જેને,વત્સલ મૂરત સ્નેહલ સૂરત,હ્રદય હ્રદયનાં વંદન તેને ,-ઊમાશંકર જોશી 
  •  ધન સંપતિ પ્રતિષ્ઠા સુખ સગવડ આપી દેવા મા તૈયાર થઈ જશે પરંતુ પુત્રને કદી નહિ આપે - અજ્ઞાત 
  •  ઈશ્વર સદેહ બધે પહોંચી શકે નહિ તેથી તેણે માતાનું સર્જન કર્યુ.-યહુદી કહેવત 
  •  મોંઘી માડી! જીવન ભરતી ઓટમાં તું જ ઇન્દુ -ચંદ્રવદન મહેતા 
  •   તુ જીવી, બા, જીવન હરિનું જીવવા શિર સાટે!-કરસનદાસ માણેક
  • આરાધનામાં સ્મરું રૂપ બાનું! ને બા સ્મરીને પ્રભુ રૂપ પામું-કૃષ્ણલાલ શ્રીધરાણી
  •   ચહું જન્મોજન્મે શિશુ તુજ હું, ને માત મુજ તું -ગુલાબદાસ બ્રોકર
  •   સમયને બાનો ચહેરો, વતનને બા નો ચહેરો -અજ્ઞાત
  •   માનો અર્થ દુનિયાની બધી જ ભાષામાં મા થાય છે.-રવિન્દ્રનાથ ટાગોર 
  •  માનવતા અને સંસ્કૃતિનું મહાવિદ્યાલય માતાનાં ચરણોમાં છે-ફ્રેડરીક હેસ્ટન
  •  પ્રથમ શિશુ સૌ કહાન, માતા બધી જ યશોમતી, મૂક મિલન મ્હોંમાં બ્રહ્માંડો અનંત વિલોકતી-ઉશનસ
  •  મા એક એવી ઋતુ છે જેને કદી પાનખર આવતી નથી-અજ્ઞાત
  •  (મા,)  તું માનવીનાં પરિતાપ કેરું હતું મહાઔષધ રામબાણ-ઇંદુલાલ ગાંધી
  •  મા યુવાન થઈ વૃધ્ધ થાય છે પરંતુ તેના સંતાન સદા બાળક રહે છે.-ઇરીચ નોરીશ
  • બીમાર પડતો કોઇ પણ માણસ સૌથી પહેલો અને વારંવાર જે શબ્દો બોલે છે તે  “મા” છે. સ્વામી રામતીર્થ
  • મારી માતાએ મારા ઉપર નજર રાખીને મને મારા સાથીઓનાં બુરા પ્રભાવથી બચાવ્યો છે -દાદાભાઈ નવરોજજી
  • તારું સ્વર્ગ તારી માતાનાં ચરણોની નીચે છે- હઝરત મહમ્મદ પયગંબર

વિશેષ આભાર- નીલમ દોશીનો જેમણે “તીર્થોત્તમ” મને ભેટ આપ્યું.

કિંમત કોણ ચુકવશે?

Auto Date Thursday, June 25th, 2009

IMG_0346

હજી તો ગયા અઠવાડીયે તો નિખાર મને કહેતો હતો “આપણી ઝીલને તો હું દુનિયાનું સુખ આપવાનો છું. ભલેને તું મારાથી છુટી થઈ પણ ઝીલ આપણું સંતાન. અને તું મારો પહેલો પ્રેમ…”
ભૂતકાળમાં પ્રવેશતું કેતાનું મન…એક વખત તો કમકમી ગયું..કેટલી મુરખ હતી કે આવા ભોળા પતિને વારંવાર ત્રાસ આપીને ઘરે નાસી આવતી હતી. અને વિખવાદનું કારણ પણ શું? હું મારી ભાભીના ભાઈ સાથે વાતો કરું તે ના ગમે.. મારા પર વહેમાયા કરે.
અમેરિકાથી આવેલી ફોઈને આ વાતની જાણ થઈ ત્યારે તે કહે
“કેતા જે રીતે તુ આ વાત કરે છે તે રીતે જોવાને બદલે આને બીજી રીતે જો. પતિ તરીકે તારા ઉપર તેનો અધિકાર છે. અને પતિ તને કોઇની સાથે વાતો કરવાની ના પાડે તો તેમા તેનું આધિપત્ય અને છુપાયેલી ઇર્ષ્યા છે. આ પ્રેમનો પ્રકાર પણ હોઇ શકેને?” Read the rest of this entry »

ઝાંઝર-

Auto Date Tuesday, June 16th, 2009

  

“ભાઈ હવે તુ મને મારી નાખ.. મારે હવે જીવવુ નથી…” જિંદગીની દોડમાં ૮૯ વર્ષનાં ત્રિભુવનદાસ નકારાત્મક મનોદશાની ઉંડી ગર્તામાં જઈ રહ્યા હતા. તેમનો ત્રીજો દિકરો રમેશ તેમને આ અકસ્માતને લીધે થયેલ શારીરિક જખ્મો અને તેને લીધે આવેલી હતાશામાંથી તેને બહાર કાઢવા મથી રહ્યો હતો.

આજના શબ્દોથી તે ચોંક્યો અને પરાવર્તી ક્રિયા સ્વરુપે તે બોલ્યો ” અને હું પછી આખી જિંદગી જેલમાં જતો રહું કેમ ખરુને?” પણ તરત જ ભાન થયું કે બાપા તો હતાશામાં બોલે છે તેથી વિનમ્ર થઈ ને પાછુ વાક્ય અનુસંધાન કર્યુ… ” બાપા તમે તો અમારા જન્મ દાતા..અમારાથી તમને મૃત્યુ કેવી રીતે અપાય?  જરા શુભ શુભ બોલો..” Read the rest of this entry »

મોક્ષ માર્ગ સહજ બને

Auto Date Wednesday, May 20th, 2009

કહે છે
જે તમને ચાહે છે તે તમારું પૂણ્ય છે
અને સૌ પાપો જે ધિક્કાર સ્વરૂપ છે

જીવવું એ કારીગરી શ્રેષ્ઠ બને

જ્યારે
પાપ અને પૂણ્ય શૂન્ય બને
તોજ મોક્ષ માર્ગ સહજ બને

‘મધરડે’ ને દિવસે

Auto Date Wednesday, May 6th, 2009

 

રાધા દાદીએ પૌત્ર અખિલ ને હાથમાં લીધો

સાત વર્ષનું કાનુની ઝ્નુન આજે ધીમંતની તરફેણમાં આવ્યું. માનસિક નબળાઇઓથી પીડાતા ધીમંતનાં દુઃખનું અવિભાજ્ય અંગ તેનો દીકરો અખિલને આજે તે મેળવશે..  તે વિચારીને રાધાદાદી ખુશ થતી હતી. તેની આંખમાં ઝળ ઝળીયા હતા પણ ખુશીનાં.. આજે તેનો દીકરો ધીમંત ખુશ થશે..

ઝરણાને પોતાના દીકરાથી છુટા પડતા દુઃખ થતું હતું. નપાણિયા પતિ સાથે ગાળેલા યાતના પૂર્ણ વરસોમાં એક માત્ર આશ હતી તેનો પુત્ર અખિલ ..તેને છોડવાની વાત માત્રથી આંખો ભરાઈ જતી હતી. આશા મમ્મી પણ અખિલનાં જવાથી રડતી હતી,તેથી પણ વધુ ઝરણાનો વિલાપ જોવાતો નહોંતો..

મા કેવું હ્રદય છે તે હંમેશા સંતાનોને સુખી જુએ તો પણ રડે અને દુઃખી જુએ તો પણ રડે…

કરૂણતા તો તે હતી ‘મધરડે’ ને દિવસે બધી માતાઓ ની આંખમાં આંસુ હતા.. કોઇક્નાં ખુશીનાં તો કોઇકનાં ગમનાં…

મૃત્યુબીક

Auto Date Monday, March 30th, 2009

કોઇ ક્યાં સાથે આવે છે, ઘડી બે ઘડીની વાતો છે.
કહેવાયે સૌ પોતાના પણ, રાત્રે  એકલતા ડારે છે
જન્મ્યા જીવ્યા તે તો ઠીક! મૃત્યુબીક બહુ લાગે છે
ચાલ્યા ગયા સૌ સ્વજનો, હવે એકલતા ડારે છે

 

 

એક જ દે ચિનગારી, મહાનલ! - હરિહર ભટ્ટ

Auto Date Saturday, March 21st, 2009

 

એક જ દે ચિનગારી, મહાનલ !
એક જ દે ચિનગારી.

ચકમક લોઢું ઘસતાં ઘસતાં ખરચી જિંદગી સારી
જામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી
મહાનલ… એક દે ચિનગારી… 

ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભઅટારી
ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી
મહાનલ… એક દે ચિનગારી… 

ઠંડીમાં મુજ કાયા થથરે, ખૂટી ધીરજ મારી
વિશ્વાનલ ! હું અધિક ન માગું, માગું એક ચિનગારી
મહાનલ… એક દે ચિનગારી…

 

  એક  જ દે ચિનગારીનું સર્જન -સુધાકર હરિહર ભટ્ટ.   

ગુજરાતની લગભગ દરેક શાળામાં દરેક વિદ્યાર્થીએ અને દરેક વિદ્યાર્થીનીએ કેટલાય દાયકાઓથી ‘એક જ દે ચિનગારી’ થી પ્રાર્થના કરી છે અને આજે પણ કદાચ કરે છે. ‘એક જ દે ચિનગારી’નું સર્જન એક અલૌકિક વાતાવરણમાં થયું તેના સર્જનની પાર્શ્વભૂમિકા અત્યંત રસદાયક અને અદભુત છે. ‘એક જ દે ચિનગારી’ નાં કવિ અને મારા પૂ. પિતાશ્રી હરિહર ભટ્ટ ઇ.સ ૧૯૧૯ થી ૧૯૩૦ સુધી અમદાવાદ મહાત્મા ગાંધીજી નાં સાબરમતી આશ્રમમાં તેમના અંતેવાસી તરીકે રહ્યા હતા.  Read the rest of this entry »

મા યાદ આવી

Auto Date Wednesday, March 18th, 2009

અચાનક ફરીથી જ મા યાદ આવી,
બધાંયે દરદની દવા યાદ આવી…

                       અહમદ મકરાણી

બા જ્યારે નાની વાતોની ચિંતા કરતી ત્યારે થતું કે બા હવે ના ફીકર કર્. હવે મોટા થઈ ગયા..એના ચહેરા પર  હાસ્ય આવતુ  અને કહેતાં કે “તુ નાનકો..હંમેશા નાનો જ રહેવાનો ભલેને સાચ્ચે  જ નાના થઈને કેમ મને મળવા ન આવે…”

હવે તો ખૈર એનુ હાસ્ય ક્યાં જોવા મળે છે? તસ્વીર ઉપરનાં ફુલો સુકાયા અને આશિર્વચનો વરસાવતા તમે હવે તો ફોટો થઈ ગયા..

પહેલા આંસુ આવતા હતાને બા યાદ આવતા

હવે બા યાદ આવે છે ને આસુ આવે છે.

Thanks to Vijay Dharia for sending this in email

હાઈકુ

Auto Date Wednesday, March 18th, 2009

સુકું તે ઝાડ
થઈ ગયું લીલેરું
ફાગણ સ્પર્શે

૦-૦

તુ પુછે કેમ્
હોળી સળગાવી તેં!
પાપો બાળવા

૦-૦

શ્વાસોચ્છશ્વાસ
જન્મથી મૃત્યુ સુધી
સમય  ચાલે

નિરપેક્ષીત થા

Auto Date Wednesday, March 18th, 2009

oct06news2

તુ અપેક્ષાપ્રચુર

તેથી થાયે ક્ષણે ક્ષણે તને દુઃખોનાં પ્રચંડ આઘાત.

તેથી તુ રડે

પ્રભુને કરે ઘણી ઘણી ફરિયાદ્.

પછી જ્યારે કશું ન થાય ધાર્યુ,

ત્યારે કહે પ્રભુ તો બહેરો છે.

oct06news2નથી સાંભળતો મારી દરેક ફરીયાદ્

પણ પ્રભુએ તો તને દીધુ એક વરદાન ખબર છે ને…?

ફક્ત કાર્ય તુ કર

હાક માર.. તને નથી ફળનો અધિકાર્

યોગ્ય સમયે જરુર મળશે તને

યથા યોગ્ય પરિણામ….

oct06news2ખબર છે ને દ્રૌપદીનાં ચીર પુર્યા હતા

ને સુદામાનાં તાંદુલ આરોગી મહેલ દીધા હતા

મીરાને અપાયેલ ઝેરનો પ્યાલો ખીરથી છલકાવ્યો હતો

ને નરસૈંયાની હુંડીઓ ભરપાઇ કરી હતી

તે સૌએ જે કર્યુ હતું તે તું કરે છે?

મુક શ્રધ્ધા કે તે જે કરે છે તે સાચુ છે

oct06news2તુ ફરિયાદ ન કર

પ્રભુને જે પ્યારા છે તેમને મદદ કર.

સુખ સંતોષ માં છે …

સુખ મનમાં છે

પ્રાર્થના કર.. સહન કર..

નિરપેક્ષીત થા

શબ્દ – હાઈકુ

Auto Date Wednesday, February 25th, 2009

મૌન ને શબ્દો

મળ્યા પણ વાંઝણા

શ્રોતા બધીર

વિજય શાહ

 

જીત્યું હંમેશા ગુજરાત (રાજ્ય ગીત- ૨૫ પ્રસિધ્ધ ગુજરાતી ગાયકો વડે ગવાયેલુ..)

Auto Date Wednesday, February 4th, 2009

4 02 2009

૨૫ પ્રસિધ્ધ ગુજરાતી ગાયકો અને ગાયિકાઓ ( પ્રફુલ્લ દવે, ઐશ્વર્યા મજમુદાર્ પદ્મશ્રી દિવાળીબેન ભીલ, આસીત દેસાઈ,હરી ભરવાડ, મૌલિ દવે, આરતી મુન્શી, આલાપ દેસાઈ,હાર્દિક દવે, શ્યામલ મુન્શી,સૌમીલ મુન્શી, અભેસીંહ રાઠોડ, અચલ મહેતા, ઉદય મજમુદાર્ ફાલ્ગુની શેઠ, દીલીપ ધોળકીયા,પુરુશોત્તમ ઉપાધ્યાય્ હેમા દેસાઈ, હેમંત ચૌહાણ, કરસન સગથીયા, કીર્તિ સગથિયા, નીરજ પરીખ્ બીહારીદાન ગઢવી, દમયંતી બરડાઈ, ભારતી કુંચાલા,વિરાજ ઉપાધ્યાય અને બીજલ ઉપાધ્યાય્) વડે ગવાયેલું આ રાજ્ય ગીત જુના યુધ્ધ ગીત કસુંબીનાં રંગ ( રાષ્ટ્રીય કવિ ઝવેરચંદ મેઘાણી વડે લખાયેલ અને ઉત્તમ ગાયક હેમુ ગઢવી વડે ગવાયેલ્ પર થી પ્રેરીત થયેલુ છે

Please click this link to see this song and video    

 http://in.youtube.com/watch?v=elZkODDMXHk Read the rest of this entry »

છોડો વડીલ “જોઇએ”નું વળગણ

Auto Date Monday, February 2nd, 2009

સુરજે રોજ સવારે ઉગવુ જોઇએ
સાંજ ઢળે તેને આથમવુ જોઇએ
કોયલે ગ્રીશ્મમાં ટહુકવુ જોઇએ
શ્રાવણે મંડુકે ડ્રાઊં કરવું જોઇએ
રાત પડેને તમરા રડવા જોઇએ
સવારે ઝાકળે ફુલને ધોવા જોઇએ
આ બધુ તો ઠીક વડીલ  મુરબ્બી
સમયકેદે તમારે કાં રહેવુ જોઇએ?

આઠને ટકોરે તમે બહાર ચાલો
નવનાં ટકોરે ઉત્સર્જન પ્રવૃત્તિ
દસ્ ટકોરે ગરમાગરમ સુપ્
અગીયારે દાળ ભાત રોટલી
બાર વાગે ટીવીનું ધ્યાન
તકીયો ઉગમણે જોઇએ
બેઠક આથમણે જોઇએ
જોઇએ જોઇએની યાદી
દિનભર થાતી ટુંકી લાંબી

પ્રભુ ક્યાં છે ? ક્યાંછે તેનું ચિંતન?
ક્યાંછે આતમ જ્ઞાનનું ઉંજણ?
ભવાટવીનાં ફેરા વધતા જાશે
ઘડીયાળ છોડી બાંધો આતમ કંઠી
છોડો વડીલ “જોઇએ”નું વળગણ

અંજામ તો એજ કે

Auto Date Sunday, February 1st, 2009

હૃદયની લાગણીઓ, પ્રેમ ને વિશ્વાસ - સંબંધો,
થશે અંજામ શું આખર બધાનો ? કો’ક તો બોલો.

હિમલ પંડ્યા ‘પાર્થ’
અંજામ તો એજ કે

આંખમાં આસુને હૈયે શૂળ હોયે છેતરાયાની
પ્રેમ વિશ્વસ ને સબંધો ફક્ત વાતો કહેવાની

હ્રદયની લાગણી ઓ ત્યારેજ દે જવાબ ધાર્યો
જ્યાં ઝીલનાર પાત્ર હોયે દેનારા સમું દિલદાર

“પાર્થ” તેથી જ કહુ એ દોસ્ત…ગઝલ છે દવા
વાપરે જે દવા જેમ, મળે દુનીયાનું સૌ ભાન

તે દિકરી થઈ તેથી શું થયું ?

Auto Date Thursday, January 8th, 2009

 

મારી દિકરી ચિન્મયી મહીના માં સાસરે જશે બાપ ને જયારે દિકરી વિશે આવા નાજુક સમયે લખવાનુ અને વિચારો ની રંગોળી ને કેન્વાસ ઉપર ઉતારવાનું આમંત્રણ મંજુલાબેન અને ડો ભગવાનદાસભાઈ પાસે થી મળ્યુ ત્યારે સ્વયંભુ જ સ્વિકૃતિ અપાઈ ગઈ.

દિકરો કે દિકરી વચ્ચે માબાપને તો કયારેય ભેદ નથી હોતો પરંતુ જિંદગી નો પહેલો 25 વર્ષનો તબક્કો પુરો કરી પોતાની જિંદગી શરુ કરતી દિકરી ને વળાવતા જે આંસુ નો ધોધ વહે તેટલો જ આનંદ જયારે દિકરો કુળવધુ ને લઈ ને આવે ત્યારે થતો જ હશે…. આ ધારણા પાછળ કોઈ કારણ નથી…. પણ હું મહદ્ રીતે મારા મિત્રો ના મતે આનંદ કરતા કારુણ્ય વધારે માણુ છુ એમ કહેવાય…. ખૈર. આ વાત એટલા માટે યાદ આવી કે દુનિયા ને ઈર્ષા આવે તેવી સફળતા કોલેજ કાળમાં પાંચ વર્ષ સુધી મળી હતી યુનીવર્સીટી રેંકીગ આવતુ પણ એ ખુશી કલાક ટકે અને જતી રહે પણ એમ.એસ.સી નું છેલ્લુ વર્ષ જયારે ત્રીજો વર્ગ આવ્યો તેનો અફસોસ જયાં સુધી સારી જોબ નહોંતી મળી ત્યાં સુધી ચાલ્યો હતો. Read the rest of this entry »

જીવ્યા કરીયે ચાલને સખી

Auto Date Monday, January 5th, 2009

જિંદગીના આટલા લાંબા સફર પછી
તુ કહે કે હું જેમ જીવી તેમ ના જીવી હોત તો
કેટલા બધા બચ્યા હોતે પૈસા સજન!

આ તો ઉંધા ચશ્મા જ વળી…
ચશ્મો સીધો કરને સખી
જે છે તેને જોને…સખી
જે નથી તેને છોડને સખી!

“આજ” આપણી લાખેણી,
“કાલ” બંને “આજ”થી તાણેલી
જીવ્યા કરીયે ચાલને સખી,
આજને બસ આજની રીતે…

Happy New Year!-2009

Auto Date Thursday, January 1st, 2009

Happy New Year!-2009

1 01 2009

SLOW DANCE
 
Have you ever watched kids ?
On a merry-go-round?
Or listened to the rain
Slapping on the ground?
Ever followed a butterfly’s erratic flight?
Or gazed at the sun into the fading night?
 
You better slow down.
Don’t dance so fast. Read the rest of this entry »

નજર કરું ત્યાં નારાયણ-પુષ્પા વ્યાસ

Auto Date Sunday, December 28th, 2008

નજર કરું ત્યાં નારાયણ ને, હાથ ધરું ત્યાં હરિ,
પગ મૂકું ત્યાં પુરુષોત્તમ ઘર, એ ઘરમાં હું ઠરી!

હૈયાદૂબળી હું ને પાછી, મોઢે મોળી ખરી,
દીવો પ્રગટ્યો ત્યાં તો, ટવરક-ટવરક વાતું કરી!

ઘંટી, પાણી, વાસીદું ને, ચૂલો ઘરવરખરી,
જ્યાં જ્યાં કામે લાગું ત્યાં ત્યાં મંદિર ને ઝાલરી!

ભવખેતરને ખેડી રાખ્યું, કૂવો કાંઠા લગી,
મેં તો વાવી જાર, પાક્યાં-મોતી ફાટું ભરી!

અણસમજીમાં જે કંઈ વાવ્યું, બાવળ કે બોરડી,
પાછું વળી જો ત્યાં તો આંબા ને મંજરી!

પોથી, પુસ્તક, શાસ્ત્ર પુરાણે, સાવ જ કાચી ઠરી,
ઢાઈ અક્ષર ધાગો કાઢું તેની તકલી ભરી!

આંગણ વાવું કદંબિયો ને, ઘટમાં યમુના ભરી,
પંડ અમારું વાંસલડી ને ફૂંક વાગશે ફરી!

( પુષ્પા વ્યાસ )
http://heenaparekh.wordpress.com/2008/12/28/નજર-કરું-ત્યાં-નારાયણ/

ભક્તિભાવથી છલકતું પ્રભુ ગાન જોઇ મન અતિ પ્રસન્ન થઇ ગયુ. મીરા જેવી ઉન્નત ભક્તિ ભાવ દર્શાવતુ આ ગીત ખરેખર ભગવાનમય થયા પછીની ઉત્કૃષ્ટ દશાનું વર્ણન કરે છે.

ગુજરાતી સાહિત્ય સરિતાનાં “બ્રહ્મજ્ઞાની”- મહમંદઅલી પરમાર “સુફી”

Auto Date Tuesday, December 23rd, 2008

mahamadali paramar

મર્હુમ જનાબ મહમંદ અલી પરમાર ને હ્યુસ્ટનનાં સીનીયર સીટીઝન ક્લબ માં સૌ ઓળખે. ગુજરાતી સાહિત્ય સરિતામાં પણ તેઓ રાઈડ મળે તો પધારે અને તેમના બુલંદ અવાજમાં તેમની રચનાઓ સંભળાવે. તેમના મહ્દ અંશે વિષયો પ્રભુ અને તેની રચનાઓ વિષે વતો વધુ કરતા અને ખાસ તો ધર્મનાં નામે ખેલાતા ઝનુની જંગ અને લોહીને તેઓ સતત વખોડતા.

તેમને જ્યારે ગુજરાતી સાહિત્ય સરિતા ના બ્લોગ ઉપર બ્લોગ ખોલ્યો ત્યારે મને ગમતા કાવ્ય ” સીમાડા વિનાનું વિશ્વ” નામ આપ્યુ ત્યારે તેઓનું સુચન હતું કે મને તો “આધ્યાત્મિક કાવ્યો” જેવુ સહજ નામ મુકવુ છે જે તે તેમની વેબ સાઈટ ( http://mohmadparmar.gujaratisahityasarita.org/ ) ઉપર મુક્યુ અને મારા આશ્ચર્યજનક આનંદ વચ્ચે તેઓ તેમના કાવ્યો નિયમીત રીતે મુકતા. તેમના કાવ્યો વિશે હું કંઇક સુચવુ તેવું તો મારુ ગજુ નથી પણ હા આ પુસ્તક પ્રસિધ્ધ થાય તે અંગે મેં સીરાઝભાઇને વાત કરી તો તેમનો અને ફાતિમા બેન નો પ્રતિભાવ આનંદ દાયક હતો અને તે તરત જ સ્વિકારાયો અને વેબ ઉપર મુકેલા કાવ્યો ઉપરાંત તેમના અન્ય કાવ્યોની ઝેરોક્ષ કરેલી પ્રત તેમણે મને આપી. Read the rest of this entry »

સો વરસ જીવવુ છે?

Auto Date Thursday, December 18th, 2008

bald_eagle_2.jpg

એક ઈ મેલ હમણા જોયો જેમા ગરુડની જીવન યાત્રા હતી.

ચાલીસ વર્ષ થી સીત્તેર વર્ષમાં ગરુડની ચાંચ વાંકી વળી જાય અને પગનાં પંજા જેનાથી શીકાર પકડાય છે તે ઢીલા પડી જાય છે અને પીંછા ભારે થતા જતા હોવાથી ઉડવાનુ અઘરુ થતુ જાય છે. આ તબક્કે તે એક એવો નિર્ણય્ કરે છે જ તેની જિંદગીમાં બીજા ત્રીસ વર્ષ ઉમેરે છે. તે નિર્ણય છે જુનુ ખંખેરો અને નવુ મેળવો..દુર ઉંચે શીખરે બેસી એક પછી એક ભારે પીંછા તોડી નાખે છે. વળી ગયેલી ચાંચ ઘસી ઘસીને તીણી કરેછે અને ફરીથી સક્ષમ નવા પીંછા ઉગે ખુલે તેની રાહ જુએ છે…પાંચ થી છ મહિનામાં ગરુડ નવા પીંછા સાથે બીજા ત્રીસ વર્ષ જીવી જાય છે.

સીત્તેર વર્ષે આપણે વધુ અને વધુ ભૂતકાળને વાગોળવાને બદલે ગરુડની જેમ પીંછા ખંખેરે તેમ ભૂતકાળને  ખંખેરીયે તો નવુ જીવન મળે ને?

शुभ कामनाए-दीपावली एवं नूतन वर्ष की

Auto Date Wednesday, October 22nd, 2008

 

 

 

 

 

જીવન કે વિહસિત ઉપવન મેં, જીવન કા હો હર ક્ષણ સુંદર,
યહ વયસ સિદ્ધ હો સુન્દરતર,જીવન બને મધુરિમ સુન્દરતમ.

Like birds, let’s leave behind what we don’t need to carry……. ……. “
Grudges, Sadness, Pain, Fear, and Regrets…Fly Light.
“Life is beautiful”.

If Yesterday didn’t end up the way u planned..
Just remember…
GOD created today for u to start a new one…

” As perfume to the flower, so is kindness to speech “

Courtsey: http://niravrave.wordpress.com/

Our state of mind- Email Courtsey Sunil Bhatt

Auto Date Wednesday, October 22nd, 2008

A young couple moves into a new neighborhood. The next morning, while they are eating breakfast, the young woman sees her neighbor hang the wash outside.

That laundry is not very clean, she said, she doesn’t know how to wash correctly. Perhaps she needs better laundry soap.

Her husband looked on, but remained silent. Every time her neighbor would hang her wash to dry, the young woman would make the same comments.

About one month later, the woman was surprised to see a nice clean wash on the line and said to her husband: “Look! She has learned how to wash correctly. I wonder who taught her this.”

The husband said: “I got up early this morning and cleaned our windows!”

And so it is with life: “What we see when watching others depends on the purity of the window through which we look. Before we give any criticism, it might be a good idea to check our state of mind and ask ourselves if we are ready to see the good rather than to be looking
for something in the person we are about to judge. “

આવકારી શક્યા નહીં !-ડો.મહેશ રાવલ

Auto Date Monday, October 20th, 2008


પદ્ય અને ગદ્યનl સમન્વયનો આ નવતર પ્રયોગને આપ માણશો તેવી આશા સઃ

તફાવત હતો પણ, નિવારી શક્યા નહીં
સહારા ય છેલ્લે ઉગારી શક્યા નહીં

મુકદર જુઓ આપણું કે, અધિક તર
કદી સત્યને આવકારી શક્યા નહીં

પલળતું ગયું પોત ભીનાશ વચ્ચે
જરાકે ય એને નિતારી શક્યા નહીં

જુદી નીકળી ધારણાથી હકીકત
અને ધારણા, ફેર ધારી શક્યા નહીં

વકરતી રહી નિત અડાબીડ ઈચ્છા
વિષય ચાતરીને, વિચારી શક્યા નહીં

અસર વિસ્તરી ગઈ, અસામાન્ય રીતે
ઈલમ ઓળખીતાં ય, તારી શક્યા નહીં

Courtsey : http://drmaheshrawal.blogspot.com

 તારો અધિકાર 

આ કવિતા વાંચતા પ્રાચી વિચારમાં પડી ગઇ. આ કવિઓને ક્યાંથી સમજાઈ જાય છે વણ કહી બધી વાતો... પેઢીઓનો તફાવત તો હતો તેથી જ તો બંને પોત પોતાનો બુંગીયો ફુંકતા હતા ને..તમે સમજો જરા..જમાનો બદલાઈ ગયો અને હજી તમે ત્યાંજ બેસી રહ્યા છો? તમે દેશમાંથી અમેરીકા આવીને બેસી ગયા પણ હજી દેશને ભુલતા નથી? Read the rest of this entry »

One Moment listen please -E mail Courtsey Dr M J Kapadia

Auto Date Thursday, October 16th, 2008

The Moment you are in Tension
You will lose your Attention
Then you are in total Confusion
And you will feel Irritation
Then you will spoil personal Relation
Ultimately, you won’t get Co - Operation
Then you will make things Complication
Then your blood pressure may raise Caution
And you may have to take Medication
Instead, understand the Situation
And try to think about the Solution
Many problems will be solved by Discussion
This will work out better in your Profession
Don’t think it’s my free Suggestion
It’s only for your Prevention
If you understand my Intention
You will never come again to Tension

- Bill Gates

એજ લક્ષ્ય..

Auto Date Wednesday, October 15th, 2008

પ્રભુ દરસની પ્યાસ વધી
પ્રભુમાં સમાવાની આશ વધી
દયા કર હે કૃપાળુ પરમાત્મા
મુક્તિ તણી ઉત્તમ આશ વધી

સમજાયુ નિરર્થકપણું સંસારનું
વેરા આંતરાનું ગણિત સંસારનું
ખાલી હાથનું આવાગમન બધું
ફક્ત સહાય તારી જ ખરે સાચી

આયુષ્ય મળ્યુ તો તેને માણવું
રીત તો છે તે સાવ જ ખોટી
જે પ્રભુએ ત્યાગ્યુ તે પરનો મોહ
વિપરીત બુધ્ધી ભવાટવી જોગ.

મારું મારું જ્યાં કર્યુ તે તો ગયું
જાગ્યાત્યારે સમજાયું તે શમણું
ક્ષણનો પણ હો ના પ્રમાદ હવે
ભવાટવીની મુક્તિ એજ લક્ષ્ય

Santa-Banta say on current financial market- E mail Courtsey VJ Rawal

Auto Date Tuesday, October 7th, 2008

do_sardar.jpg

 What worries me most about the credit crunch is that if one of my cheque is returned stamped ‘insufficient funds’, I won’t know whether  that refers to mine or the banks.

અન્ય શક્યતાઓ

Auto Date Tuesday, October 7th, 2008

આ ચિત્ર જ્યારે પહેલા મે જોયું ત્યારે હા આપ સૌની જેમ જ મને પણ રણમાં ઉંટો દેખાતા હતા. આ ચિત્ર બતાવનારા ડો. લુલ્લા કહે નજરનો ભેદ આજ છે..જે દેખાય છે તે હોતુ નથી અને જે નથી દેખાતુ તે શોધવા મથવુ પડે છે. આ ચિત્ર રણમાં ઉપરથી લીધેલું છે પરંતુ તે વખતે ઢળતો સુર્ય તે દરેક ઉંટોનાં પડછાયાને હુબહુ રજુ કરે છે. જે ચકતી સફેદ રેખાઓ છે તે ઉંટ છે અને જે ઉંટ દેખાય છે તે પડછાયા છે.

સંસારમાં આ દ્રષ્ટી કેળવવા બહુ જ ઝઝુમવુ પડે છે કારણ કે જે પડછાયા છે તેને પોતાના માની આપણે જિંદગી તો વિતાવી જઈએ છે પણ જે હીતકર છે જે સત્ય છે તેને બહુધા જોતા નથી. અને પછી ખોટા પડ્યાના અફસોસો સાથે મૃત્યુને વરીયે છે અથવા એમ કહું કે જન્માંતરના ફેરામાં ફરીયે છે તો ખોટુ નહી કહેવાય્ એક ઘટના જે દેખાય છે તે સાચી હોય અને ન પણ હોય તે વાત જન્મે તો તેને વાત ખોટી નીકળે તો આંચકો નથી લાગતો. આ અન્ય શક્યતાઓને સ્વિકારવાનુ નામ જ જ્ઞાન અને જે જ્ઞાની તે અનપેક્ષીત રહી આત્મ તત્વ તરફ વળે છે.

સાહિત્ય સંગમ એટલે લેખક અને વાચકનાં મિલનનું પહેલું સ્થળ

Auto Date Sunday, October 5th, 2008

5 10 2008

મિત્રો..

ગુજરાતી સાહિત્યને જીવંત રાખવા મથતા બ્લોગ જગતને શત શત વંદન..

હજી પણ ઘણા ઘર છે જ્યાં વેબ -ઇંટર્નેટ અને કોમ્પ્યુટર સરળતા થી ઉપલબ્ધ નથી..ત્યાં મારા જેવા કેટલાય કવિ અને લેખકો પહોંચવા માંગે તો તેમને માટે માર્ગદર્શક બનવા કેટલીક માહીતિ હું આપ સૌ મિત્રો પાસેથી મેળવી પબ્લીશર અને નવોદીત કવિ અને લેખકોને અને વિશ્વભરના વાચકોને એક મંચ ઉપર લાવવા હું કટીબધ્ધ છું

આપ લેખક છો?
આપનુ પુસ્તક ક્યાં મળે છે?
આપના પુસ્તકની મુખ્ય બાબતો જેવી કે તેનો પ્રકાર ( કાવ્ય સંગ્રહ, નવલીકા, નવલકથા, નિબંધ કે શૈક્ષણીક )
પબ્લીશર વિશેની માહીતિ જેવી કે નામ સરનામુ અને સંપર્ક ( ટેલીફોન નંબર અને ઈમેલ જેવી માહીતિ)
આપનો પ્રતિભાવ એક્ષેલમાં નીચે જણાવેલ ફોર્મેટમાં મોકલ્વા વિનંતી

લેખક નું નામ્, પુસ્તક નું નામ,પુસ્તક નો પ્રકાર,પબ્લીશર,પ્રાપ્તિ સ્થાનસંપર્ક, નામ, ઇમેલ એડ્રેસ, કિંમત્ અન્ય જરૂરી માહીતિ

આપ પુસ્તક વિક્રેતા છો?
આપને ત્યાં જેટલાં પુસ્તકો છે તે વિશ્વભરમાં પહોંચે તેવું ઇચ્છો છો?
આપનો પ્રતિભાવ એક્ષેલમાં નીચે જણાવેલ ફોર્મેટમાં મોકલ્વા વિનંતી
લેખક નું નામ્, પુસ્તક નું નામ,પુસ્તક નો પ્રકાર,પબ્લીશર,પ્રાપ્તિ સ્થાનસંપર્ક, નામ, ઇમેલ એડ્રેસ, કિંમત્ અન્ય જરૂરી માહીતિ

આપ વાચક છો?
આપને આપની લાઈબ્રેરી સમૃધ્ધ બનાવવી છે?
તે પુસ્તકો ક્યાં મળશે કેવી રીતે મળશે તે વિશે જાણવું છે? 

આ પ્રકારનો ડેટાબેઝ વધુ અસરકારક ત્યારે પણ બને જ્યારે કેટલીક પબ્લીશીંગ કંપનીઓ તેમનુ શુચી પત્ર એક્ષેલ ફોર્મેટમાં મોકલે. ( અહી તેમનો ધંધાકીય હેતુ તો જાળવાશે પણ દેશ અને વિદેશમાં વસતા વાચકોને તેમની પાસે પહોંચવાનો એક પ્રયત્ન થશે).

મને ખબર છે આ એક કઠીન કામ છે અને તે અત્યંત ચીવટ ભરેલું અને સમય માંગી લે તેવુ કામ છે પણ તે બ્લોગરો..લેખકો અને સૌથી વધુ વાચકોની સુવિધા વધારનારુ કામ છે. વિશ્વભરના વાચકોને ,વિશ્વભરની લાઈબ્રેરીઓને આજના સમયની તાતી જરૂરિયાત છે.

હ્યુસ્ટનમાં ૨૦૦૬ માં જે રીતે પુસ્તક મેળાનુ આયોજન થયુ હતુ તેવુ આયોજન વિવિધ શહેરોમાં જે તે શહેરોનાં ગુજરાતી સમાજ કરી શકે તે માટે આ પ્રકારનો ડેટા બેઝ ખુબ અગત્યનો છે તેવુ સમજતા આ વિનંતી આપ સૌને કરી રહ્યો છું .

મને યાદ છે મૃગેશભાઈએ (રીડ ગુજરાતી ડોટ કોમ્)આવુ એક સંકલન ગુજરાતી માસિકો અને પખવાડિકો માટે કર્યુ હતુ.. હું એજ કામ જરા મોટા પાયે કે જેમાં વિશ્વનાં વાચકો પાસે નવુ ઉપલબ્ધ સાહિત્ય  ક્યાંથી તે મેળવી શકાય વાળી ભુખ સંતોષવા મથુ છુ.ટુંકમાં વેબ ઉપર ફરતા વિશ્વના વાચકો તેમની રુચી મુજબનાં લેખકો, કવિઓ અને વાંચનને હાથ વગુ કરી શકે તેવો પ્રયાસ કરુ છું. આશા છે આપ સૌ ( લેખકો અને વાચકો) નો સહકાર મળશે.


 Type in