પૂ મોટાભાઇ ( એકવીસ)

moon-venus_filtered.jpg

સોહમનાં પ્રણામ

પેલુ ક્રીપ્ટો કયુબ જેવુ જીવનમાં સતત બન્યા કરે છે તેનો એક વધુ ભાગ ભજવાયો

આજે હું ન્યુયોર્કમાં છુ અને શીખાનો ફોન આવ્યો ઘરમાં બારીનો કાચ તોડી કોઇ ચોર ઘુસી આવ્યો. સદનશીબે જ્યારે કાચ ઉપર તેણે હથોડો માર્યો ત્યારે શીખા ઘરમાં હતી અને તેન થયુંકે બાજુમાં પડોશીને ત્યાં કંઇક ભાંગ્યુ અને તે જોવા બહાર નીકળી અને તેના આશ્ચર્ય વચ્ચે તેણે ઘરની બારી તુટેલી જોઇ અને કોઇક કાળો માણસ ઘરની અંદર ફંફોસતો હતો.. શીખા થી અને તે ચોર થી બંન્નેનાં મોંમાથી એક સરખી ચીસ પડી ગઇ ઓહ માય ગોડ! બૂમાબૂમ કરી પોલીસ આવી અને ઘર ફંફોસ્યુ તો સારા નશીબે કશુ થયુ નથી ગયુ નથીની ધરપત સાથે તુ દોડા દોડી ના કરીશ વાળી વાત સાથે એણે ફોન મુક્યો…

પણ મને કેવી રીતે ધરપત થાય એટલે બે ચાર મિત્રોને ત્યાંથી ફોન કર્યા અને શીખાને તાકીદ કરી કે રાત્રે એકલી ના રહીશ.. પણ હવે તો ઘરે પહોંચીશ અને શીખા ને જોઇશ ત્યારે શાંતિ વળશે..પચાસ પછી શરીર ઢળતુ જાય અને આ મગજ જેને આખી દુનિયાનાં અનુભવો તેથી તે બે લગામ ઘોડાની ગતિ એ દોડતુ જાય..શીખાએ તેને જોઇ લીધો છે તેથી તે કે તેની ગેંગ વાળો કોઇક આવીને તેને મારી નાખશે..અમારું ઘર ભાળી ગયા છે તેથી પાછો તે જરુર આવશે..હે ભગવાન શીખાને બચાવજે અને કંઇ કેટલીયે જાતની મનમાં પ્રભુને પ્રાર્થના કરી નાખી. મીટીંગમાં ચિત્ત નહોંતુ.. તાબડ તોડ ટીકીટો કરાવવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો..શીખા માટે આ પહેલો પ્રસંગ કે જ્યાં તેણે પોલીસ અને ગુંડાનો એકલા સામનો કર્યો. છોકરાઓનાં ગયા પછી પહેલી વિપદા..રાત બેચેનીમાં જાય છે અને આશ્કા તેને ત્યાં બેચેન છે. અંશને જાણ કરવાનો પ્રયત્ન કર્યો..તે ફોન ઉપર ન મળ્યો..ઘરે રાત રહેવા મિત્રો આવ્યા પણ વહેલી સવારે દરેકને જણ જતા રહેશી અને મને પહોંચતા બપોરનાં બાર વાગશે..તે છ કલાક પાછી તે એકલી..અને બી ગયેલી…ફોન ઉપર તો હિંમત દાખવતી પણ હું જાણુંને તેની બીકો…
પ્લેનની 4 કલાક્ની મુસાફરી મને પણ બહુ અઘરી પડી.
આખરે ઘરે પહોંચ્યો ત્યારે શીખાને જોઇ.. અવાજ ઘાંટા પાડી પાડીને બેસી ગયેલો..કાચ તુટી ગયેલો અને પારેવડાની જેમ ડરતી પણ મને સાંત્વન આપતા તે બોલતી હતી કે પ્રભુનો ઉપકાર કે હું ઘરની બહાર દોડી ગઇ..જો ઘરમાં હોત તો ગળચુ દાબીને મારી નાખી હોત કે ગનથી ઉડાડી દીધી હોત્.. તારી સાથે હજી લાંબુ જીવવાનું છે તેથી બચી ગઇ . હું તેને વહાલથી પંપાળતો રહ્યો અને મનોમન પ્રભુનો ઉપકાર માનતો રહ્યો..કે વડીલોનાં પુણ્યબળો ફરી વળ્યાની વાતને દોહરાવતો રહ્યો. તે તો આખી રાત ઉંઘી નહોંતી અને પાછી 3 દિવસની રજાઓ એટલે તુટેલો કાચ પણ ક્યારે થશે તે અનિશ્ચીંતતા સાથે ત્રણ દિવસ રાત્રી જાગરણ કર્યુ.
ઘટના તો પાંચ મીનીટમાં ઘટી ગઇ પરંતુ લાંબા ગાળાની બીક શીખાનાં મનમાં પેંસી ગઇ. પેલો ચોર મને જોઇ ગયો છે તે મને મારી નાખશે…આ અમેરીકામાં બધાજ કાચનાં બારી બારણા એક હથોડો મારો અને ફ્રેંચ બારી ધડામ દઇને નીચે..સીક્યોરીટી એલાર્મ વાગે અને પોલીસ પાંચ મીનીટમાં આવે પણ એ પાંચ મીનીટમાં એક ગોળીનો ધડાકો કરતા વાર શું? હું બહુ જ કપરા કાળમાંથી પસાર થઇ રહ્યો છું.. મારી પાસે શીખાને સમજાવવાનાં સૌ મંત્ર પોલા સાબિત થાય છે અને તેનુ કારણ એ પણ છે કે મારી કલ્પનાનાં ઘોડા તેની સાથે રહી રહી મને વધુ ભયભીત કરે છે. મિત્રો સગ વહાલા જેને વાત કરીયે તેઓની પાસેથી પાછી એક ભય જનક બીજી વાત મળે
‘અરે! સારુ છે કે તમને પકડ્યા નથી બાકી અમારા ફલાણ ભાઇને ત્યાંતો બધાને બંદુક્નાં નાળચે બાંધી દીધા હતા અને મારી મારીને ડુચા કાઢી નાખ્યા હતા…’
વળી બીજો તો એમ વાત લાવ્યો..’ઘરમાં હતા તેટલા પૈસા ફર્નીચર સીધુ સામાન બધુ ટ્રક્માં ભરીને લઇ ગયા અને ઘરનાં બધા ફોન કાઢીને લઇ ગયા અને ઘરનાં મુખ્ય માણસે વિરોધ કર્યો તો પગમાં ગોળી મારીને લંગડો બનાવી દીધો’
હર્ષલભાઇ તો વળી એમ બોલ્યા ‘ તેમના ઘરે ચોરી થયા પછી કેટલાય મહીન સુધી ધમકીનાં ફોન આવતા હતા આખરે ત્રાસીને તે ઘર અને ગામ બદલી નાખ્યું…’
મનમાં થયું કે આવા માઠા અનુભવો કોઇ ઘટના બન્યા પહેલા કેમ નહીં કહેતા હોય?
શીખા બોલી મને બાજુની દક્ષીણ કોરીયન્ સુ વાંગે કહ્યું હતું કે તેના ઘરે ચોરી થઇ ત્યારે તે લોકોએ આ જ પ્રકારે બારી તોડી હતી પણ તે વખતે મેં ન સાંભળ્યુ..હવે શું?
ત્રણ દિવસનું વેકેશન પુરુ થયુ અને ઘરમાં કાચ લાગી ગયો દરેક બારીને મજબુત જાળી લાગી ગઇ પછે હવે કંઇક ચેન ની નીંદર અમે લઇશું તેવુ લાગે છે.
તમે દસ હજાર માઇલ દુરીની લીધે થતી તકલીફો થી વાકેફ છો અને કહેશો કે ભાઇ ચોરીઓ તો ત્યાં પણ થાય છે ત્યારે તમને વિનય પૂર્વક જણાવું કે પરદેશમાં અને દેશમાં દરેક ઘટનાઓને અંતે સહ્કાર્ય કરો મિત્રો અને કુટુંબીજનૂની હાજરી અને હુંફથી તમને લાંબા ગાળાને કોઇ તકલીફો ન થાય જ્યારે અહીં ઠાલા કાગળનાં ફુલો જ બધે..સલાહ આપવા બધા શુરા પુરા પણ હુંફની વાત જ નહીં…

આક્રોશ મને
કડવું કહેવાની ઇચ્છ થઇ જાય
જેના પાપ ફુટે તે વિદેશ જાય
કાળા પાણીની આવી સજા પાય
કોણ જાણે કેમ
આ ડોલરીયા અમેરિકનો તો
સાવ એકલા રહી હરખાય

3 replies on “પૂ મોટાભાઇ ( એકવીસ)”

  1. અમેરિકામાં પણ મિત્રો સગાના ભાગ ભજવતા હોય છે.
    આ દેશમાં જો કુટુંબ ન હોય તો મિત્રો જ પરિવાર છે.

  2. જ્યારે અહીં ઠાલા કાગળનાં ફુલો જ બધે..સલાહ આપવા બધા શુરા પુરા પણ હુંફની વાત જ નહીં…

    ભાઇ! કાગડા તો બધે જ કાળા..દેશમાં જે બાજુમાં આવીને ઉભા રહે તેમને તમાશામાં રસ હોય…
    ડોલરીયા અમેરિકનો તો મેતાજી મારે પણ નહી અને ભણાવે પણ નહી

  3. વાચેી આનદ થયો….મિત્રો કે સગઆઓ અહેી હોય દેશ હોય કેીન્તુ હુન્ફ આપનારા કોઈક જ હોય .આનુભવો જ માનવિને માનવિ બનાવે જો એ રદયને સાન્ભાલે…
    અહેી ડોલરેીઆમા પણ ભાવ ખરો.
    ડોલરો મળતા એ ભાવ ખુટે પણ ખરો
    દેશમા રુપેીઆ મળતા ના મળતા ભાવ ના ખુટે
    ભારતનો આ ખજાનો ચ્ન્દ્ર આશમાકદેી ના ખુટૅ….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *