jump to navigation

મિચ્છામી દુક્કડમ્ September 3, 2008

Posted by vijayshah in : પ્રકીર્ણ, અન્ય બ્લોગ ઉપરથી ગમે , add a comment

mahavira_y.jpg 

भावना दिनरात मेरी सब सुखी संसार हो

सत्य संयम शील का व्यवहार वारंवार हो (१)

                                                     भावना दिनरात

धर्मके विस्तारसे संसारका उध्धार हो

पापका परिहार हो और पुण्यका संचार हो (२)

                                                     भावना दिनरात

ग्न्यानकी सदज्योतिसे अग्न्यानका नाश हो

धर्मके सदआचरन से शांतीका आवास हो (३)

                                                    भावना दिनरात 

शांती सुख आनंद का प्रत्येक घरमे वास हो

वीर वाणी पर सभी संसारका विश्वास हो (४)

                                                     भावना दिनरात

क्रोध जाय और शौक न होवे दुर न होये परमात्मा

ज्योतीसे परिपूर्ण होवे सब जगतकी आत्मा (५)

                                                   भावना दिनरात

On this auspicious occasion,

after the Paryushan and Samvatsari Pratikraman,

we wish you all Micchami Dukkadam!

We ask forgiveness for any harm we may have caused you,

by thoughts, words or actions,

knowingly or unknowingly.

6 weeks , 6 months, 6 years . . . August 23, 2008

Posted by vijayshah in : પ્રકીર્ણ, અન્ય બ્લોગ ઉપરથી ગમે , add a comment

वन्दे मातरम् ।। August 13, 2008

Posted by vijayshah in : પ્રકીર્ણ, અન્ય બ્લોગ ઉપરથી ગમે , add a comment

वन्दे मातरम्
सुजलां सुफलां मलयजशीतलाम्
शस्यशामलां मातरम् ।
शुभ्रज्योत्स्नापुलकितयामिनीं
फुल्लकुसुमितद्रुमदलशोभिनीं
सुहासिनीं सुमधुर भाषिणीं
सुखदां वरदां मातरम् ।। १ ।। वन्दे मातरम् । (more…)

અજાણ વિદ્યા - ધીરુ મોદી August 8, 2008

Posted by vijayshah in : અન્ય બ્લોગ ઉપરથી ગમે, કાવ્ય રસાસ્વાદ , add a comment

ફાનસ ફૂટી ગયું
ત્યાં સુધી
મને ખબર જ ન્હોતી
કે મારી અંદર
અંધારું નહીં
પણ પ્રકાશ ભરેલો હતો.

-ધીરુ મોદી

ગાગરમાં સાગર જેવું એક નાનકડું અર્થગહન અછાંદસ. છેલ્લે સુધી અંદરના પ્રકાશથી અનભિજ્ઞ રહેવાનો કોઈ શાપ છે કે શું આપણા સૌના માથે જેને પરિણામે આખું જીવન અંધકારની ગલીઓમાં ભટકતા રહેવામાં જ નીકળી જાય છે ?! જાતનું ફાનસ ફૂટતું નથી ત્યાં સુધી સતનો પ્રકાશ સમજાતો નથી.

Vivek Tailor

www.laystaro.com

વિવેકાનંદ ની કવિતા-સંશોધન: ગોપલ પારેખ July 23, 2008

Posted by vijayshah in : અન્ય બ્લોગ ઉપરથી ગમે , add a comment

આપણે બધાં બીજી બધીયે
ભાંગી નાખીએ મૂર્તિ
મારો ભગવાન એવો છે કે
એના હાથમાં સ્ફૂર્તિ.
આપણું શરીર એ એનું શરીર
આપણા પગ તે એના પગ
આપણી અંદર-બહાર વસે એ :
ચારે બાજુ એનું જગ
તમરાં, ભમરા, પતંગિયાં ને
એ જ આપણો પરમેશ્વર છે
નજીક  જુઓ કે દૂરથી
મારો ભગવાન એવો છે
કે એના હાથમાં સ્ફૂર્તિ. (more…)

‘Chalo Gujarat’ July 13, 2008

Posted by vijayshah in : અન્ય બ્લોગ ઉપરથી ગમે , add a comment

Hey Friends,
 
Check out the post on Urmi’s site and Please spread the word…
 
http://urmisaagar.com/saagar/?p=648
 
…and keep giving me the links of ‘Chalo Gujarat’ news if you know.
 
Regards,

માણસનાં કૌટુંબિક દુશ્મનો!- વલીભાઈ મુસા July 12, 2008

Posted by vijayshah in : અન્ય બ્લોગ ઉપરથી ગમે , add a comment

valibhai-musa.jpg

  આજે આ લેખ દ્વારા આપ સૌ વાંચકો સમક્ષ હું ઉપસ્થિત થાઉં છું.  લેખનું શીર્ષક નવાઈ પમાડનાર તથા આપણા કૌટુંબિક દુશ્મનો વિષે જાણવા માટેની જિજ્ઞાસા જગાડનાર લાગશે.  હું આગળ વધું તે પહેલાં, આપ સૌ વાંચકોને વિનંતિ કરીશ કે આપ સૌ હળવા મને આરામથી બેસીને આગળ વાંચવાનું શરૂ કરશો. અહીં જે દુશ્મનોની વાત કરવામાં આવનાર છે તેઓ બહારના નથી, પણ આપણાં જ સ્વજન કે જે એક જ છાપરા નીચે આપણી સાથે જ રહેતાં આપણાં જ કુટુંબીજન છે. આ શબ્દો મારા પોતાના નથી, પણ કોઈકે નોંધ્યું છે કે ” જ્યારે કોઈ પુત્ર પિતાને માન ન આપે, પુત્રી માતા સામે પોતાનું માથું ઊંચકે,  પુત્રવધુ પોતાની સાસુ સામે જીભાજોડી કરે,  ત્યારે એ બધાં આપણાં કૌટુંબિક દુશ્મનો બને છે.” અહીં હું એક વાત સ્પષ્ટ કરીશ કે માત્ર પુત્રવધૂઓ જ કૌટુંબિક અશાંતિ માટે હંમેશાં જવાબદાર નથી હોતી, સાસુ પણ તેટલી જ જવાબદાર હોય છે. સાસુ પણ વારંવાર ભૂલી જતી હોય છે કે કોઈક સમયે તે પોતે પણ કોઈકની પુત્રવધૂ હતી. એ જ પ્રમાણે પુત્રવધૂએ પણ હંમેશાં યાદ રાખવું જોઈએ કે પોતે પણ ભવિષ્યે સાસુ બનવાની છે. (more…)

ફાનસવાળાં સન્નારી -વલીભાઈ મુસા July 2, 2008

Posted by vijayshah in : અન્ય બ્લોગ ઉપરથી ગમે , add a comment

 

florence-nightingle.jpg

ફ્લોરેન્સ નાઈટીંગલનું નામ ખૂબ જ પ્રખ્યાત છે. તેઓ જન્મે ઈટાલિયન હતાં, પણ તેમનો ઉછેર અને અભ્યાસ ઈંગ્લેંડમાં થયાં. અંતરાત્માનો અવાજ સાંભળીને તેમણે બીમારોની સેવા માટે માતાપિતાની અનિચ્છાને અવગણીને પણ નર્સીંગના વ્યવસાયને અપનાવ્યો. તેઓ ઉચ્ચ વર્ગમાંથી આવતાં હતાં અને એ દિવસોમાં નર્સીંગના વ્યવસાય પ્રત્યે લોકોને ઓછું માન હતું. પરંતુ આ વ્યવસાય સાથે ફ્લોરેન્સના જોડાવાથી વિશ્વભરમાં આ વ્યવસાય પ્રત્યેનો લોકોનો અભિગમ બદલાઈ ગયો. તેઓ પોતાની ફરજ પ્રત્યે ખૂબ જ નિષ્ઠાવાન હતાં; અને બીમારોની સેવા અર્થે રાત્રે પણ અહીં તહીં દીવો હાથમાં લઈને ફરતાં હતાં. બીમાર વ્યક્તિઓએ તેમની સેવાઓથી ઉપકૃત થઈ તેમને દીવા સાથેનાં દેવીના ઉપનામથી નવાજ્યાં. (more…)

એ ઘડી-ભરત દેસાઈ…’સ્પંદન’ June 29, 2008

Posted by vijayshah in : અન્ય બ્લોગ ઉપરથી ગમે , 1 comment so far

એ  ઘડી ને થોભવાનુ  એ  જ તો  કારણ  હતુ

મન ભરી ને દેખવાનુ  એ  જ તો  કારણ  હતુ

પૂછશો  ના હાલ  મારા  શું  થયાતા  એ  પછી

છાશ  ને પણ  ફુંકવાનુ  એ જ તો  કારણ  હતુ

આમ  તો  ચાલીચઢી ને  એ કદી ના આવતા

તોરણો  ને બાંધવાનુ    એ  જ તો  કારણ હતુ

વાતમા ને વાત મા  વાતો બધી હું   કહી ગયો

બસ તને પણ જાણવાનુ   એ જ તો   કારણ હતુ (more…)

કાવ્ય રસાસ્વાદ June 20, 2008

Posted by vijayshah in : અન્ય બ્લોગ ઉપરથી ગમે, કાવ્ય રસાસ્વાદ , add a comment

મેં તો વેશ્યાના હાથને સીતાનું છૂદણું દીધું.
મેં તો તુલસીનું પાંદડું બીયરમાં નાખીને પીધું.

અનિલ જોશીની આ કવિતા મારી દ્ર્ષ્ટીએ અફલાતુન છે.. જે સ્ત્રીને સમાજ ધીક્કરે છે..( એની મજબુરીને સમજવાને બદલે.).”સમાજની નાતમાંથી બહાર તગડે છે ત્યારે કવિ ને દયા ઉપજે છે..સીતાની મજબુરી, ને સમાજની બહાર હઠાવી ..રાજ્ય-રાણી જંગલમાં જઈ વસે!! એ સ્ત્રીના છૂંદણા આપણે પારખી નથી શકતા.આ કવિ પારખી શક્યો છે.
તુલસી તો એક એવી પવિત્ર વસ્તું છે કે એ જ્યાં ભળે -મળે તે વસ્તું પણ અ પવિત્ર બની જાય! બિયર પણ દિયર બને! કવિ એ પણ કહેવા માંગતો હોય કે આંડબરીઓ ધર્મને નામે આવા ચેન -ચાળા ન કરે!!

વિશ્વદિપ બરાડ

“Happy Father’s Day” June 14, 2008

Posted by vijayshah in : અન્ય બ્લોગ ઉપરથી ગમે , 1 comment so far

fathersday_0941.jpg 

When I was:
4 years old: My daddy can do anything.
5 years old: My daddy knows a whole lot.
6 years old: My dad is smarter than your dad.
8 years old: My dad doesn’t know exactly everything.
10 years old: In the olden days, when my dad grew up, things were sure different.
12 years old: Oh, well, naturally, Dad doesn’t know anything about that. He is too old to remember his childhood.
14 years old: Don’t pay any attention to my dad. He is so old-fashioned.
21 years old: Him? My Lord, he’s hopelessly out of date.
25 years old: Dad knows about it, but then he should, because he has been around so long.
30 years old: Maybe we should ask Dad what he thinks. After all, he’s had a lot of experience.
35 years old: I’m not doing a single thing until I talk to Dad.
40 years old: I wonder how Dad would have handled it. He was so wise.
50 years old: I’d give anything if Dad were here now so I could talk this over with him. Too bad I didn’t appreciate how smart he was. I could have learned a lot from him.
Don’t let Father’s Day pass by without letting him know how special he is to you.“Happy Father’s Day

મધર્સ ડે May 11, 2008

Posted by vijayshah in : અન્ય બ્લોગ ઉપરથી ગમે , add a comment


(આમ તો વાત મેં મારી અને મારી મમ્મી ની કરી છે,પણ કદાચ એ બધી જ મા-દિકરી નાં સંબંધ ની વાત છે.આજ ના આ દિને,બધી જ મમ્મીઓ ને મારા જેવી બધી જ દિકરીઓ વતી આ લેખ અર્પણ કરું છું.)

મમ્મી,
Happy Mothers Day
આમ તો મારો હર દિન, હર ક્ષણ તારી જ છે, પણ તોય, ખાસ આજ નો દિવસ તો કેમ ભુલાય !અને એ પણ અહી તારા થી આટલે દુર,પરદેશ માં રહી ને!!

મમ્મી,તારી મમતા,નિઃસ્વાર્થ પ્રેમ આગળ તો આ શબ્દો વામણા અને મારી કલમ બુઠ્ઠી!મારી હર ક્ષણ ને તું કેટલાં આનંદ અને પ્રેમ થી સજાવતી રહી.ક્યારેક પ્રેમ થી તો ક્યારેક તારા સ્નેહાળ ગુસ્સાથી સમજાવતી રહી.તારા અમુલ્ય સંસ્કાર અને પ્રેમ ને તું હરપળ મારા માં સિંચતી રહી.મારા પર ભુલથી પણ આવી જતી એક હળવી આંચ ને લઈ ને તું ભગવાન થી યે રિસાતી રહી,ને સંજોગો થી લડતી રહી! એક માં થી વધી ને તું ક્યારેક મારી દોસ્ત બની છે,તો ક્યારેક મને જીવન નાં પાઠ શિખવવા એક કડવી શિક્ષિકા પણ બની છે.મને શિખવેલ હર ઉપદેશ,સંસ્કાર નું પોતે જ આચરણ કરી ને મારી આચાર્ય બની છે તું.હર પળ મને સાચો માર્ગ બતાવી મારી ગુરુ બની છે તું. ભગવાન કરતાં ય વધુ વિશ્વાસ તે મારી દરેક વાત માં મુક્યો છે. રસોડામાં રસોઈ શિખવતા કે વાત વાત માં જ જાણે તે મને સંસાર ની પી.એચ.ડી શિખવી દીધી.સહજ રીતે ન માનું એવી કેટલીયે વાતો તે મને તારા પ્રેમ નાં ઘુંટડે પિવડાવી. અહીં,તારા થી હજારો માઈલ દૂર છું,છતાંય ક્યારેક ઉદાસ હોઉં ને ત્યાં જ તારો ફોન આવે”બેટા,તું મજામાં છું ને!! તને કેવી રીતે ખબર પડી જતી હશે મમ્મી.!?તું સાચ્ચે જ અનન્ય છે મમ્મી.

તારા વિશે લખવામાં તો જો પૃથ્વી ને શાહી નુ પાત્ર અને આકાશ ને પત્ર બનાવું ને, તોય આસમાન ક્યાંય નાનું પડે!મમ્મી,તને હર ખુશી આપી શકું,એ માટે પ્રભુ મને સક્ષમ બનાવે.હર જન્મે તારો પ્રેમ પામી શકું,મને બસ તારી જ દિકરી બનાવે.તારી ખુશી ની હર પળ પ્રાર્થના કરું છું.માફ કરજે પ્રભુ,તમારા થી પહેલા વંદન તો હું મારી માં ને જ કરું છું.

તારી દિકરી.

http://dhwanijoshi.blogspot.com/2008/05/blog-post.html( લંડનથી ધ્વની જોશી નો આ લેખ મન ને સ્પર્શી ગયો સાથે એક વાત ઉમેરવી ગમે છે કે દિકરી હોય કે દિકરો મા તો બંને ને વહાલી હોય જ છે અને તેજ રીતે માને પણ બંને એટલા જ પ્રિય હોય છે.)

WHY MEN ARE NEVER DEPRESSED: email courtsey: Girish Desai April 23, 2008

Posted by vijayshah in : અન્ય બ્લોગ ઉપરથી ગમે , add a comment

  • Men Are Just Happier People-
  • What do you expect from such simple creatures?  
  • Your last name stays put.
  • The garage is all yours.
  • Wedding plans take care of themselves.
  • Chocolate is just another snack.
  • You can be President.
  • You can never be pregnant.
  • You can wear a white T-shirt to a water park.
  • You can wear NO shirt to a water park.
  • Car mechanics tell you the truth.
  • You never have to drive to another gas station restroom because this one is just too icky.
  • You don’t have to stop and think of which way to turn a nut on a bolt.
  • Same work, more pay.
  • Wrinkles add character.
  • Wedding dress costs $5000. Tux rental costs-$100.
  • People never stare at your chest when you’re talking to them.
  • New shoes don’t cut, blister, or mangle your feet.
  • One mood all the time.
  • Phone conversations are over in 30 seconds flat.
  • You know stuff about tanks..
  • A five-day vacation requires only one suitcase.
  • You can open all your own jars.
  • You get extra credit for the slightest act of thoughtfulness.
  • If someone forgets to invite you, he or she can still be your friend.
  • Your underwear is $8.95 for a three-pack.
  • Three pairs of shoes are more than enough.
  • You almost never have strap problems in public.
  • You are unable to see wrinkles in your clothes.
  • Everything on your face stays its original color.
  • The same hairstyle lasts for years, maybe decades.
  • You only have to shave your face and neck.
  • You can play with toys all your life.
  • One wallet and one pair of shoes one color for all seasons.
  • You can wear shorts no matter how your legs look.
  • You can ‘do’ your nails with a pocket knife.
  • You have freedom of choice concerning growing a moustache.
  • You can do Christmas shopping for 25 relatives on December 24 in 25 minutes.
  • No wonder men are happier.

Little hearts can -Email courtsey Vilas Bhonde April 21, 2008

Posted by vijayshah in : અન્ય બ્લોગ ઉપરથી ગમે , add a comment

little-heart.jpg

સુખને સમજવું અને માણવું કઈ રીતે?-જય ભટ્ટ March 29, 2008

Posted by vijayshah in : અન્ય બ્લોગ ઉપરથી ગમે , 1 comment so far

સુખના વિષય પર અત્યાર સુધીમાં ઘણું બધું લખાઈ ચૂક્યું છે.
થોડાંક પ્રશ્નો પૂછીને સુખના આ ગહન વિષયને હું આંતરિક રીતે સમજવાનો પ્રયત્ન કરૂં છું.

  • મારું કોઈ પણ કાર્ય મારાં સિવાય બીજાંને કંઈ ઊપયોગમાં આવ્યું કે નહિ?
  • મારી દરેક વ્યક્તિ સાથેની વાતચીતમાં મેં કેટલા ઊમળકા અને ઉત્સાહ સાથે વાત કરી? આ ઉત્સાહ કેટલો સાચો હતો? જ્યારે કોઈ પણ વ્યક્તિને મેં મદદ કરી એ કોઈ પણ અપેક્ષારહિત હતી?
  • ઈશ્વરને પાર્થના કરૂં છું ત્યારે એમાં કોઈ શરત કે અપેક્ષા છે?
  • નાનાં બાળકો સાથે રમું છું ત્યારે એમના જેટલી જ નિખાલસતા સાથે રમી શકું છું?
  • શું ‘ગુસ્સો’ શબ્દ મારી શબ્દપોથીમાં હજી પણ છે?
  • અત્યંત વિપરિત પરિસ્થિતિમાં શું હું સમતાપૂર્વક એનો સ્વીકાર કરી મારી દિવસભરની વિવિધ પ્રવૃત્તિઓ સહજ રીતે પાર પાડી શકું છું?
  • શું હું કોઈ પણ વજૂદ વગરના આક્ષેપોનો શાંતિથી જવાબ આપી શકું છું?
  • શું હું પક્ષીઓના મીઠાં કલરવમાં, સાગરના ઉછળતાં મોજામાં, મંદિરના ઘંટારવમાં કે પછી પાંદડાઓથી છવાયેલી કેડી પર ચાલતાં ચાલતાં થતાં ધ્વનિનાદને માણી શકું છું?
  • શું હું ફૂલોની સુવાસમાં, મૈત્રીની મહેકમાં, અને પૂનમની ચાંદનીમાં ઈશ્વરીય આનંદનો અનુભવ કરી શકું છું?
  • ટ્રેનમાં કે બસમાં મુસાફરી કરતી વખતે હું મારી સીટ પાસે ઊભી રહેલી કોઈ વૃદ્ધ વ્યક્તિને આપું છું ખરો?
  • ગમે એટલાં કામના બોજા વચ્ચે કશી પણ ફરિયાદ વગર હું મારાં કામો શાંતચિત્તે અને પૂરેપૂરા ખંતથી પાર પાડવાનો પ્રયત્ન કરૂં છું ખરો?

જયભાઈનાં આ પ્રશ્નોનાં જવાબો શોધતા મને મનમાંબીજા પ્રશ્નો ઉઠ્યા અને થયુ કે આ વિષયને વધુ આગળ વધારું..

  • શું હૂં સંતોષી છું?
  • શું મને બીન અપેક્ષીત રહેતા આવડે છે?
  • શું મને આજમાં રહેતા આવડે છે?
  • શું હું કાર્ય શરુ કરતા પહેલા તેમાથી થનારા લાભાલાભ વિશે વિચારીને કાર્યાન્વીત થઉં છું?
  • -વિજય શાહ

અવનવુ.. March 26, 2008

Posted by vijayshah in : અન્ય બ્લોગ ઉપરથી ગમે , add a comment

 AIR FORCE BONEYARD-

E mail Courtsey : Satish Parikh

 Of course the important thing to remember is that they are all capable of being returned to service if the need ever arises.
If you are ever in the Tucson area, the weekly tours  of the bone yard are still given through the Tucson  Air Museum , located just south of Davis Monthan AFB.  Even if you have seen this before, look again.  The 3rd   largest Air Force in the world is sitting on the ground  here.  It’s the only unit in the U.S. Air Force that actually  makes a profit.

Both the museum and the Bone Yard are very popular attractions in the Arizona desert. It is difficult to  comprehend the number of military aircraft in dead  storage until you see these photographs! (more…)

છૂટાછેડા - કાયદેસર,પણ અનિચ્છનીય-વલીભાઈ મુસા March 22, 2008

Posted by vijayshah in : અન્ય બ્લોગ ઉપરથી ગમે , add a comment

valibhai-musa.jpg 

છૂટાછેડા - કાયદેસર,પણ અનિચ્છનીય

          સર્જનહારે પોતાની ઇચ્છાનુસાર નિશ્ચિત કુટુંબમાં આપણો ફરજિયાત જન્મ આપીને તદનુસાર આપણને સગાંસંબંધીની એવી નવાજિશ કરી છે કે જેઓ આપણને કદાચ ગમે કે ન પણ ગમે ! પણ, આપણે તેનો એ બાબતમાં જરૂર આભાર માનવો જોઈએ કે તેણે મિત્રોની પસંદગી માટેની તક આપણા હવાલે કરી છે. પત્ની એ પણ મિત્ર સમાન જ છે અને જે કહો તે - તેની વરણી, પસંદગી, ગમાડવી કે ચાહવી - સઘળું આપણા ઉપર છોડ્યું છે. આ સ્વતંત્રતા પ્રેમલગ્ન કે ગોઠવણી વડે કરવામાં આવતાં લગ્ન એમ બંને પ્રકાર માટે લાગુ પડે છે. લગ્ન કે મિત્રાચારીની પસંદગીમાં આપણા ઉપર કોઈ પણ જાતની ફરજ લાદવામાં આવી નથી, કારણ કે પત્ની અને મિત્ર આપણા જન્મ પછી જ આપણા જીવનમાં પ્રવેશનાર વ્યક્તિઓ છે. બીજાં તમામ પ્રકારનાં સગાંસંબંધી જન્મગત હોઈ તેઓ જેવાં હોય કે હોઈ શકે, આપણે સ્વીકારી લીધા સિવાય કોઈ જ છૂટકો નથી પત્ની એ આપણી જીવનસંગિની અને અર્ધાંગિની હોઈ અંગ્રેજી ભાષામાં પણ Wife ઉપરાંત બીજો Better-half શબ્દ છે.  –>

પ્રમાણિકતા -વલીભાઈ મુસા

Posted by vijayshah in : અન્ય બ્લોગ ઉપરથી ગમે , add a comment

valibhai-musa.jpg
પ્રમાણિકતા

ચાણક્યે નોંધ્યું છે કે, “માણસે વધારે પડતા પ્રમાણિક ન થવું જોઈએ. સીધાં ઝાડ વહેલાં કપાય છે અને સીધા માણસોને પહેલા ભીંસવામાં આવતા હોય છે.” મારા આ લઘુ નિબંધની શરૂઆતમાં જ મારા વાંચકોને આ અવતરણ, શીર્ષકથી કંઈક અંશે વિપરીત વાંચીને આશ્ચર્ય થશે, પણ આપણે “વધારે પડતા” શબ્દો ઉપર ધ્યાન આપીશું તો સ્પષ્ટ થઈ જશે કે ચાણક્યે પ્રમાણિકતાના ગુણને સર્વથા નકારી કાઢ્યો નથી; પરંતુ ગુઢાર્થમાં પ્રમાણિક માણસોને માર્ગદર્શન આપ્યું છે અને ચેતવ્યા છે કે વધારે પડતી પ્રમાણિકતા દાખવતાં વિપરીત પરિણામ માટે તૈયાર રહેવું પડશે. પ્રમાણિકતાને લંબાઈ, વજન કે કદમાં માપી શકાય નહિ. બીજા શબ્દોમાં પ્રમાણિકતાને ગણતરી સ્વરૂપની વ્યાખ્યા આપી શકાય નહિ અને તેથી જ પ્રમાણિકતાને આટલા કે તેટલા પ્રમાણમાં ગણવાનો કોઈ જ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. આમ અહીં “વધારે પડતા” શબ્દો અર્થહીન બની જાય છે અને પ્રમાણિકતા એની જગ્યાએ કાયમ જ રહે છે કે જે માણસના ચારિત્ર્યઘડતરમાં ખૂબ જ મહત્વનું પરિબળ બની રહે છે. (more…)

મોતી જો પામવા હો તો દરિયામાં ‘મરીઝ’ March 9, 2008

Posted by vijayshah in : અન્ય બ્લોગ ઉપરથી ગમે , add a comment

400px-scuba_diver.jpg 

એક નેમ છે અને એને વિસરવાનું નહીં
બીજી ભણી માથાને વિહાવાનું નહીં
મોતી જો પામવા હો તો દરિયામાં ‘મરીઝ’
ડૂબકી જ મારવાની હો, પછી તરવાનું નહીં
‘મરીઝ’

courtsey: www.tahuko.com

કેવી સુંદર વાત!

કોઈપણ લક્ષ્ય્ ઉપર પહોંચવુ હોય તો આડા અવળા વિચારોને તાબે થયા વિના એક જ ધ્યેયે એક નિશાને ચાલે તેને સિધ્ધિ મલે મળે અને મળે જ… પુરાણોમાં અર્જુનને જ્યારે ફક્ત ડાબી આંખ જ દેખાઈ તો તેનો લક્ષ્ય વેધ સફળ થયો તેજ વાત કવિ એ મરજીવાનાં રુપક થી અત્રે સિધ્ધ કરી.. મોતી પામવા હો તો ડુબકી મારવી જ પડે.. પછી સાપ કે શાર્ક આવશે તો ખાઈ જશે.. કે તળિયે પહોંચતા પહેલા શ્વાસ ખુટી જશે તો મરી જવાશે એવા ભયોથી કિનારે રહી જનાર મોતી કદી પામતા નથી..ધ્યેય સંધાન માટે “એક નેમ છે તેને વિસરવાનુ નહીં” અને તે નેમ જો મોતી પામવાની હોય “તો ડૂબકી જ મારવાની પછી તરવાનુ નહીં” કદાચ આવુ જ બીજુ સુંદર પદ ” કરતા જાળ કરોળીયો ભોંય પડી પછડાય” આપને યાદ હશે જ્…

ત્સુનામી ક્ષણ પહેલા March 6, 2008

Posted by vijayshah in : અન્ય બ્લોગ ઉપરથી ગમે , 1 comment so far

ત્સુનામી ક્ષણ પહેલાઆ ચિત્ર લેનાર કદાચ હયાત ન હોય
કે આ ચિત્ર કોમ્પ્યુટરની ઉપજ પણ હોય
પણ એક વસ્તુ જરૂર કહી જાય છે કે માણસ હજી.. પાંગળો છે
તે બણગા ભલે ફુંકે કે તે સર્વ શ્રેષ્ઠ છે
પણ ના હજી તેની ઉપર પણ કોઈક છે
જે જ્યારે ધારે ત્યારે તેને સીધો કરી શકે..
હરિકેન, ત્સુનામી , ધરતીકંપ, શીત પ્રપાત,વીજ પ્રપાત્,
દાવાનળ અને જ્વાળામુખી જેવી કેટલીય સત્તઓનો ધણી તે છે
જેને કદીક પ્રભુ, નસીબ કે પરમ તત્વ કહી માનવ નમે છે

Email Picture Courtsey : Vinod R Patel

જ્યારે તારા નયનથી નયન ટકરાય છે-ભરત દેસાઈ ‘સ્પંદન્’ February 28, 2008

Posted by vijayshah in : અન્ય બ્લોગ ઉપરથી ગમે , add a comment

jyaare1.jpg 

જ્યારે તારા નયનથી નયન ટ્કરાય છે
શાંત પડેલી લાગણીઓ ઉભરાય છે
                                જ્યારે તારા

લેણ દેણ નથી શબ્દોની આપલે પરંતુ
ઓળખ વર્ષોની હોય તેમ વર્તાય છે
 વર્કાં ચુકા પથરીલા એ પહાડ પર્
એક પગદંડી લીલીછમ દેખાય છે
                            જ્યારે તારા

રાત જાગ્યા સપના સઘળાયે મારા
મહેલ મીનારા તાજ્ ખુલ્લી આંખે ચણાય છે
 આમ મોટેથી સાદ દઈશ ના તું મને
ખાલી મારા ઘરમાં એ પડઘાય છે
                             જ્યારે તારા

સાવ નગ્ન સત્ય હકીકત “સ્પદંન”
ગઝલો આવી રીતે જ લખાય છે

Unity in diversity - E mail Courtsey: Dr Mayur J Kapadia February 5, 2008

Posted by vijayshah in : અન્ય બ્લોગ ઉપરથી ગમે , 2 comments

proud-to-be-indian.jpg

सारे जहांसे अच्छा हिंदोस्तां हमारा

Proud to be Indian …..

રૂપિયે કિલો-હેમંત પુણેકર January 29, 2008

Posted by vijayshah in : અન્ય બ્લોગ ઉપરથી ગમે, કાવ્ય રસાસ્વાદ , 1 comment so far

રૂપિયે કિલો

હું પણ હોત એક અબજોપતિ
જો વેચાઈ જાત
આ સ્વપ્નોનો ભંગાર
રૂપિયે કિલો

-હેમંત પુણેકર

http://hemkavyo.wordpress.com/2007/05/20/rupiye_kilo/ 

કવિની નજર ક્યાંથી ક્યાં પહોંચે છે?
ક્ષણ ભંગુર સ્વપ્નાઓનો વેપાર કરી અબજો પતિ બનવુ છે.
અને અબજો પતિઓ કોઇક નવુ સ્વપ્નુ શોધવા ‘બ્રૈન સ્ટોર્મીંગ સેશન’ કરી અબજો પતિ માંથી કરોડ પતિ બનતા હોય છે.
આ અબજો પતિમાંથી કરોડપતિ બનવાની ચાવી શું છે તે ખબર છે?
અમેરીકાનાં મનો વૈજ્ઞાનિકો કહે છે મનમાં શાંતિ આવે ત્યારે જે સુખ આવે છે તે કરોડો કે અબજોમાં નથી.
આવો શાંતિનો નોબલ પ્રાઈઝ જીતી શકાય તેવો ઉપાય શબ્દ ‘દાદા’ તરીકે આપણા ભૂતપુર્વ પ્રમુખ શ્રી અબ્દુલ કલામ આઝાદે આપ્યો હતો..દા એટલે આપવુ.
તારી પાસે જે  હોય તે તુ આપ અને વારંવાર આપ તો ત્યાગ લાવશે ખુશી.. જે લાવ લાવ કરતા લેનારા લોકોને ભાવ લાવે અને આપનારનો ભાર ઘટાડે..
જેનો ભાર ઘટ્યો તેનુ ઉર્ધ્વગમન નિશ્ચીંત થઈ જાય.
આપણને ખબર છે સ્વર્ગ ઉપર છે.

Invisible email message: Email courtsey Gopal Parikh January 14, 2008

Posted by vijayshah in : અન્ય બ્લોગ ઉપરથી ગમે , 1 comment so far

This is pretty unique - don’t ask me how they do it.

Place your mouse on the E below
, click and drag to the U.

E
ven though you can’t see Him, GOD i s there for yo U

Liked it?
Spread the word... 

વિચાર વિસ્તાર January 12, 2008

Posted by vijayshah in : વિચાર વિસ્તાર્, અન્ય બ્લોગ ઉપરથી ગમે, વિજય શાહ , 1 comment so far

આંગળીથી સ્પર્શ સૌ છેટા પડે,
રક્ત જ્યારે અર્થના વેઢા ગણે.

-વિવેક મનહર ટેલર

ડો વિવેક ૧૯૯૫નાં કોઇક કઠીન તબક્કામાં સાવ સીધા શબ્દોમાં અર્થ અને રક્તનાં તાણા વાણાની વાત કહી ગયા.. .પૈસા આપીને સગાનું સગપણ ખોયુ, કદાચ તે પહેલો અને સ્થુળ અર્થ પહેલી નજરે દેખાય પણ કોઇકે સાચુ જ કહ્યુ છે.

“શુન્ય વધ્યા અને વધ્યા અંતરાળ..”

જુઓ કરોડપતિઓને તેઓને ત્યાં જેમ પૈસા વધે તેમ તાળા વધે.. આ તાળા શાનુ પ્રતિક છે? અવિશ્વાસનું કે સુરક્ષાનુ?
 જો સામાન્ય જનસમાજ કરતા ઓછો પૈસો હોય તો પણ દુઃખ અને વધાર પૈસો હોય તો પણ દુઃખ્..જેમ પૈસો વધે તેમ તેને ખોવાનો ભય પણ વધે અને તેથી જ તો સુખી માણસની વ્યાખ્યા કોઇકને પુછી તો કહ્યું

“સુખી તે જ જેની પાસે કોઇ ચાવી ન હોય્..”

પરંતુ વેદના ત્યારે વધુ થાય જ્યારે રક્તનો સંબંધ લક્ષ્મી પાસે પાતળો પડે.. અને તે અર્થ સાચા સ્વરુપે વ્યાજ અને વટાવના વેઢા ગણે. છુટા છેડા તેનુ વિકૃત સ્વરુપ્ અર્થના કારણે પકડે કે ઓછી નાણાકીય સંપતિ ને કારણે વૃધ્ધ મા બાપ છોકરાને ત્યાંથી ઘરડા ઘરે ઠેલાય કે ભાઈ ભાઈથી કૌટુંબીક હક્કો ઓળવાય કે દિકરી સાસરેથી પાછી હડસેલાય….

બહુ દુઃખ સાથે કહેવુ પડે છે કે

લોહીનાં સબંધો ફક્ત આપત્તિના સમયે જ ઉછાળો મારે
પણ અર્થનાં સબંધો કાયમ એક યા બીજા પ્રકારે ઉછળે

૩૦મી લગ્નતિથિ December 13, 2007

Posted by vijayshah in : અન્ય બ્લોગ ઉપરથી ગમે, તમે અને મારું મન , add a comment

cawz32uq.jpg
www.humanrevolution.wordpress.com

ભલે હું લાંબો-ટૂંકો થાઉં કે કદી અલોપ પણ,
છું તારી છાયા ને તારી જ સાથે જીવવાનું છે.

- ડો.વિવેક મનહર ટેલર

આજે ૩૦મી લગ્નતિથિ છે અને આવો સુંદર શેર સખીને કહેવા મળી જાય તે કેવો સુખદ યોગ કેમ ખરુને?

વર્ષમાં આજનો જ એક દિવસ છે જેમા ક્યારેક જો ગુસ્સો હોય તો આ દિવસ જિઁદગીમાં કેમ આવ્યો? તુ મળી ( કે મળ્યો) અને મારો જન્મારો છુટી પડ્યો જેવા કટુ વચનોથી સવાર પડે.અને જો સારો દિવસ હોય તો..સાત ભવ મને મળજે( કે મળજો) ને હું તો દુનિયામાં સૌથી સુખી તને (કે તમને) પામીને વાળા ભાવભર્યા ગીતોનાં સૂરો નીકળે..બસ આવા જ ભાવો ભરીને આજે આ શેર સંભળાવ દીધો અને સવાર સુધરી ગઈ..(ફુલો પણ સાથે હતા તેથી સાંજ સુધીની હસતી સખીને માણવાની મઝા પણ હતી..)

પછી …થઈ તડ ફડ (જે સાવ સહજ છે… )અને મને સુજ્યું

man-banne-radataa.jpg

તેંતો કહી દીધું નથી જોઈતો તું મને,
મને પણ ખબર નથી જોઈતો હું મને

કહીશ છતા તારા નયનો કહે શું મને
કે તારા વિના રહી ન શકુ સમજ જરા,

ખબર છે એટલી આ પ્રેમ જીવાડે અમને
તેથી જ ગમે તે કોઈ કહે, મન બંને રડે

સવારે હસતા બપોરે રિસાતા અને રાત્રે ઉદ્વિગ્ન મને બંને સુતા..

ફરી ડો વિવેક ટેલરનો છેલ્લો શેર કામમાં આવ્યો

સવારે રોજ વાસ્તવિક્તા ચીરશે ફૂટપાથને,
ને રાતે એક સપનું પી ફરી ઊંઘી જવાનું છે.

courtsey : www.vmtailor.com

વિચાર વિસ્તાર November 17, 2007

Posted by vijayshah in : વિચાર વિસ્તાર્, અન્ય બ્લોગ ઉપરથી ગમે , add a comment

તજી દીધો મે મારો ક્ષુદ્ર અહમ
મને મળ્યો અગાધ આતમ દરિયો.

અતુલ જાની “આગન્તુક” નો આ વિચાર મન ને ઝણઝણાવી ગયો. કેટલી સાચી વાત છે..રાજા ભરત અને બાહુબલીનાં ભીષણ સંગ્રામ પછી પંચમુષ્ટી લોચ કરી ધર્મ માર્ગે કઠોર તપશ્ચર્યા કરતા મુની બાહુબલી ને આ અહમ તો નડતો હતો. બહેનો બ્રાહ્મી અને સુંદરીએ પ્રાર્થના કરીકે વીરા મોરા ગજ થકી ઉતરો એ વિચાર સ્વિકારનાં પગલે કૈવલ જ્ઞાન પ્રાપ્ત થયુ.. રાજા રાવણ પણ આવુજ અભિમાનનું બીજુ પ્રતિક છે જીણે મૃત્યુ ગળે લગાવ્યુ પણ અભિમાન ન છોડ્યુ. માન અને અભિમાન સત્યને વિકૃત બનાવીને જુએ છે..ક્ષુદ્ર જો બની શકે તો જ અહમ ઓગળી શકે. તેને ઓગાળવા માટે તો ઋષી મુની તપશ્ચર્યાનો કઠીન માર્ગ પકડે છે…પણ અહમને નાનો કરવાનો સરળ રસ્તો છે પોતાની દોરેલી લીટી નાની કરવાનો. જે દ્રષ્ટી બદલવાથી તરત થતો હોય છે.

કિરીટ ભક્ત કહે છે કોઇકે કોઇક કબ્રસ્તાનમાં લખ્યુ હતુ કે
“અહીં એવા લોકો પણ સુતા છે જે માનતા હતા કે તેમના વિના દુનિયા ચાલશે નહીં”
સત્ય એ છે કે તે તો જતા રહ્યા અને દુનિયા હજી ચાલે છે.

પાણો અને પરમેશ્વર- પ્રવીણચંદ્ર કે શાહ October 29, 2007

Posted by vijayshah in : વિચાર વિસ્તાર્, અન્ય બ્લોગ ઉપરથી ગમે, વિજય શાહ , 1 comment so far

હું શિખ્યો છું આ પથ્થર પાસથી;
કેમ બની શકાય પરમેશ્વર !
ને મળી શિક્ષા પરમેશ્વર પાસથી;
પુજાવા થવું પડે છે પથ્થર !

મુર્તિ પૂજાની વાતો કરતા લગભગ્ સમગ્ર ધર્મનાં મોવડીને સીધી સાદી ભાષામાં સમજાવતી બે પંક્તિને આગળ વધારવી હોય તો એવુ કહેવાય..કે પુજાવાનું રહેવાદો પણ પૂજનીય થવા તેઓ એ જે કર્યુ તેવુ કરવા સક્રિય થાઓ..કૃષ્ણે તે સમયનું શ્રેષ્ઠ કામ કર્યુ..મિત્ર અને પરમ સખા અર્જુન ને કર્મ જ્ઞાન દીધું..રામે પોતાના વર્તન દ્વારા રામ રાજ્યની કલ્પના સાકાર કરી. શિવ શંભુએ હળાહળ ઝેર પીધુ..આજના જમાનાની વાત કરીયે તો ગાંધીએ સ્વરાજ્યની કલ્પના મૂર્તિમંત કરી. ડો અબ્દુલ કલામ આઝાદે સુઘડ જીવન અને ઉચ્ચ વિચારોમો દાખલો સ્થાપ્યો. મધર ટેરેસાએ ગરીબોની આજીવન સેવા કરી. રાજનીતિજ્ઞ અલ ગોર પરિ આવરણ સમસ્યાથી જેટલા પ્રખ્યાત થયા તેટલા તેમની રાજ્કીય કારકીર્દીથી નહોંતા થયા

કામ કરનારા ગરજતા નથી અને જે ગરજે છે તે કામ કરતા નથી.