અન્ય શક્યતાઓ

આ ચિત્ર જ્યારે પહેલા મે જોયું ત્યારે હા આપ સૌની જેમ જ મને પણ રણમાં ઉંટો દેખાતા હતા. આ ચિત્ર બતાવનારા ડો. લુલ્લા કહે નજરનો ભેદ આજ છે..જે દેખાય છે તે હોતુ નથી અને જે નથી દેખાતુ તે શોધવા મથવુ પડે છે. આ ચિત્ર રણમાં ઉપરથી લીધેલું છે પરંતુ તે વખતે ઢળતો સુર્ય તે દરેક ઉંટોનાં પડછાયાને હુબહુ રજુ કરે છે. જે ચકતી સફેદ રેખાઓ છે તે ઉંટ છે અને જે ઉંટ દેખાય છે તે પડછાયા છે.

સંસારમાં આ દ્રષ્ટી કેળવવા બહુ જ ઝઝુમવુ પડે છે કારણ કે જે પડછાયા છે તેને પોતાના માની આપણે જિંદગી તો વિતાવી જઈએ છે પણ જે હીતકર છે જે સત્ય છે તેને બહુધા જોતા નથી. અને પછી ખોટા પડ્યાના અફસોસો સાથે મૃત્યુને વરીયે છે અથવા એમ કહું કે જન્માંતરના ફેરામાં ફરીયે છે તો ખોટુ નહી કહેવાય્ એક ઘટના જે દેખાય છે તે સાચી હોય અને ન પણ હોય તે વાત જન્મે તો તેને વાત ખોટી નીકળે તો આંચકો નથી લાગતો. આ અન્ય શક્યતાઓને સ્વિકારવાનુ નામ જ જ્ઞાન અને જે જ્ઞાની તે અનપેક્ષીત રહી આત્મ તત્વ તરફ વળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *