વિજયનું ચિંતન જગત

|

વેબ ઉપર ફરતા અને લખતા ગમેલા ગુજરાતી સાહિત્યની રોજનીશી

Archive for the ‘સાહિત્ય જગત’ Category

સંત શ્રી મોરારી બાપુ નાં હસ્તે નિવૃત્ત જીવન જીવવાની માર્ગદર્શિકા “નિવૃત્તિની પ્રવૃતિ”નું વિમોચન થયું.

Tuesday, July 13th, 2010

 

</strong

 છબી સૌજન્યઃ મોના નાયક “ઉર્મી” 

(તસ્વીરમાં શ્રી  અંકીત ત્રિવેદી પુસ્તક પરિચય આપે છે અને બાપુ પુસ્તક વિમોચન કરી રહેલ છે. શ્રી રામ ગઢવી, ચંદ્રકાંત શાહ, વિજય શાહ અને હરિકૃષ્ણ મજમુદાર પુસ્તક વિમોચન નિહાળી રહ્યા છે)

ગુજરાતી લીટરરી અકાદમી  ઓફ  નોર્થ અમેરીકા દ્વારા યોજાયેલ સ્વર્ણીમ ગુજરાત ઉત્સવ ની વિદેશ યાત્રા ના  અન્વયે ઉજ્વાતા સાહિત્ય સત્સંગ અને રામ કથામાં સંત શ્રી મોરારી બાપુ નાં હસ્તે તા.૭/૭/૨૦૧૦ ના રોજ નિવૃત્ત જીવન જીવવાની માર્ગદર્શિકા “નિવૃત્તિની પ્રવૃતિ”નું વિમોચન થયું.

લગભગ ૨૦૦૦થી વધુ શ્રોતાજનોને સંબોધતા  શ્રી અંકીત ત્રિવેદીએ પુસ્તકનો અલ્પ પરિચય આપી ૯૧ વર્ષના કેલીફોર્નીયા થી પધારેલ શ્રી હરીક્રિષ્ણ મજમુદાર અને હ્યુસ્ટનથી પધારેલ શ્રી વિજય શાહ નો પરિચય આપ્યો.  

ગુજરાતી લીટરરી અકાદમી ના પ્રમુખ શ્રી રામ ગઢવી અને ઉપપ્રમુખ શ્રી ચંદુકાંત શાહ માનપુર્વક બંને અતિથિઓને બાપુ પાસે લઇ જઈ બાપુ દ્વારા થતા આ વિમોચનને સહાયભુત થયા. સાંજે સંપૂર્ણ મૌન સેવતા બાપુએ પુસ્તક વિમોચન કરી  પુસ્તક સમગ્ર જન સમુદાયને બતાવ્યુ.

અમેરિકાનાં ઓથર હાઉસ દ્વારા પ્રસિધ્ધ થયેલુ આ પ્રથમ ગુજરાતી પુસ્તક છે જેમાં નિવૃત જીવનને પ્રવૃતિમય બનાવવાના વ્યવહારીક અને પ્રેરક કીમિયા છે. આકર્ષક કવરમાં બહુરંગી તસ્વીરો સાથે મોટા ટાઇપમાં એસીડ ફ્રી કાગળ પર છપાયેલુ પુસ્તક ભેટ આપવા માટે ઉત્તમ છે. ૧૮૪ પાના અને ૮ X  ૮ ની સાઇઝમાં છપાયેલ આ પુસ્તક દરેક પુસ્તક વેચતી વેબ સાઈટ જેવી કે એમેઝોન અને બાર્ન્સ એન્ડ નોબલ પર પ્રાપ્ય છે. વિશ્વભરમાં આ પુસ્તકનું વિતરણ ઓથર હાઉસ.કોમ દ્વારા થાય છે. તેમનો સંપર્ક નં ૧-૮૮૮-૨૮૦-૭૭૧૫ એક્ષ્ટેન્શન ૫૦૨૨ છે. 

પુસ્તક્ની વધુ વિગતો માટે વાંચો ગિરીશ પરીખનો લેખ “દરેકે વાંચન, ચિંતન અને આચરણ કરવા જેવું રસમય પુસ્તક”

દરેકે વાંચન

રેડીઓ “સુર સંવાદ” -સીડનીમા “નિવૃત્તિની પ્રવૃતિ” પુસ્તક વિશે વાર્તાલાપ

Sunday, July 4th, 2010

 

ટેક્નોલોજી એ વિશ્વને સાવ નાનુ બનાવ્યુ છે તેનો પ્રત્યક્ષ ઉદાહરણ છે રેડિઓ “સુર સંવાદ” -સીડની પર “નિવૃત્તિની પ્રવૃતિ” પુસ્તક વિશે વાર્તાલાપ.

આરાધના બહેન સીડનીમાં (ઓસ્ટ્રેલીયા), હું હ્યુસ્ટન (યુ. એસ.એ.) અને હરિક્રિષ્ણભાઇ પાલો અલ્ટોમાં (યુ.એસ.એ.) અને સર્જાય છે ટેલીફોનીક વાર્તાલાપ “નિવૃત્તિની પ્રવૃત્તિ” પુસ્તક ઉપર.

તો સાંભળો આ તક્નીકી ચમત્કાર કે જ્યાં કોઈ પ્લેનમાં બેઠુ નથી અને ચાલ્યુ છે તક્નીકી જહાજ.

આ કાર્યક્રમ ૪ થી જુલાઇ એ ૩ થી ૪ ની વચ્ચે પ્રસારીત થયેલો આ વાર્તાલાપનું બ્રોડકાસ્ટીંગ સ્પષ્ટ અને સુંદર હતુ.

આપ આ લીંક ક્લીક કરશો અને તે સાંભળી શકશો રેડિઓ “સુર સંવાદ” -સીડનીમાં “નિવૃત્તિની પ્રવૃતિ”  પુસ્તક વિશે વાર્તાલાપ.

(આ પુસ્તક દરેક પુસ્તક  વેબ સાઈટ જેવીકે એમેઝોન, બર્ન્સ અને નોબ્લ્સ પરથી ખરીદી શકાય છે. સૌથી કિફાયતી ભાવ ઓથર હાઉસ ની વેબ સાઈટ ઉપર છે તેમનો સંપર્ક નંબર છે 1-888-280-7715 Ext 5022)

Speakbidas -Interview

Wednesday, June 30th, 2010


 

http://www.youtube.com/watch?v=qEguFN79c4Q

http://www.youtube.com/watch?v=cKvZc_lvpH0

http://www.youtube.com/watch?v=sYC8XoStZXE

મા બાપને ભુલશો નહીં -ઇ મેલ પ્રફુલ્લ કક્કડ

Tuesday, September 29th, 2009

 

http://www.youtube.com/watch?v=-TRVsFS4geI&feature=related

http://www.youtube.com/watch?v=n_FDqY5zYJc&NR=1

આ રજુઆતને સાંભળ્યા અને જોયા પછી જો આંખ ન ભીંજાય તો તેનો જન્મારો નિષ્ફળ જ ગયો તેમ જ સમજવું

આપણે ગુજરાતીઓ ….. કેતન સુગંધ નો ઇ મેલ

Tuesday, July 21st, 2009

હોટેલમાં કોઈ ચા મંગાવે અને ચામાં માખી પડે તો શું થાય…. ?

(1) ચોખ્ખાઈનો આગ્રહી બ્રિટિશર ચા પીધા વગર ભરેલો કપ તરછોડીને જતો રહે.

(2) ‘કેર-ફ્રી’ સ્વભાવવાળો અમેરિકન ચામાંથી માખી કાઢી ચા પી જાય.

(3) ‘ચાલુ’ સ્વભાવવાળો ઓસ્ટ્રેલિયન ચા ઢોળી કપ લઈને જતો રહે.

(4) ‘ચિત્ર-વિચિત્ર’ ખાનારો ચીનો માખી ઊપાડીને ખાઈ જાય.

આ સમયે એક ‘મહાન વ્યક્તિ’ ત્યાં હાજર હોય તો એ શું કરે ખબર છે? એ ‘મહાન’ વ્યક્તિ બ્રિટિશર પાસેથી તરછોડેલી ચાના પૈસા લે. એણે તરછોડેલી ચા અમેરિકનને વેચી દે, કપ ઓસ્ટ્રેલિયનને વેચી અને અને માખી ચીનાને વેચી દે! બધાના પૈસા ખિસ્સામાં મૂકી ઘર ભેગો થઈ જાય. આ સોલિડ ગણતરીબાજ મહાન વ્યક્તિ એટલે કોણ ખબર છે ? આ અદ્દભુત, જોરદાર મહાનુભાવ એટલે ‘ગુજરાતી’ !આખી દુનિયામાં ‘વર્લ્ડ બેસ્ટ વેપારી’નો જેને એવોર્ડ મળેલો છે, તે છે – હું, તમે અને આપણે બધા – ‘ગુજરાતીઓ’, પણ આપણે માત્ર વેપારી જ નથી, વેપારીથી પણ વિશેષ છીએ. આપણો સ્વભાવ, આપણી આદતો, આપણી ખાસિયતો આપણને બીજાથી નોખાં અને જુદાં બનાવે છે. તો ચાલો આપણે ગુજરાતીઓ કેવા છીએ એની ચર્ચા આજે એરણ ઉપર ચઢાવીએ. (more…)

એક જ દે ચિનગારી, મહાનલ! – હરિહર ભટ્ટ

Saturday, March 21st, 2009

 

એક જ દે ચિનગારી, મહાનલ !
એક જ દે ચિનગારી.

ચકમક લોઢું ઘસતાં ઘસતાં ખરચી જિંદગી સારી
જામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી
મહાનલ… એક દે ચિનગારી… 

ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભઅટારી
ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી
મહાનલ… એક દે ચિનગારી… 

ઠંડીમાં મુજ કાયા થથરે, ખૂટી ધીરજ મારી
વિશ્વાનલ ! હું અધિક ન માગું, માગું એક ચિનગારી
મહાનલ… એક દે ચિનગારી…

 

  એક  જ દે ચિનગારીનું સર્જન -સુધાકર હરિહર ભટ્ટ.   

ગુજરાતની લગભગ દરેક શાળામાં દરેક વિદ્યાર્થીએ અને દરેક વિદ્યાર્થીનીએ કેટલાય દાયકાઓથી ‘એક જ દે ચિનગારી’ થી પ્રાર્થના કરી છે અને આજે પણ કદાચ કરે છે. ‘એક જ દે ચિનગારી’નું સર્જન એક અલૌકિક વાતાવરણમાં થયું તેના સર્જનની પાર્શ્વભૂમિકા અત્યંત રસદાયક અને અદભુત છે. ‘એક જ દે ચિનગારી’ નાં કવિ અને મારા પૂ. પિતાશ્રી હરિહર ભટ્ટ ઇ.સ ૧૯૧૯ થી ૧૯૩૦ સુધી અમદાવાદ મહાત્મા ગાંધીજી નાં સાબરમતી આશ્રમમાં તેમના અંતેવાસી તરીકે રહ્યા હતા.  (more…)

જીત્યું હંમેશા ગુજરાત (રાજ્ય ગીત- ૨૫ પ્રસિધ્ધ ગુજરાતી ગાયકો વડે ગવાયેલુ..)

Wednesday, February 4th, 2009

4 02 2009

૨૫ પ્રસિધ્ધ ગુજરાતી ગાયકો અને ગાયિકાઓ ( પ્રફુલ્લ દવે, ઐશ્વર્યા મજમુદાર્ પદ્મશ્રી દિવાળીબેન ભીલ, આસીત દેસાઈ,હરી ભરવાડ, મૌલિ દવે, આરતી મુન્શી, આલાપ દેસાઈ,હાર્દિક દવે, શ્યામલ મુન્શી,સૌમીલ મુન્શી, અભેસીંહ રાઠોડ, અચલ મહેતા, ઉદય મજમુદાર્ ફાલ્ગુની શેઠ, દીલીપ ધોળકીયા,પુરુશોત્તમ ઉપાધ્યાય્ હેમા દેસાઈ, હેમંત ચૌહાણ, કરસન સગથીયા, કીર્તિ સગથિયા, નીરજ પરીખ્ બીહારીદાન ગઢવી, દમયંતી બરડાઈ, ભારતી કુંચાલા,વિરાજ ઉપાધ્યાય અને બીજલ ઉપાધ્યાય્) વડે ગવાયેલું આ રાજ્ય ગીત જુના યુધ્ધ ગીત કસુંબીનાં રંગ ( રાષ્ટ્રીય કવિ ઝવેરચંદ મેઘાણી વડે લખાયેલ અને ઉત્તમ ગાયક હેમુ ગઢવી વડે ગવાયેલ્ પર થી પ્રેરીત થયેલુ છે

Please click this link to see this song and video    

 http://in.youtube.com/watch?v=elZkODDMXHk (more…)

ઇંગ્લિશ મીડિયમવાળાનું ગુજરાતી-નિર્મિશ ઠાકર

Sunday, April 27th, 2008

Brief introduction of Nirmish Thakar:

Nirmish Thakar

Nirmish is a Supr. Engineer in ONGC LTD. Cartoonist-Humorist-Poet-Novelist-Dramatist & Tabla-Player of Ajrada Gharana.Total books published 30 , which include 3 cartoon/caricature collections, 1 Humour-Novel,1 full length Drama , 2 Poem-collections, 4 parody-collections,5 satirical poem-collection , 4 humour Article-collections …etc. I’m a Humour-columnist of Newspaper ‘Divyabhaskar’ [weekly 2 columns- 1.' Haasya thi Roodan Sudhi ' & 2.' VyangRang ' ]
Awards: Jyotindra Dave Hasya Paritoshik [ Guj. sahitya Parishad ] , Best Book Award of Guj.sahitya Academi – 5 times,Saurashtra Bhumiputra-best journalist[cartoonist] award…etc.

ઇન અવર સ્કૂલયુ નો, ‘ગુજરાતી ભાષા બચાવો વીકસેલિબ્રેટ કરવાની છે, એટલે મેં પન નિબંધ રાઇટ કરીયું છે, કાન્ટ હેલ્પ! ઇન ફેકટ, મેં લખિયું તો બેટર છે. ઇફ યુ આસ્ક માય ઓપિનિયન, બેમાંથી એક સર્વાઇવ કરશે, આઇધરઊઝા-જોડનીઓરગુજરાતી લેંગ્વેજ‘. ચોઇસ ઇઝ યોર્સ! ઇન શોર્ટ, કમ્પેરેટિવલી અમારો રોલ નાનો છે, ‘ગુજરાતીને મારવામાં. અંધેર ઇઝ એવરી વ્હેર, સો ડોન્ટ વરીબી હેપીએન્ડ એન્જૉય માય ગુજરાતી નિબંધ!

આપણુકન્ટ્રી

વન્સ અપ ઓન ટાઇમ, એકભરતનામનું કિંગ હતું. વેરી બોલ્ડ એન્ડ બ્યુટિફૂલ! વેરી પાવરફૂલ, એને તો સિકસ પેક એબ્સ પન હતું, સમ વન ટોલ્ડ મી લાઇક ધેટ! ઇન શોર્ટ, ‘ભરતના નામ પરથી આપણા કન્ટ્રીનું નામ પડિયુંઇન્ડિયાગોટ માય પોઇન્ટ? (more…)

રંગ, ચિત્રોનાં ને કલ્પનાનાં હીલોળે ચઢ્યા

Tuesday, March 4th, 2008

હ્યુસ્ટનની શાંગ્રીલા આર્ટ ગેલેરીમાં ગુજરાતી સાહિત્ય સરિતાનાં ઉપક્રમે એક નવતર પ્રયોગ યોજાયો જેમાં રંગ, ચિત્રોના અને કલ્પનાનાં હીલોળે ચઢ્યા.

પહેલી માર્ચની હુંફાળી બપોરે ગુજરાતી સાહિત્ય સરિતાની 72મી બેઠક યોજાઇ જેમા નિયમીત આવતા 35 સભ્યોની હાજરીમાં નિયત સમયે એસોસીએટેડ કો ઓર્ડીનેટર શ્રી પ્રશાંત મુંશાએ શ્રી પ્રકાશ ની પ્રાર્થના થી બેઠકનો આરંભ કર્યો. કવિ ન્હાનાલાલની ‘પ્રભો અંતરયામી જીવન જીવના દીન શરણા’ ગવાયુ અને સમુહ સભા પ્રાર્થના ના નવે નવ મુક્તકોને ગાયા અને માણ્યાં. પ્રશાંતભાઇએ સભા સંચાલન દેવિકાબેન ધ્રુવને સોંપ્યું. ‘નજર’ વિષય ઉપર કાવ્યો રજુ કરવા વિશે જાણ કરી આ બેઠક માં શેરાક્ષરી -2 રજુ થઇ

.

વિવિધ કવિઓ અને લેખકો પોતાની રચના રજુ કરતી વખતે શ્રી વિનોદ પટેલ તરફથી વિનંતી થઇ કે બે કળા- ચિત્ર કળા અને કાવ્ય કળાના અદભુત સંગમને યાદગાર બનાવવા કવિ મિત્રો ને જે ચિત્ર જોતા લખવાનુ મન થાય તેવુ કાવ્ય, મુક્તક કે શેર લખે.

જેનો પ્રતિસાદ બે કલાકે દેખાયો કવિ શ્રી સુમન અજ્મેરી, રસિક મેઘાણી,હેમંત ગજરાવાલા, મનોજ મહેતા,શૈલા મુંશા,રમઝાન વિરાણી, વિજય શાહ અને અશોક પટેલે પોત પોતાની કલમ રજુ કરી.જે ચિત્રો ઉપર કવિતા લખાઇ તેના ચિત્રકારો હતા સંગીતા પસરીજા, મિશ્તા સ્માલી, અનીતા હલ્દિપુર, હોમી ડેવિયર, સોનુ આનંદ (ઇશ્વિન)અને અવન ભર્થેના.મુખ્ય હતા
શ્રી અતુલ અને આરતી વીરની આ આર્ટ ગેલેરીમાં તે સાંજે હ્યુસ્ટનનાં જનરલ કોંસ્યુલર દ્વારા કોમ્યુનીટી સ્થાનિક કલાકારોનાં ચિત્રોનું પ્રદર્શન ખુલ્લુ મુકાવાનું હતુ. જેમા 19 જેટલા ભારતિય ચિત્રકારોનાં લગભગ 100 જેટલા ચિત્રો પ્રદર્શીત થયા હતા.ચિત્રકારો કોઇ કવિને ઓળખતા નહોંતા અને તેઓ સાંજે પાંચ વાગ્યે આવવાના હતા.સંવેદન શીલ કવિમિત્રોને આ ઇજન સોનામાં સુંગંધ ભરે તેવુ તો હતુજ..અને નવો પ્રયોગ ઘણી નવી ઉર્જા લાવી ગઇ. અને લગભગ નવ ચિત્રો પર બાર જેટલા કાવ્યો તે બેઠક ના બે કલાક દરમ્યાન લખાયા.

મિશ્તા સ્માલી ચિત્ર 1, 2

 

જુની છતાં વિરાટ હવેલીના બારણા

ખુલ્લાં કદી જે પ્રેમથી ધબકી રહ્યા હતા

આજે પડેલા કેમ છે સૂના સપનની જેમ

વીટેલ વાદળો છે કાં ત્યાં અંધકારનાં

રસિક મેઘાણી -


સંગીતા પસરીજા -ચિત્ર 1

મારી હાજરી નથી તેથી તે ઉદાસ છે

ઉડીને પહોંચુ તેવી મારી આશ છે

સુરેશ બક્ષી

2.

હતાશ નજરે જોઇ રહી છું જુના મહેલો તરફ

સારું થયું નાદારી નોંધાવી સત્તા તરફ

યુવાન લાગણી અને જોબનની મિલ્કત થી.

નવી દાસ્તાન બનાવીશું નવી પેઢી થી.

હેમંત ગજરાવાલા

અવન ભર્થેના ચિત્ર 2

 

 

નાજુક બે આ ગરદનો ને કેવો છે આ ભાર

થાય ગમે તે હવે ઉગારી લેવો છે આ ભાર

મનોજ મહેતા

સંગીતા પસરીજા ચિત્ર 4

 

ઓત પ્રોત છે એકબીજામાં લાલ ને કાળો રંગ

વાંસડાની ફર્સ જો વેઠે એમને ખુદને અંગ

મનોજ મહેતા

અવન ભર્થેના ચિત્ર 1

સીંદુરી કુમ કુમ સેંથીમાં રાજ
મને મિલન નો ઉલ્લાસ પ્રગાઢ
સખે કરુ સૌ આજ નર્તન આજ
સજન તુ આવ આવ ને આવ
વિજય શાહ

હોમી ડેવીયર ચિત્ર

ઇચ્છાઓનાં અશ્વો જુઓ કેવા હણહણે

નથી પુરી થતી બધી છતા તે હણ હણે

કવચીત એકાદ થાયે પુરી

હજારો નવી થઈ ઉભી હણ હણે

અશોક પટેલ્

સંગીતા પસરીજા ચિત્ર 4 અનીતા હલ્દીપુર ચિત્ર 1

સજી સોળ શૃંગાર સખીરી, બેઠી રમણ કાજે

ખુલ્લી આંખે ભાળું કેવાં,સપના નેણ સજાવે

ભર્યું ભર્યું મલપતુ હૈયું, કોના ખ્યાલે મદમાતું

પુલક પુલક આ મુખડે મીઠી, યાદ સરે ઝલકાતી

સખીરી હું તો ઘેલી ઘેલી થાતી

પ્રો સુમન અજ્મેરી

સોનુ આનંદ (ઈશ્વીન)ચિત્ર ૪

દુઃખો આ નારીએ વેઠ્યા ઘણા છે કારમા
વ્યાકુળ નયનો,ચિંતીત મુદ્રા,કોના ઇતજારમાં
રમઝાન વિરાણી

અનીતા હલ્દિપુર ચિત્ર 2

વાસંતી વાયરાએ કર્યુ અડપલુને

ખીલ્યો ગુલમ્હોર મારે અંગ

ખીલ્યો તે ચંપો ને ખીલ્યો કેસુડો

ને છંટાયો રંગ કસુંબલ મારે અંગ

શૈલા મુંશા

હોમી ડેવિયર ચિત્ર-2

પર્વતોને છાંયડે વસ્યું ગામડું

કેવું ગમ્યું

પ્રતિતિ કરાવે પળ માટે

કે વસ્યા એવા કેટલાય ગામ

ગામે -ગામ

દેશભરમાંને ખાસ

આપણા ગરવા ગુજરાતમાં

રમઝાન વિરાણી

ચિત્રકારો અને કવિની રુબરુ મુલાકાત દરમ્યાન લાગણી ઓ જે હિલોળે ચઢી તેનુ વર્ણન કરવુ હોય તો આ રીતે કરી શકાય કે બે કલાબહેનો પ્રેમથી એકમેકને ભેટી. ચિત્રકારને થયું કે તેમની કલાને દેહ મળ્યો અને કવિને તેમની કલ્પના વાસ્તવમાં કેનવાસ ઉપર ઉભરી…

ચિત્રકારોમાં મહદ અંશે વિનોદ પટેલ અને હોમી ડેવીયર સિવાય ભાગ્યે જ કોઇ ગુજરાતી હતા પણ છતા દરેક ચિત્રકારોને તેમના ચિત્ર ઉપરથી લખાયેલ કાવ્ય સમજવાની અને માણવાની ઇંતેજારી ને જો ઉપમા આપવી હોય તો કંઇક આવી અપાય..તાજી પ્રસુતા જેમ પોતાના સંતાનને પહેલી વખત જુએ અને હરખે તેમ હતુ..જ્યારે કવિ પણ તેમના કાવ્યને સંભળાવતા અને ભાવનુવાદ કરતા હરખાતા હતા જાણે કે તેમને પણ્ કોઇ નવી સિધ્ધિ ના મળી હોય.
ગુજરાત ટાઈમ્સે લીધેલી આ પ્રસંગની નોંધ અહી જુઓ

 

 

 

વર્લ્ડ ગુજરાતી કોન્ફરન્સ ખાતે યાદગાર યોજાયું કવિ સંમેલન

Thursday, September 7th, 2006

બીજી સપ્ટેમબર, 2006 ની પુરપાટ પવન અને ધોધમાર વરસાદી બપોરે 2:00 ના ટકોરે રેરીટન સેન્ટર, એડિસન, ન્યુજર્સી ખાતે યોજાયેલ વર્લ્ડ ગુજરાતી કોન્ફરન્સ (વિશ્વ ગુજરાતી સંમેલન) માં 500 થી અધિક કાવ્યરસિક શ્રોતાઓની ઉપસ્થિતિમાં એક નાનકડું પણ યાદગાર કવિ સંમેલન યોજાયું હતું. લગભગ 100 એક જેટલા શ્રોતાઓએ તો ખુરશીના અભાવે ઊભા ઊભા કાવ્ય, ગઝલોનો આસ્વાદ માણ્યો હતો.

ગુજરાત ટાઈમ્સ  સાપ્તાહિકના સહાયક તંત્રી શ્રી હસમુખભાઈ બારોટે કાર્યક્રમનું સુંદર  અને કુશળ સંચાલન કર્યું હતું. કવિ શ્રી અંકિત ત્રિવેદીએ પોતાની સુંદર કૃતિઓ રજૂ કરી હતી. સર્વ કવિઓએ પોતાની ઉત્કૃષ્ટ કૃતિઓ રજુ કરીને શ્રોતાઓને રસતરબોળ કરી દીધા હતા તેમાંય શ્રી આદિલભાઈ મન્સૂરીની ગઝલોની વેધક રજૂઆત શ્રોતાઓના હૃદય અને પાંપણોને સ્પર્શી ગઈ હતી. અમેરિકન ગુજરાતી કાવ્ય જગતમાં કાવ્યોમાં નીતરતી આ બપોર લાંબા સમય સુધી શ્રોતાઓની સ્મૃતિના પાલવને ભીનો ભીનો રાખશે તેવી લાગણી બધાએ વ્યક્ત કરી હતી. પ્રસ્તુત છે વર્લ્ડ કોન્ફરન્સ ખાતે યોજાયેલ આ કાવ્યસંમેલન નો એક ફોટોગ્રા, જેમાં ડાબેથી છે  : શ્રી વિજય શાહ, શ્રી હસમુખ બારોટ, શ્રી ધીરુ પરીખ, શ્રી આદિલમન્સૂરી, શ્રી રોહિત પંડ્યા, શ્રી હરનિશ જાની, શ્રી રસિક મેઘાણી, શ્રી નટવર ગાંધી. બેઠેલાઓમાં : શ્રીમતી પન્ના નાયક, શ્રીમતી બિસ્મિલ મન્સૂરી, શ્રીમતી રશીદા દામાણી (તસ્વીર : અલી ઈમરાન મનસૂરી)http://mrugeshshah.wordpress.com/2006/09/05/worldconf-2006/

world conference

ગુજરાતી સાહિત્ય સરિતા તેના પાંચ વર્ષ પુરા કરે છે ત્યારે…

Monday, August 21st, 2006

        

(more…)

Powered By Indic IME