jump to navigation

પૂ. મોટાભાઈ-૩૧ April 16, 2008

Posted by vijayshah in : પૂ મોટાભાઇ , 1 comment so far

moon-venus_filtered.jpg

પત્રશ્રેણી ભવિષ્ય તરફ વળે છે.

ડેડ,

જ્યારે જ્યારે વીક મને “આઈ ડોન્ટ બીલીવ યુ” નુ ટીપણુ મારે છે ત્યારે મને મારો ભૂતકાળ યાદ આવે છે.જિંદગી એ મને પણ પેટ ભરીને સુખો આપ્યા છે પણ આ વીક કોઇનું માનતો નથી.હું તેને તમારી સાથે રહેવા ભારત મોકલુ છું. ભારતને તે તેના ફાધર લેંડ કહે છે.તમે શક્ય હોય તો થોડાક ભારતીય સંસ્કારો આપવાનો પ્રયત્ન કરજો. આશ્કાનો એજે કેટલો ગુણિયલ અને ડાહ્યો થયો છે બસ તેમ જ તેને બનાવવો હતો..પણ જિંદગી આખી પૈસા કમાવવાની દોડમાં હું અને હની એ ભુલી ગયા હતા કે બાળક ડે કેર કે આયા કરતા વધુ સારા સંસ્કાર મા બાપ પાસે કે દાદા દાદી પાસે થી શીખે છે. (more…)

પૂ. મોટાભાઈ-૩૦ March 19, 2008

Posted by vijayshah in : પૂ મોટાભાઇ , 3 comments

moon-venus_filtered.jpg

પૂ. મોટાભાઈ-૩૦

ઘણા વિચારો પછી લાગે છે કે જુદી જુદી દિશામાં દોડતા તમારા સૌ સંતાનો ને એક કરી તમારુ એ સ્વપ્ન પુરુ કરવા અને મારી આજ ને સંભાળવા મને તમને અમેરિકા લાવવા પડશે. અને થોડુક વાતાવરણ ઉભુ કરવુ પડશે. તમને તમારી સ્વનજરકેદમાંથી મુક્ત થવા વિનયભરી અને આગ્રહ્પુર્વક વિનંતી.તમે મારુ અને કિંજલનુ ઘર જોયુ નથી. તમારા પાવન પગલા અમારા ઘરે પડે તે માટે હું તમારી ૯૦મી વર્ષ ગાંઠ અહીં મારે ત્યાં ઉજવવાનુ નક્કી કરું છું અને તે વાત બહુ ભાર પુર્વક તમારા સૌ દિકરા દીકરી અને તેમના કુટુંબોન મારે ગામ તેડીશ.

આ વાત ને અહીં ફેમીલી રીયુનીયન કહે છે જે કરવાની હિંમત હર્ષલ નથી કરતો કારણ કે તમને ૨૪ કલાક વિમાની પ્રવાસ ની કલ્પના ડરાવે છે. (more…)

પ્રિય સોહમ (૨૯) March 13, 2008

Posted by vijayshah in : પૂ મોટાભાઇ , 2 comments

 moon-venus_filtered.jpg

તારો પત્ર મળ્યો. દેવિકાબેનની કવિતા સચોટ છે અને શીખાને તે ગમી જાય તે સહજ છે.

આગળના પત્રોમાં તેં એવો ઉલ્લેખ કરેલો કે અંશ છેતરી ગયો તે વાતનુ શીખા અને આશ્કાને દુઃખ છે અને આ પત્રમાં વાત બદલાઈ..કદાચ આ એક સારી ઘટના છે.
કારણ કે “મા” જીવંત થઈ રહી છે..તને ખબર છે ને પેલી કોઈ મા નો કિસ્સો.. વૈશ્યાનાં પ્રેમ માં પાગલ દિકરો વૈશ્યાના ચઢાવાને કારણે માનુ મસ્તક વાઢીને લઈ જાય છે. અને પાછા જતા રસ્તામાં ઠોકર ખાય છે અને પેલુ કપાયેલુ માનુ મસ્તક બોલી ઉઠે છે ખમ્મા બેટા તને વાગ્યુ તો નથી ને?.. મા ગુસ્સો કરે, ગાળો દે કે રડે પણ કદી સંતાન નું તેના થકી અહીત નથી થતુ…

(more…)

પૂ. મોટાભાઈ (૨૯) March 9, 2008

Posted by vijayshah in : પૂ મોટાભાઇ , 1 comment so far

moon-venus_filtered.jpg 

તમારો પત્ર મળ્યો.ઘણી વખત ઘરમાં સહજ થવાના પ્રયત્નો અમે બંને જાગૃત રહીને કરીયે છે અને તમે તો જાણો છો અમેરિકામાં માંદા પડવુ પોષાય પણ્ નહીં.કદાચ આપના માનવા પ્રમાણે અમે “હતાશા” જે પણ એક માનસિક રોગ નો પ્રકાર જ કહેવાય તેનાથી પીડાઈએ છે.પણ મને આજે તમને શીખાની તકલીફો કહેવા દો.

હું માનુ છુ તેમ તેનો રોગ હતાશા નહિ પણ “મા” છે. તે ખુબ જ વાત્સલ્યમયી છે. અને તે વાત મને ત્યારે સુઝી કે જ્યારે તેના રુદનમાં ક્યારેય અંશ છેતરી ગયો નો ભાવ નથી આવતો અને એમજ વાત આવે છે કે તે ભોળો છે તેને દુનિયા છેતરી જશે.” ગરજ સરી ને વૈદ્ય વેરી”ની લપડાકો તેને પડશે (more…)

પ્રિય સોહમ (૨૮) March 2, 2008

Posted by vijayshah in : પૂ મોટાભાઇ , add a comment

moon-venus_filtered.jpg

તુ સમજુ છે અને તેથી જે વાત હુ તને સમજાવવા માંગતો હતો તે દિલીપ દોશીની કહાણીથી તુ સમજી ગયો. હાલત ગમે તેવી ખરાબ હોય માણસે ઝઝુમીને મથ્યા કરવુ પડતુ હોય છે અને તે ઝઝુમવાની વાત ઉપર તને બાળપણ ની કવિતા પડતા જાળ કરોળિયો ભોંય પડી પછડાય યાદ હશેજ..એક વખત બે વખત ત્રણ વખ કંળ કેટલીયે વાર પડ્યા પછી દરેક પ્રયત્ને તેણે શોધી નાખ્યુ કે ઉપર ચઢવા જતા ભીંત ક્યાં ખરબચડી છે અને ક્યાં સુંવાળી.. સાંજ સુધીમાં તો કરોળિયો ભીંત ની ટોચે બેઠો હતો. Tough time comes and go but tough people always stay તે તો તને ખબર છે ને? (more…)

પૂ. મોટાભાઈ (૨૮) February 27, 2008

Posted by vijayshah in : પૂ મોટાભાઇ , add a comment

moon-venus_filtered.jpg 

પૂ. મોટાભાઈ (૨૮)

તમારો પત્ર મળ્યો. અક્ષરે અક્ષર સત્ય અને અનુભવ ભરેલ વાણી છે.

ઘણા લાંબા સમય પછી આજે મંદિરે ગયા હતા અને આજે એવુ ભયાનક દુઃખ જોયુ . દિલીપ દોશીનું કુટુંબ ખુબ ધાર્મિક અને સફળ વેપારી. દસેક વર્ષ પહેલા તેમની બંને કીડની ખલાસ થઈ ગઈ.સમાજમાં નામ મોટું તેથી પહોંચ ઉંચી તેથી જીવન બચ્યુ પણ કીડની ડાયાલીસીસ નુ દર્દ વેઠતા રહ્યા.પત્નીને સમજાવી તેમના ધંધા ઉપર બેસાડી.વીલ કર્યુ ભાગીદારી છુટી કરી અને હવે જિંદગી ઓછી છે કરીને ધર્મ માર્ગે ચઢ્યા (more…)

પ્રિય સોહમ (૨૭) February 24, 2008

Posted by vijayshah in : પૂ મોટાભાઇ , 2 comments

moon-venus_filtered.jpg

તારી વાતો હંગામી ધોરણે તને ભલે સાચી લાગે પાણ વાસ્તવિકતા તો એજ છે કે દેશ તેવો વેશ કરવામાં તે સાચો છે. જો રોજ નાં સંઘર્ષો વેઠીને પણ અંતે ત્યાં નાં જેવુ થવાનુ જ હોય તો સંઘર્ષો વેઠ્યા વિના કેમ ત્યાંનું અનુકુલન કેમ ન લેવું? ભારતનાં મુલ્યો ભારત માટે સાચા છે તે અમેરિકામાં સાચા હોઇ પણ શકે અને ન પણ હોઇ શકે..!

હું હરદમ એવુ માનતો આવ્યો છું કે એક પરિસ્થિતિમાં હું સાચો હોઉ તે પરિસ્થિતિ દરેક માટે તે ક્ષણે સાચી ન પણ હોઇ શકે તેનાથી તે ખોટો છે તેવુ સિધ્ધ નથી થતુ. અનેકાંતવાદનાં આ સિધ્ધાંતનુ જ્યારે અમલિકરણ હુ તારી વાતો સાથે કરુ છુ ત્યારે મને તો વારં વાર એવો અહેસાસ થયા કરે છે કે વાંક જો હોય તો એકલી વિધાતા બની ગયેલી મનોવૃત્તિનો છે. તમે બધ્ધા કહો છો (more…)

પૂ મોટાભાઈ(૨૭) February 20, 2008

Posted by vijayshah in : પૂ મોટાભાઇ , add a comment

moon-venus_filtered.jpg
તમે કહેલુ સત્ય મને તો શીરાની જેમ ગળે ઉતરી જાય પણ આ પંડ એકલો ક્યાં છે? શીખા અને આશ્કાને આ સત્ય હું જેવો સમજાવા બેસુ એટલે તેમનો છેતરાયા નો ચચરાટ જ્વાળા મુખીની જેમ ભડકે…કેમ? કેવી રીતે આવુ ચાલે અને એ આગને ઠારવા છેલ્લે આવીને ઉભી રહે આંસુઓની ફોજ… જે મને કદી ન ગમે.
મારી હાલત તો એવી કે મને જ જાણે મારુ બીજુ અંગ ઠપકારે…સાવ જ બિન વહેવારીક છે તુ. આવા છોકરાની પાછળ લોહી તે બળાતુ હશે જે તમને મોઢા પર કહે
“તમને મે ક્યાં બોલાવ્ય છે તે આમ વિના અમંત્રણે ચાલ્યા આવો છો?”
શીખા તો રડતા રડતા બોલે કે હું તો એના ભલા માટે ના કહેતી હતી અને તેની ચિંતા થી રડ્યા કરતી હતી. એ ફસાયો છે તે ભોળો છે.અમેરિકન થવામાં તે અમેરિકન પણ નથી અને ભારતિય પણ નથી તેથી તો મને છોડીને જતો રહ્યો…આશ્કા પણ બોલે કે મારે અને એને શું વહેંચવાનુ છે? પણ મારો પણ ફોન ઉપાડતો નથી.. મને પણ હડધૂત કરે છે.
હું મને મારા મનમાં થતા દર્દને સહન કરું કે તે બંને ને શાંત કરુ તે સમજાતુ નહીં. (more…)

પ્રિય સોહમ (26) February 17, 2008

Posted by vijayshah in : પૂ મોટાભાઇ , add a comment

moon-venus_filtered.jpg

તારો પત્ર મળ્યો.
 
મને નવાઈ લાગે છે કે અંશનાં લગ્નને સવા વરસ વીતી ગયા પછ અરે તેને ત્યાં દિકરો આવી ગયા પછી તને તેનુ આલ્બમ જોવા મળે છે? અને તે પણ અચાનક અને તેને તુ દુઃખનુ કારણ માની દુઃખી થાય છે?  આ બતાવે છે કે હજી તુ કર્તૃત્વ ભાવથી મુક્ત નથી થયો…હજી તને ઉંડે ઉંડે એવી આશા છે કે દહીંનુ ક્યારેક દુધ થશે?તે તો તેના જીવનમાં તને તારા હાલ ઉપર છોડીને જતો રહ્યો..હવે જે થનાર છે તે અંગે વિચારી વિચારી દુઃખી થવાને બદલે થોડોક ભરોંસો ભગવાન ઉપર મુક અને ખાલી પ્રાર્થના કર કે તેનુ પણ ભલુ થાય અને તારી જિંદગીમાં તારે જે કરવાનુ હોય તે કર્.
હમણા ક્યાંક વાંચેલુ તને લખવાનુ મન થાય છે (more…)

પૂ મોટાભાઇ(26) February 16, 2008

Posted by vijayshah in : પૂ મોટાભાઇ , add a comment

moon-venus_filtered.jpg

પૂ મોટાભાઇ,

તમારી વાત સાચી હોવા છતા મનમાં એવુ ક્યારેય થતુ નથી કે અહીં રહીને મારે તમારુ ઘડપણ બગાડવુ જોઇએ.મારી મારા સંતાનો તરફ કોઇ ફરજ છે તો તમારી તરફ પણ મારી ફરજ છે. ડોલરનો નશો તો કદી ઉતરે તેવો નથી અને માણસને સાચા ખોટાનુ ભાન ભુલાવી દે તેટલો નશો પણ શુ કામ કરવો જોઇએ?

હા આશ્કા તેના સાસરે સુખી છે અજય મોટો થઇ રહ્યો છે જ્યારે અંશ તેના જીવનમાં સુખી છે.ત્યારે મને અહીં હું મારો સમય વેડફી રહ્યો હોઉ તેવુ લાગે છે. (more…)

પ્રિય સોહમ(25)

Posted by vijayshah in : પૂ મોટાભાઇ , add a comment

મને તુ આવે છે તે ગમે છે પણ આવ રીતે અર્ધા યુધ્ધમાં હથિયાર નાખી દઈને આવે તે ગમતુ નથી. સમયે મને એ શિખવ્યુ છે કે કઠીન સમય તો આવે અને જાય પણ સાચો માણસ બંને પરિસ્થિતિમાં ખરો ઉતરતો હોય છે અને તે ખરો ઉતરવા ખુબ જ ધીરજ જોઈએ છે. જાગૃતિ જોઈએ છે. અમેરિકન થવાના અંશનાં પ્રયત્નો તેની અમેરિકામાં સ્થિર થવાની એક પધ્ધતિ હોય અને તુ ભારતિયપણાને તારી જીવન પધ્ધતી માનતો હોય તો બન્ને અશ્વો તદ્દન વિરુધ્ધ દિશામાં જઈ રહ્યા છે.
તને તો અંબુકાકા ૮૩માં ત્યાં આવ્યા અને ૮૩ થી આજ દિન સુધી રહ્યા તેમની જીવન પધ્ધતિ જો અને સમજ. એમ્ણે એમના ભારતિયપણાને છોડ્યા વગર સંઘર્ષ રહિત જીવનનાં ૨૫ વર્ષ કેવી રીતે કાઢ્યા તે જરા જો. તેમના જીવનમાં વહુઓ દિકરી બનીને આવી હતી અને તેમનુ દરેક વર્તન સંહિષ્ણુ બનીને કાઢ્યુ.. જતિન કહે તેટલુ જ કરવાનુ અને ઘરમાં બને તેટલુ સંપથી રહેવાનુ. હર્ષલ મને પણ તે રીતે અમેરિકામાં રહેવાનુ કહેતો હતો પણ મને તે ન સદ્યુ અને હું અહી વેરાયેલા કુટુંબ સાથે છીન્ન ભીન્ન છું.જ્યારે તેઓ આટલુ સહન કર્યા પછી છ દિકરા અને તેમની ચોથી પેઢી સાથે ૩૭ માણસોનાં કુટુંબમાં આદર અને માનથી જીંદગી જીવે છેને?
પ્રશ્ન એ છે કે તમને મળેલી જુદી જુદી પરિસ્થિતિમાં તમે જે નિર્ણય લો તે પ્રમાણે પરિણામ મળે છે.
મને ડર છે કે તુ પણ મારી જેમ જ છીન્ન ભીન્ન થઈને રહેવાના રસ્તે જઈ રહ્યો છું. મારો દિકરો છુ તેથી કહુ છુ મારો નિર્ણય આજે ૨૫ વર્ષે મને સાચો નથી લાગતો તુ જરા વિચારજે અને પછી ધીરજ પુર્વક તારા અંતરનાં અવાજને અનુસરજે.
બહુ વિચારતા મને એવુ લાગે છે કે અમારા અહી હોવા સુધીજ તને અહી રહેવુ ગમશે.. અમે નહી હોઈએ ત્યારે તારુ મન પાછુ ખેંચાવાનું જ. આશ્કા અને અંશ બંનેના સંસારમાં તારા પૌત્ર અને પૌત્રીઓ હશેજ્..
દરેક દુઃખ અને સુખ તેમનો નિર્ધારીત સમય લઈને આવે છે.. જે જતો પણ રહેતો હોય છે.
દરેક ઘન્ઘોર કાળી રાતની પાછળ સુર્ય પણ ઉગતો જ હોય છે. મને ઘણુ વિચાર્યા પછી એવુ જ લાગે છે કે તુ આવ પણ અહી સ્થિરતા તને મળશે કે નહી તે જાણ્યા વિના ભમ ભુસ્કા ન કરીશ. ફરીથી કહુ તો અમે તો પીળુ પાન.. અમારે માટે એવુ કંઈ ન કરીશ કે તારા પાછલા વર્ષો અમારી જેમ અફસોસ કરીને તુ ના જીવે.
તારી બાને પણ્ તારી આવીજ કંઈક ચિંતા કોરે છે…

પૂ. મોટાભાઇ ( પચીસ) December 9, 2007

Posted by vijayshah in : પૂ મોટાભાઇ , 3 comments

moon-venus_filtered.jpg

તમારા પત્રનાં અનુસંધાનમાં મને તમને જે નહોંતુ જણાવવુ તે જણાવી રહ્યો છું.

અમેરિકન સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિ વચ્ચે નો તણાવ કહો કે માબાપ તરીકેનો આમારો સંતાનો પરનો આંધળો વિશ્વાસ આજે અમને અસહ્ય વેદના અને પરિતાપથી ઘેરી રહ્યા છે.
મારા મનને તો કદાચ હું ધર્મ અને કર્મના નામે વાળી લઉં પણ શીખાનાં મનને જે ધક્કો પહોંચ્યો છે તેની વાત કરવી લગભગ અશક્ય છે છતા થોડો પ્રયત્ન કરુ…

તેણે જ્યારે ગામ છોડ્યુ ત્યારે તે સ્પષ્ટ હતો કે તેનુ ભણવાનુ અને રહેવાનુ બધુ તે અમેરિકન છોકરાની જેમ કરશે..પણ હું એમ માનતો કે બાપ તરીકે તે મારી ફરજ છે..અને શીખા પણ તેને કહેતી રહેતી કે ભાઇ આપણી પહોંચમાં રહેવુ અંને કરકસરથી રહેવુ.તે નોકરી કરવાને બદલે પોતાની કંપની ખોલી પૈસા કમાવાની વાતો કરતો.. કદાચ તેને ભણવા કરતા અમેરિકન પધ્ધતિ પ્રમાણે રહેવાનું અને મુક્ત જીવન ગમ્યુ..પૈસાની મારી સલાહો તેને કદી ગમી નહોંતી પરંતુ તેને જરુરી બધી રહેવની અને ખાવાપીવાની સવલતો માટે એક ક્રેડીટ કાર્ડ આપેલુ અને દરેક બે અઠવાડીય્રે તે ગામ આવી શકે તે માટે જરુરી નાણાકીય સવલતો હાથ વગી રાખી હતી. (more…)

પ્રિય સોહમ (ચોવીસ) December 6, 2007

Posted by vijayshah in : પૂ મોટાભાઇ , add a comment

moon-venus_filtered.jpg

તારો પત્ર મળ્યો
તટસ્થ ભાવથી જોઉં છું તો મને લાગે છે કે તુ યુધ્ધમાં વિજેતા થઇને નથી આવતો.પણ કંટાળીને નવા બહાનાસર રણક્ષેત્ર છોડી અત્રે આવે છે.મારા મનમાં એવુ તો છે જ કે તારી જિંદગીનો એક હિસ્સો “અંશ” તુ ત્યાં મુકિને આવે છે. તને પણ મને નડતી એકલતા નડે છે અને રહી રહીને યાદ આવે છે

અવસ્થામાં યૌવન હોવું એનું નામ જીવન અને
યૌવનમાં અવસ્થા હોવી એનું નામ જીવનનો વિવેક
.

તેં કર્મ સત્તા સામે મસ્તક જુકાવ્યુ છે પણ મને તે ગમતુ નથી.મા બાપ ની અને સંતાનો ની ફરજ છે કે મતભેદ હોઈ શકે પણ મનભેદ ન હોવો જોઇએ. અબોલા તે મનભેદની નિશાની છે. (more…)

પૂ. મોટાભાઈ ( ચોવીસ) October 27, 2007

Posted by vijayshah in : પૂ મોટાભાઇ , 2 comments

moon-venus_filtered.jpg

આપના પગનો દુ:ખાવો અને હુંફનો અભાવ એ બે રોગ વિશે તમારી પાસેથી પહેલી વાર સત્ય સ્વરુપે જાણ્યું.

બા મને કાયમ કહેતા જ્યારે તુ ત્રણ વર્ષનો હતો ત્યારે મોટાભાઇ ઓફીસે જાય અને તને ન લઇ જાય ત્યારે તુ અચુક બારણું પકડી તેમની સાથે જવાની જીદ કરતો અને તેઓ હમણા મૉટાભાઇ આવશે અને તને લઇ જશે કહી પટાવતા. સાંજ પડે અને એજ બારણા પાસે તુ આતુર નયને તેમની રાહ જોતો…બીજા છોકરા ભણતા પણ તુ હજી નાનો તેથી તારી પાસે મોટાભાઇની રાહ જોવાનું કામ..અને જેવી તેમની જીપ આવે એટલે મોટાઇ આવ્યા મોટાઇ આવ્યા કરતો આનંદ મગ્ન થઇ જતો. મોટાભાઇ જમવા બેસે એટલે તેમના ખોળામાં ભરાઇને કે તેમની પાસે બેસીને તેમની સાથે ખાવા તમે હેવાયો કરેલો. (more…)

પ્રિય સોહમ ( ત્રેવીસ) October 26, 2007

Posted by vijayshah in : પૂ મોટાભાઇ , 1 comment so far

moon-venus_filtered.jpg

તારી વાતનાં અનુસંધાનમાં ‘ખાટીમીઠી’ એક વાત કહેવાની ઇચ્છા થાય છે. અને તે છે.. સુખના દિવસોને રોકી નથી શકાતા અને દુ:ખના દિવસોને જવા નથી દઇ શકાતા. સુખના દિવસો ટૂંકા લાગે અને દુ:ખની દિવસો લાંબા લાગે. બધી ઘટના મન સાથે જ સંક્ળાયેલ છે ને?સમય તો એની રીતે જ સરતો રહે છે.

આ સમયની મને અને તારી બાને હવે ઉણપો વર્તાય છે.લીલી વાડી છે સુંદર તેમાં ઘણા ભુલકાં છે અને તે વાડી આગળ ચાલે છે પણ કોણ જાણે કેમ હવે બસ ક્યારે આ જિંદગીને રામ રામ કહી જીવન લીલા સંકેલી લેવાની વાત મજબૂત થતી જાય છે. સંપૂર્ણ વાસણમાં છલોછલ જીવન તો છે અને હજી સમય તે વાસણમાં જિંદગી ભર્યા કરે છે અને તે જીવન જળ છલ્કાઇને વ્યર્થ વહી જતુ હોવાનો અફસોસ થયા કરે છે. (more…)

પૂ મોટાભાઈ( ત્રેવીસ) October 24, 2007

Posted by vijayshah in : પૂ મોટાભાઇ , 2 comments

moon-venus_filtered.jpg

જીવતકર્મ તમે કરો તે તો સારી ઘટના છે પરંતુ તેની સાથે એવો ભાવ આવતો હોય કે ચાલો હવે આપણે કોઇનાં માથે ભાર નથી બનવું તો મને કહેવા દો મોટાભાઇ તમે કે બા અમારે માટે ક્યારેય ભાર નહોંતા અને નહીં હોય.. કેમકે તમે જ તો અમને વડીલોની આમાન્યા અને માન રાખવાનુ શીખવાડ્યું છે..તમારા દાદા અને દાદીબા સાથેનાં વર્તનો થી.. હા કદાચ તમે જેટલુ મનથી તમારી રીતે જે દાન પૂણ્ય કરો તે વિશે અમને તકલીફ ક્યારેય ના હોય..મનમાં અને વાતોમાં આ જીવતરથી મન ઉતરી ગયુ હોય તો તેવું ન બને તેની કાળજી સૌ રાખે છે તેટલા પુરતું જ પુછવાનું.. (more…)

પ્રિય સોહમ ( બાવીસ) October 22, 2007

Posted by vijayshah in : પૂ મોટાભાઇ , add a comment

moon-venus_filtered.jpg

તારો પત્ર મળ્યો. ગયા વર્ષે ધરતીકંપ આવ્યો ત્યારે અહીં દુરદર્શન પુરી અને સાચી માહીતિ આપતુ નહોંતુ.. જોકે હું તો ઘરની બહાર નીકળ્યો જ નહોંતો અને તે ધ્રુજારી પાંચ મીનીટમાં જતી રહી હતી. તારો અનુભવ રોચક છે પરંતુ સાથે સાથે તુ આસ્થાવાન છે તેથી શીખા કરતા તને તકલીફો ઓછી પડી તે જાણી આનંદ. અજય અને આસ્થા બંનેની તબિયત સારી છે તે જાણીને આનંદ

આ વખતે અમે લોકો જીવત ક્રિયા કરાવવાનાં છીયે..તુ કહીશ તેવો વિચાર તમને કેમ આવ્યો..અમે બધા ભેગા મળીને ઘટીત બધુ કરશુંને.. હમણા વાંચેલી આ કવિતાએ મને તે દિશામાં વિચારતો કરી દીધો

શ્રધ્ધાંજલિ જાત ને…-નિલમ દોશી
(more…)

પૂ. મોટાભાઈ (બાવીસ)

Posted by vijayshah in : પૂ મોટાભાઇ , 1 comment so far

moon-venus_filtered.jpg

એક ઘટનામાંથી હજી બહાર માંડ નીકળ્યા અને બીજી ઉપાધી આવી નથી..થોડાક સમય પહેલા કટરીના હરિકેન આવ્યું અને ન્યુ ઓર્લીંન્સમાં હાહાકાર મચાવીને ગયુ અને લગભ એક લાખ જેટલા અમેરિકનો હ્યુસ્ટનમાં ખસેડાયા..તેમની ભાષા અને તેમના મકાન ગુમાવ્યાનાં દુ;ખો સહ્ય કરતા હતા ત્યાં હ્યુસ્ટન ઉપર રીટા નામનુ હરિકેન આવવાનું છે તે વાવડ ઉપર હ્યુસ્ટન ખાલી કરવાનાં પડઘમો વાગવા માંડ્યા..શીખા માંડ માંડ હજી એક ઉપાધીમાંથી કળ મેળવીને ઉભી થતી હતી ત્યાં આ આંધીથી અધમુઇ જેવી થઇ ગઇ..

તેને ઘર છોડી જવાનુ બહુજ આકરુ લાગતુ હતુ અને આશ્કા તે વખતે પુરા દિવસો ગણતી હતી…એક વખત તો સામાન બાંધતા તેના થી રડી દેવાયુ..હે પ્રભુ આ કેવુ..બહુ મહેનત અને જતનથી બનાવેલુ ઘર બગીચો અને સૌ ફર્નીચર અહીં સાવ રેઢુ મુકીને જાન બચાવવા દુર અજાણ્યા શહેરમાં રહેવા જવાનું..?આશ્કા હજાર માઇલ દુર હતી..અંશને ત્યાં જવુ નહોંતુ..અને હરિકેન કટરીના નો કાળો કેર દુરદર્શન ઉપર રોજ બતાવાતો હતો..

પોલીસો સતત શેરીઓમાં ફરી ફરી જાહેરાતો કરતા હતા ફલાણા રોડ થી નીકળી ગામ ખાલી કરો..જાનની રક્ષા કરો.. જીવતા હશો તો મિલકતો ફરી બનશે…વળી દરેક રોડ એક તરફી કરી દીધા છે..જાહેરાતોમાં દેખાડાતી ચિંતાથી એક પ્રકારનો ભય બહુગુણીત થયા કરતો હતો..ઘર છોડીને નીકળતા પહેલા અહીંનાં મિત્રોમાં બે અભિપ્રાયો નીકળ્યા..કોઇક નીકળી ગયુ હતુ તો કોઇક બહુ ચિંતીત નહોંતુ..જે ઓછુ ચિંતીત હતુ તે કહેતુ હતુ હરિકેન છેલ્લા ત્રીસ વર્ષમાં હ્યુસ્ટન ઉપર કેટલીય વાર આવ્યા. આપણા વિસ્તારમાં ક્યારેય આવ્યું નથી. જવું ના જવું નાં અવઢવમાં પ્રભુ પરની શ્રધ્ધા વધારતા બે ચમત્કાર દસેક મીનીટમાં થયા…

આશ્કાની સાસુનો ફોન આવ્યો..અજયનાં જન્મનો..અને આશ્કાનાં પુન:જન્મનો ( મા તરીકે) અને ટીવી ઉપર જાહેરાત થઇ હરિકેન ફંટાઇ ગયુ અને હ્યુસ્ટન ઉપરનો ભય પુર્વ તરફનાં ગામે જતો રહ્યો… મનમાં થયું.

કદીક સુખનાં અતિરેકે આવે આંખે આંસુ
કદીક દુ:ખનાં દરિયા વચ્ચે જન્મે હાસ્ય

કેવી છે આ જિંદગી મનવા કર વિચાર
ક્ષણે ક્ષણે જાય ઘટતી છતા જીવન છે

હરિકેન આવશે અને જશે કરી સૌ ત્રાસ
ફરી જિંદગી શરુ થશે એકડેએક થી કાશ!

વધતી ઉંમરે જ્યાં ઘટતી તન સ્ફુર્તી ત્યાં
કેમ શરુ કરશે નવી જિંદગી એમ વિચારી

હરિ એ તેનું હરિકેન વાળ્યુ બીજે ગામ
‘અજય’ પૌત્ર દાન હે પ્રભુ! મોટો ઉપકાર.

આમ એક દુ:સ્વપ્ન પુરુ થયુ..શીખાની તકલીફો શબ્દસ: વર્ણવી શક્યો નથી પરંતુ નાની બનવાનાં આનંદે તેના હરિકેનથી થનારી કાલ્પનીક તકલીફોમાંથી બહાર કાઢી અને જિંદગીનું ક્રીપ્ટો ક્યુબ જેમ સુખમાંથી દુ:ખ જન્માવે તેવુ કાયમ નથી થતુ આ વખતે તેણે દુ:ખમાંથી સુખ જન્માવ્યું..તે જ્યારે આજે વહેલી સવારે સુઇ ગઇ ત્યારે તેનું મન ગણગણતુ હતુ.

રાત જીતની ભી સંગીન હોગી
સુબહા ઉતની હી રંગીન હોગી

હું પણ હવે સુઇ જઇશ..આ હરિકેને છેલ્લા 3 દિવસથી દુરદર્શન ઉપર ઘણા તણાવો આપ્યા છે.. બહાર ધીમો ધીમો વરસાદ વરસે છે..ફરી થી આશ્કાને ફોન કરી તેની તબીયતની સુખાકારી પુછી લીધી તે આનંદમાં છે..નાના અજયનો ચહેરો કુંતલ જેવો છે..અને આશ્કા સ્વસ્થ છે. હરિકેને તબાહી તો ઘણી કરી છે..દુરદર્શન્ વિગતો આપે છે..ત્રણ વાગ્યા છે.મનમાં સૌ ઉપર પ્રભુની કૃપા ઉતરે તેવા મંગલ ભાવો સાથે થોડુક ઉંઘી જઇશ.

સોહમનાં પ્રણામ

પ્રિય સોહમ ( એકવીસ) October 19, 2007

Posted by vijayshah in : પૂ મોટાભાઇ , 1 comment so far

moon-venus_filtered.jpg

તારી કટોકટીની ક્ષણ નાં વિગતવાર વર્ણંનથી હ્રદય એક બે વાર તો ધબકારો ચુકી ગયા જેવું થયું…શીખાને થયેલ તકલીફો અને જે સહજતા પૂર્વક તેણે બાજી સંભાળી લીધી તે માટે તેને અભિનંદન. તારી સંવેદનશીલતા અને એકલા જ્યારે હોયે ત્યારે જે હૂંફ જોઇએ તે ત્યાં શક્ય નથી તેવુ માનવુ ભૂલ ભરેલુ છે. કહે છે પરદેશમાં પહેલો સગો પાડોશી અને બીજા સગા મિત્રો…ખૈર..જીવન જ્યારે જ્યારે જે જે આપે તે હસતા કે રડતા લેવુ જ પડતુ હોય છે..વહેવારિક સુચન કહું? આવા ઘાને વિસરાવા સમયનો મલમ જ કામ લાગે. શક્ય હોય તો ધર્મ જાપ અને મંત્ર ધ્યાન વધારો ખાસ તો જ્યારે બીક લાગતી હોય ત્યારે તો ખાસ..

(more…)

પૂ મોટાભાઇ ( એકવીસ) October 14, 2007

Posted by vijayshah in : પૂ મોટાભાઇ , 3 comments

moon-venus_filtered.jpg

સોહમનાં પ્રણામ

પેલુ ક્રીપ્ટો કયુબ જેવુ જીવનમાં સતત બન્યા કરે છે તેનો એક વધુ ભાગ ભજવાયો

આજે હું ન્યુયોર્કમાં છુ અને શીખાનો ફોન આવ્યો ઘરમાં બારીનો કાચ તોડી કોઇ ચોર ઘુસી આવ્યો. સદનશીબે જ્યારે કાચ ઉપર તેણે હથોડો માર્યો ત્યારે શીખા ઘરમાં હતી અને તેન થયુંકે બાજુમાં પડોશીને ત્યાં કંઇક ભાંગ્યુ અને તે જોવા બહાર નીકળી અને તેના આશ્ચર્ય વચ્ચે તેણે ઘરની બારી તુટેલી જોઇ અને કોઇક કાળો માણસ ઘરની અંદર ફંફોસતો હતો.. શીખા થી અને તે ચોર થી બંન્નેનાં મોંમાથી એક સરખી ચીસ પડી ગઇ ઓહ માય ગોડ! બૂમાબૂમ કરી પોલીસ આવી અને ઘર ફંફોસ્યુ તો સારા નશીબે કશુ થયુ નથી ગયુ નથીની ધરપત સાથે તુ દોડા દોડી ના કરીશ વાળી વાત સાથે એણે ફોન મુક્યો… (more…)

પ્રિય સોહમ ( ઓગણીસ) October 7, 2007

Posted by vijayshah in : પૂ મોટાભાઇ , add a comment

motabhai.jpg

તારા પત્રનાં છેલ્લા વાક્યે મને વિચારતો કરી દીધો.

કોણ જાણે કેમ મને વારંવાર અહેસાસ થયા કરે છે કે આપણે સમય ની કઠપુતલી થઇ ને નાચ્યા જ કરતા નથી? પ્રભુ કેવા ઘાતક દુ:ખમાં પણ સુખનાં અમિનું સિંચન કરી દેતો હોય છે ખરુંને? શું વિચારતા હોઇએ અને વિધાતા ક્યાં લઇ જાય તે તો ઘટના બને પછી જ સમજાય.
આગળનાં પત્રો ફરીથી જોયા અને વાંચ્યુ તો તારી ક્રીપ્ટો ક્યુબની કલ્પના ફરી તાજી થઇ.તેં તે વખતે તે વાક્ય જે અનુસંધાને લખ્યુ હતુ તે અનુસંધાન અને આજનુ અનુસંધાન જુદુ હોવા છતા તે હકીકતે સત્ય લાગે છે. મારા શારીરીક કષ્ટ નાં સમયે હું વ્યથીત હોઉ તે સ્વાભાવીક હોવા છતા આશ્કાની માતૃત્વ ધારણ કરવાની વાતે તો અમને પણ પ્રફુલ્લીત કરી દીધા.એકલતાનાં સમયે જે ઘાતક શારિરીક દુ:ખ આવ્યુ તે દુ:ખ ફેડવા જાણે પ્રભુ એ આ પ્રપૌત્ર જોવાની ઘટના ન જન્માવી હોય? જિંદગી બોઝ બને તે પહેલા આગળ જીવવાનું એક બહાનુ આપ્યુ..દિકરીને માથે વહાલથી અમારા વતી હાથ ફેરવીને આશિર્વાદ આપજે અને ઓવારણા લેજે.. નૂતન જિંદગી જ્યારે જ્યારે દેહ ધારણ કરે છે ત્યારે એવુ મનાતુ હોય છે કે હજી પ્રભુને માણસ ઉપરનો ભરોંસો ખુટ્યો નથી.

(more…)

પુ. મોટાભાઇ ( ઓગણીસ) October 5, 2007

Posted by vijayshah in : પૂ મોટાભાઇ , add a comment

motabhai.jpg

આપનો પત્ર, આપની વ્યથાઓ અને આપના ઉજળા મંથનો લઇને આવ્યો. બા કહે છે તેમ થોડીક વેદનાઓ પણ થઇ. અને આંખો ભીની પણ થઇ. પણ શું કહું અને શું કરું?ની વેદનાઓ નો મલમ તો સમય છે અને તે જેમ સુચવશે તે અને તે રીતે બધુ કરીશુ.

કુંતલ અને આશ્કા હાલ તેમને ગામથી આવ્યા અને બહુ સારા સમાચાર લાવ્યા..હા. આશ્કા તેના માતૃત્વનાં તબક્કામાં છે અને ભ્રુણ પરિક્ષણમાં તેમને તેમના પહેલા બાબાને જોયો..
તમને અભિનંદન..તમારી લીલી વાડી આગળ ચાલી અને તમે તમારી ચોથી પેઢી જોશો.. મમતાનો દરિયો તો આશ્કાને જોઇ છલકાઇ ગયો..શીખા પણ આનંદમાં છે.
(more…)

પ્રિય સોહમ ( અઢાર) September 27, 2007

Posted by vijayshah in : પૂ મોટાભાઇ , add a comment

તારો પત્ર મળ્યો.

વેદના સભર દિવસો તો જાણે પુરા થયા અને ઠેલણ ગાડીથી જેમ તમે ચાલતા હતા તેવી ઠેલણ ગાડી (walker) હવે સાથીદાર થઇ ગઇ છે. એકલા પડ્યાના ફાયદા ઘણા છે તેવુ હું માનતો હતો પણ તે ખોટુ છે. એકલા પડવુ અને પછી અપંગ બનવુ તે તો શ્રાપ છે. કદીક એવુ થાય કે આ જીવન જે અર્થહીન રીતે જીવ્યા કરવાનો કોઇ અર્થ ખરો? ઘણી વખત અલ્બમો માં તમારા હસતા ચહેરાઓ જોઇ થાય કે આ તે મને શું સુજ્યુ કે જ્યારે દિકરાઓને ઘેર દિકરાઓ અને તેમના દિકરાઓને ત્યાં દિકરા આવે અને તેમનુ બચપણ જોવાનાં સમયે આ કેવી દસ હજાર માઇલની દુરી?

બીજી દ્રષ્ટીએ જોઉં તો થાય કે હું અહીં કેમ રહ્યો છું? હું ત્યાં તારી સાથે કેમ નથી? હર્ષલ અને તુ બંને જણા મોટાભાઇ આવો આવો કહીને થાકી ગયા અને આ એકલતાની સજા જાતે વહોરી. તારી બા કહે ભલે શની રવિ તો શની રવિ તમે લોકો જીવતા હો તે જીવન અહીના એકલવાયા જીવન કરતા સારુ. કોણ જાણે કેમ તે વાતો ત્યારે જચતી નહોંતી અને આ પગ ભાંગ્યા પછી કાં તુ અહીં આવ કા અમને ત્યાં લઇ જા વાળી વાતો નાના બાળકની રમકડા માટેની જીદ હોય તેમ વધતી જાય છે.

તુ વિચારતો હોઇશ આ વાતો અમે હમણા આશ્કા નાં લગ્ન પ્રસંગે ત્યાં હતા ત્યારે બોલ્યા હોત તો અમારી સાથે જ તમને લઇને આવ્યા હોત…પણ ભાઇ તે વખતે આ યાતના પણ નહોંતીને? ખૈર! વહેવારે જે થતુ હોય અને અન્નજળ હોય તો જ ધારેલુ બધુ સુખ સૌને મળતુ હોય છે ને? તારી બા જ્યારે જ્યારે તારી વાત કરે ત્યારે ત્યારે મનમાં એવુ થઇ જાય કે આપણે માણસ છીયે અને ક્યારેક ભોગ આપવા કરતા જે પોતાનુ છે તેને માણવાની ઇચ્છ થઇ જાય… અને દરેક વખતે મનમાંથી પ્રાર્થના નીકળે…

હે પ્રભુ!
મારા સંતાનો મારા એકલાનાં સંતાનો નથી
એ તમારા પણ સંતાનો છે.
એ સર્વનાં ભાગ્ય વિધાતા તમે છો
આપની સર્વ કૃપા અને કરુણા તેમના પર પણ ઉતરે
તેમને દુ:ખ ન પડે તેવુ સૌભાગ્ય ઇચ્છું
તેમને સદબુધ્ધીની આપ વર્ષા કરો
અને સૌનુ ભલુ કરો.

તારી બા આ પત્ર વાંચ્યા પછી ખુબ રડી.. કહે એ જ્યારે અહી હતો ત્યારે બધુ જ ભોગવ્યુ હવે આવુ લખી તેના જીવને ના દુભવો અને એતો કહે જ છેને તમે આવો, પણ ત્યાં ઘણુ બધુ છે જે અહી નથી. અહી જે છે તેમાનુ ઘણુ બધુ ત્યાં પણ નથી. સૌથી મોટો તફાવત છે ડોલરનો અને રુપિયાનો..અને તે તફાવત રહેવાનો જ..ખૈર! જેમ તુ તારા મનમાં ચાલતા વિચારો અમને કહે બસ તેમજ મને આવતા વિચારો તંને લખ્યા છે. કોઇ પણ ઉતાવળીયુ કદમ ના લઇશ અને જેમ નક્કી થયુ છે તેમ તારુ બંને બાળકોને ભણાવવાનુ કામ પુરુ થાય પછી યોગ્ય લાગે તો આવીશ…

મોટાભાઇનાં આશિષ

પુ. મોટાભાઇ ( અઢાર)

Posted by vijayshah in : પૂ મોટાભાઇ , add a comment

તમે બોલ્યા તે હુકમ સર આંખો ઉપર.. જો કે હું તો આજે પણ સજા ભોગવતો કેદી છું તેને જેવી મુક્તિની વાત આવે એટલે કેવો આનંદ થાય..એ આનંદની સાથે સાથે ફરીથી તમે પડ્યા તે વાતનુ દુ:ખ પણ ઘણું છે. જો કે હવે તમે સ્થિરતા પકડી રહ્યા છો તે તમારી ચાકરી કરતા દરેક્ની સામુહિક મહેનત છે. ડોક્ટરની દવાઓ અને માવજત બંને અસરકારક છે વધુ તો શું કહું?

તમે કહેતા હતા તેમ શીખા ઘરમાં બેસી રહેવાને બદલે ફરી થી સ્કુલ શરુ કરી છે.

આશ્કા તેના નવા ગામમાં નવા કામમાં વ્યસ્ત છે. કુંતલનાં ઘેર અત્યારે રીસેપ્શનની તૈયારી ચાલે છે.

અહીંનાં રીવાજો પ્રમાણે નવવધુને સાસરે સારી રીતે આવકારવાની વિધિ કરી.. કંકુ પગલે આશ્કા ઘરમાં રુમ ઝુમ રુમ ઝુમ રીતે દાખલ થઇ મોટા નણંદ બાએ ઓવારણા લીધા સાસુમા એ પાંચ પકવાન બનાવ્યા અને સારુ એવુ પાર્ટી માહોલ આગલા દિવસે ઉભુ કર્યુ.

રીસેપ્શનનાં દિવસે નવયુગલને સ્ટેજ ઉપર અમેરીકન નૃત્ય કરાવ્યું. મારો માહ્યલો આમતો કચવાતો હતો પણ શીખા પ્રફુલ્લિત હતી આશ્કા કોઇ પણ રીતે ઉણી નહોતી ઉતરી..આશિર્વચનો નો દોર શરુ થયો.. સૌએ પોત પોતાની રીતે શુભેચ્છાઓનાં પુષ્પો આપ્યા..કવિ મિત્ર વિશ્વદીપ બારડનાં કાવ્ય મેરી લાડલી નું શબ્દ સહ મેં પુનરાવર્તન કર્યુ ત્યારે આશ્કાને બહુ જ આનંદ થયો. મેં થૉડા ભાવોને ગુજરાતી દેહસ્વરૂપ આપ્યુ

દિકરી

તને આપ્યુ ઘણું છતા લાગે ઓછુ
તારા જીવનમાં ધારેલ સુખ મળે બધું

ભણતર ગણતર સંસ્કાર અને વિનયથી
કરજે દ્વીગુણીત તુજ સાજન ગૃહ વિવેકથી

કદાચ સંસારનો તાપ ક્યારેક નડે તો
અનુભવનો દરિયો બંને માબાપ તમારા

ન ડર, ન કંપ, ન ખચકાટ અનુભવતી
સત્ય, ધર્મ ને નિષ્ઠા કાયમ સહાય કરતા

તારા હાસ્યોથી બેવડાય હાસ્યો અમારા
તેવું જ બને તુજ રુદનોથી છતા

સંસારે ‘મારુ’ ત્યજી ‘અમારુ’ બનાવીશ
તો સહજતા થી જીવાશે આ જીવન સારુ!

જેમ ખુશી આનંદ થી ભર્યુ’તુ આપણું ઘર
તેમજ ભરજે હાસ્યોથી તારા સાજનનું ઘર.

તારા સુહાગનાં ચાંદ્લાને અમર પટો મળે
બાબુલ તેથી વધુ શું પ્રભુ પાસે પ્રાર્થી શકે

રીસેપ્શનમાં હાજર કેટલાય બાબુલોને કવિતા તેમની દિકરીઓની યાદ અપાવી ગઇ.સાથે આપ્રસંગોનાં ફોટા મોકલ્યા છે

તમારી તબિયત સાચવશો

સોહમનાં પ્રણામ્

પ્રિય સોહમ ( સત્તર) September 20, 2007

Posted by vijayshah in : પૂ મોટાભાઇ , 1 comment so far

તુ સુખરૂપ પહોંચી ગયાનો ફોન આવ્યા પછીની રાત્રે ફરી હું પડ્યો.. વહેલી સવારે થયેલી તકલીફ માં થોડીક રોકકળ અને ધમાલ થઇ ગઇ. ડોક્ટર દવાખાનુ અને હોસ્પીટલોનુ એ ગુંગળાવનારુ ચક્ર ત્રણેક દિવસ મને નડી ગયું. મનમાં બે વાતો ઉઠતી હતી.. આ કેવુ વિધાતાનું શુભ ફળ છે કે આશ્કાનાં લગ્ન સુખરૂપે ઉકલી ગયા સોહમ પાછો પહોંચી ગયો પછી મને આ વેદના આવી. અને બીજો વિચાર આવ્યો દેહનાં કેવા ભારે કર્મો છે કે આટલી ઢળતી ઉંમરે વેદના આવે છે.

તારો પત્ર આજે મળ્યો તારા ખાલી માળા ની કલ્પના મને તમે લોકો અમેરિકા જવા નીકળ્યા પછી જે અમને ખાલીપો જણાતો હતો તેની પ્રતિકૃતિ સમ છે. વિધાતા જે સ્વરુપે જે પણ આપે તે ક્યારેક હસતા તો ક્યારેક રોતા લેવુ જ પડે છે અને તેમાથી કોઇ બીજા થકી ભોગવટો કે સાંસારિક સમાધાનો ચાલતા નથી. વધુ તો શું કહું.

તારી બા તને બહુ યાદ કરે.. ખાસ તો ધર્મની બાબતોમાં તેને પૈસો ખરચવો હોય અને તે તુ ફટ્ટ કરીને આપી દે તે વાતનો તેને બહુ જ ગર્વ.. મારો સોહમ તમારી જેમ આટલો બધો વિચાર ન કરે..વળી શીખાતો સોહમની ધર્મની વાતોમાં દરેક દાન ને દસ ગણુ કરીને મુકે. મારો જીવ માનવ ધર્મ માં માને. જીવ દયામાં માને તેથી મને તે વધુ ગમે. જો કે તુ પણ તે બધુ કરે જ આખરે લોહીનાં સંસ્કારો અમારા બંને પાસેથી તને મળેલા તેથી બંને બાજુની સારી વાતો તુ બોલતો.. પણ્ હું અને તારી બા જાણીયે કે તુ બંને ને ખુશ રાખવા મથે અને તારુ મન અમને ઠરેલા જોવા સદા તલશે. તને પૈસાની છ્ત હોય કે અછત.. તુ વાત જણાય કે તેને ન્યાય કરે જ…

વેદનાનો ભાર વેઠવાની એક જાણે ટેવ પડી ગઇ હોય તેમ આ વેદનીય કર્મનો ભાર સહેતો જાઉ છું અને પ્રભુનો એક એવો ઉપકાર માનતો જાઉં છુ કે તુ હજી મને વધુ ને વધુ સમય આપતો જાય છે કે તારુ ભજન હજી વધુ કરી શકુ. અને સંતો તો કહે જ છે ને દુ:ખ જેટલુ આવે એટલુ એવુ મનાય કે ઉપરવાળો તેના સંસારમાં પડેલા ભક્ત નાં કાદવ દુર કરી તેને તૈયાર કરે છે તેની પાસે બોલાવવા અને તેથી જ તો કહ્યુ છે ને

સુખમાં સાંભરે સોની અને દુ:ખ માં સાંભરે રામ
સુખમાં સંભાર્યા હોત રામ તો દુ:ખ ક્યારેય ન હોત.

એક વાત કહુ ભૈલા!

તારી વનવાસની સજા અંશ ભણી રહે એટલે પુરી કરી દેજે..તારી બાનો વલોપાત ઘણી વખતે મને ધ્રુજાવી દે છે. કારણ મેં તો મારી લાગણીઓ તારા તરફની જે હતી તે ફરજનાં નામે દાટી દીધી પણ મારી સાથે તારી બાની લાગણીઓ ક્યારેક તારી તબિયતનાં નામે કે ઘરની વાતોમાં ક્યારેક સોહમ અહી હોત તો.. કહી નખાતા નિ:સાસાના સ્વરૂપે મને જોવા મળે છે અને મને ક્યારેક થઇ જાય છે કે મેં આ નિર્ણય લીધો તે ટુંકા ગાળાનો હોવો જોઇતો હતો..અને મને લાગે છે કે હવે અમને બંને ને તારી હાજરી હુંફ અને લાગણી ની જરુર છે. હવે અમને તારી સાર સંભાળ ની જરુર છે. શીખાની જરુર છે.

ચાલ તબિયત સાચવજે અને પત્ર લખતો રહેજે

મોટાભાઇનાં આશિષ

પુ. મોટાભાઇ ( સત્તર) September 19, 2007

Posted by vijayshah in : પૂ મોટાભાઇ , add a comment

motabhai-2.jpg

સામાન્ય રીતે હવાઇ જહાજ્માં મને નિંદર ના આવે અને શીખા ઘસઘસાટ સુઇ જાય પણ આ વખતે અંશ સાથે હતો તેથી હું બહુ ચેન થી સુઇ ગયો.. આશ્કા નાં લગ્ન નો માનસિક થાક કે પછી અંશ સાથે છે તેની હાશ.. ગમે તે કારણ હોય પણ કન્યા દાનનું કુમકુમ ભાલે લાગ્યુ જાણે જિંદગીનાં કરવા લાયક કામોમાં એક કામ રંગે ચંગે પત્યુ તેની હાશ હતી

એરપોર્ટ પર ઉતર્યા પછીથી ફોન કરીયે ત્યારે ખબર પડે કે જે લેવા આવવાના છે તે ક્યાં છે? ઘણી વખત એવુ પણ સાંભળવા મળે કે હજી અર્ધો કલાક લાગશે..અને યાદ આવે દેશમાં તેડવા ફુલ અને હાર તોરા સાથે કુટુંબી અને મિત્રોનુ મોટું ટોળું હોય…ખેર! મનને ટપાર્યુ ભાઇ અહીં ડોલર લેવા આવ્યો છુ તો ડોલરની કિંમત તો આપવી જ પડેને? ખૈર અમારી અને અંશની બે કાર હતી અને અંશ તો સીધો જ નીકળી ગયો.. (more…)