આજની વાત (૪) March 31, 2012 આજની વાત જે જે આજે બની રહ્યું છે તે ગઇ કાલે વિચારેલ ઘટના કે સ્વપ્ન છે આજે તો તે સત્ય થઇને ઘટી રહ્યું છે તો આપણે તે માનવું જ રહ્યું કે તે સારું જ છે અને જો તે બીન અનુકૂળ છે તો તે આપણી ક્ષતિ છે આપણે તે ક્ષતિ સુધારી તો નહીં શકીયે પણ આજથી એવું જ વિચારીયે કે સ્વપ્નો સેવીયે કે કાલે આઅપણ ને અનુકૂળ સર્વ મળે કારણ કે વિચાર અને સ્વપ્ન એ બે જ તો માધ્યમ છે જગ નિયંતાને આપણા સ્વપ્નોથી વાકેફ કરવાના.. અને પિતા જેમ સંતાનની કાલી કાલી ભાષા સાંભળે.. સમજે .. માણે અને સ્વિકારીને તમને યોગ્ય સર્વ આપે ..બની રહેલ ઘટનાની જેમ… વિજય શાહ છબીઃ દિલીપ ગજજર