ફ્લોરેન્સ નાઈટીંગલનું નામ ખૂબ જ પ્રખ્યાત છે. તેઓ જન્મે ઈટાલિયન હતાં, પણ તેમનો ઉછેર અને અભ્યાસ ઈંગ્લેંડમાં થયાં. અંતરાત્માનો અવાજ સાંભળીને તેમણે બીમારોની સેવા માટે માતાપિતાની અનિચ્છાને અવગણીને પણ નર્સીંગના વ્યવસાયને અપનાવ્યો. તેઓ ઉચ્ચ વર્ગમાંથી આવતાં હતાં અને એ દિવસોમાં નર્સીંગના વ્યવસાય પ્રત્યે લોકોને ઓછું માન હતું. પરંતુ આ વ્યવસાય સાથે ફ્લોરેન્સના જોડાવાથી વિશ્વભરમાં આ વ્યવસાય પ્રત્યેનો લોકોનો અભિગમ બદલાઈ ગયો. તેઓ પોતાની ફરજ પ્રત્યે ખૂબ જ નિષ્ઠાવાન હતાં; અને બીમારોની સેવા અર્થે રાત્રે પણ અહીં તહીં દીવો હાથમાં લઈને ફરતાં હતાં. બીમાર વ્યક્તિઓએ તેમની સેવાઓથી ઉપકૃત થઈ તેમને ‘દીવા સાથેનાં દેવી‘ ના ઉપનામથી નવાજ્યાં. Continue reading →

