ગુજરાતી સાહિત્ય સરિતા તેના પાંચ વર્ષ પુરા કરે છે ત્યારે… August 21, 2006
Posted by vijay in : સાહિત્ય જગત , add a comment
ગુર્જરી ગિરા August 16, 2006
Posted by vijay in : કાવ્ય રસાસ્વાદ , add a commentwww.readgujarati.com
ગુર્જરી ગિરા
જે જન્મતાં આશિષ ‘હેમચન્દ્ર’ની
પામી, વિરાગી જિન સાધુઓ તણી,
જેને તપસ્યા ગળથૂથીમાં મળી,
રસપ્રભા ‘ભાલણ’ થી લહી જે,
નાચી અભંગે ‘નરસિંહ’- ‘મીરાં’,
‘અખા’ તણે નાદ ચડી ઉમંગે,
આયુષ્મતી લાડકી ‘પ્રેમભટ્ટ’ની ,
દ્રઢાયુ ‘ગોવર્ધન’થી બની જે,
અર્ચેલ ‘કાન્તે’ ‘દલપત્તપુત્રે’ ,
તે ગુર્જરી ધન્ય બની ઋતંભરા,
‘ગાંધી’ મુખે વિશ્વ માંગલ્ય ધાત્રી.
- ઉમાશંકર જોશી
સન્માન – પ્રદીપ બ્રહ્મભટ્ટ August 13, 2006
Posted by vijay in : કાવ્ય રસાસ્વાદ , add a commentમાગે એ ન મળતું કદીયે, ભલેને જીવન આખું પુરું થાય
મળતું એને શોભે જેને, વર્તનથી ઉજવળ જીવન બનતું જાય
માનવી માગે ભેખ ભલેને, મળતી ન એને જીવન એળે જાય
કર્મ ભલે પરદુ:ખે કરતો, નીશદીન પરસેવે છોને ન્હાય.
એક તણખલું સ્નેહથી આપે જીવન આખું એ તરી જાય
એના મનડાં હરખી હરખી જાય, એને હૈયે હરખ હરખના માય….માગે એ ન….
સજ્જનતાના સોપાન ચઢે જે, મળતા માનને રોકી જગમાં
સ્નેહતણા આઈને આવી, તનડાં સ્વચ્છ થતાં એ નીરખે
ગુર્જર સુણી પોકાર કરે એ જાણે દેહમાં જીવ વસે.
પરમાત્માનો પોકાર સુણે જે સન્માન સાચું જગમાં પામે તે….માગે એ ન….
માનવ મનને સંતાપ થતો મેળવી સંતોષ કરેલા કર્મ નો
પ્રદીપ મનમાં મુંઝાય આજે, પર ઉપકારને હું વળગી રહું
સંસાર વિંટમણામાં હું વિટાતોં બની તણખલું હું પડું.
બનુ સહારો જ્યારે કોઈનો સન્માન સાર્થક પામુ હું ….માગે એ ન….
સારુ નરસું ભલે જગતમાં માનવી વચ્ચે ફર્યા કરે
કર્મ તણા આ અતુટ બંધને સૃષ્ટિ આખી સર્જાયા કરે
કેવી આ કુદરતની લીલા માનવ જન્મો ધર્યા કરે
સૃષ્ટિનો સંહાર થતાં અવતાર પરમાત્મા ધારણ કરે. ….માગે એ ન….
ભલે આ માયા જગમાં ફર્યા કરે. કુદરત લીલા કર્યા કરે
માનવ મનડાં શરણું શોધે જીવન પુષ્પ તણું છે દીસે
ચોમેર સુવાસ પ્રસરી રહે, મહેંકી રહે જીવન સારું
ધન્ય જીવન બની રહે, સાર્થક માનવદેહે છે સન્માન મળે….માગે એ ન….
નિર્મળ જળમાં તરંગ દીસે જીવન ઊજવળ તેવું છે દીસે
કર્મતણા વ્યવહારમાં સંગે પરમાત્માનો સહવાસ મળે
માનવ એવા સંગને શોધે માન મોભો જેને છે શોભે
આત્માના ઉદગારને પામી, ઉજવળ જીવન કરવાને તરસે….માગે એ ન….
http://rdgujarati.wordpress.com/2006/08/13/kaavya-sanchary3/
