પૂ. મોટાભાઈ ( ચોવીસ)

moon-venus_filtered.jpg

આપના પગનો દુ:ખાવો અને હુંફનો અભાવ એ બે રોગ વિશે તમારી પાસેથી પહેલી વાર સત્ય સ્વરુપે જાણ્યું.

બા મને કાયમ કહેતા જ્યારે તુ ત્રણ વર્ષનો હતો ત્યારે મોટાભાઇ ઓફીસે જાય અને તને ન લઇ જાય ત્યારે તુ અચુક બારણું પકડી તેમની સાથે જવાની જીદ કરતો અને તેઓ હમણા મૉટાભાઇ આવશે અને તને લઇ જશે કહી પટાવતા. સાંજ પડે અને એજ બારણા પાસે તુ આતુર નયને તેમની રાહ જોતો…બીજા છોકરા ભણતા પણ તુ હજી નાનો તેથી તારી પાસે મોટાભાઇની રાહ જોવાનું કામ..અને જેવી તેમની જીપ આવે એટલે મોટાઇ આવ્યા મોટાઇ આવ્યા કરતો આનંદ મગ્ન થઇ જતો. મોટાભાઇ જમવા બેસે એટલે તેમના ખોળામાં ભરાઇને કે તેમની પાસે બેસીને તેમની સાથે ખાવા તમે હેવાયો કરેલો.

આ વાત અત્યારે એટલા માટે યાદ આવી કે અત્યારે તેજ રીતે અને તેજ પ્રકારે તમે અમને યાદ કરો છો…અને અશ્રુબંધ 10000 માઇલની દુરીને શ્રાપ ગણીને જુદાઇ વેઠતા તુટે છે. તે વખતે બાળ સોહમ આ સાથ ઝંખતો પણ તમારું કામે જવુ જેવુ અગત્યનું હતુ તેવુ અગત્યનું અમારુ આ વિદેશગમન બન્યુ..તમારો જીવ જેમ તે વખતે તડપતો હતો તેમ મારો પણ અત્યારે જીવ તડપે છે.

આ દ્વંદનો અંત કેવી રીતે લાવવો તે વિચારતો હતો ને ત્યાં સમાચાર આવ્યા અંશ લગ્ન કરી રહ્યો છે.. તેની હની સાથે..હવે કદાચ તે ભણશે કે અધવચ્ચે રહેશે તે તો તેનું ભાવી જાણે..આશ્કા અને શીખા સાથેનાં અમેરિકન સ્વચ્છંદતા પૂર્ણ વર્તન નાં અંતે હવે લાગે છે તેણે મારી સાથે પણ સ્નેહતંતુ નો દોર છોડી નાખ્યો… ભગવાન તેનુ ભલુ કરે પણ તેણે મારા આ દ્વંદને નેસ્ત નાબુદ કરી નાખ્યું. હવે હું અહીં નિવૃત્ત થઇ તમારી સાથે રહેવા પાછો આવી શકીશ તેવી શક્યતાઓ ઉજળી થઇ છે.

કદાચ આ દુ:ખની ઘટના જ્યાં તમને તમારું સંતાન તેના અંગત સુખ માટે રઝળાવે તેવુ બને. મારે તો આ ઘટનાને પ્રભુ પ્રસાદી સમજવાની અને લશ્કરની ભાષામાં યુધ્ધ પુરું થયાના નિશાન જેવું રણશીંગુ વાગ્યું તેવુ લાગ્યું. શીખા અને આશ્કા અંશનાં આ નિર્ણયથી બહુ વ્યથીત નથી. હું મારુ ધારેલું કામ કરી શક્યો..પણ ભણતર બંનેનું પુરુ ન થયું નો અફસોસ જરુર છે. ઘણી વખત એવું મનાય છેને કે તમે ઘોડાને પાણીની વાવ્ સુધી લઇ જઇ શકો પણ પાણી તો તેણે જાતે જ પીવુ પડેને,,બસ બાપ તરીકે મારાથી બન્યું તેટલુ અને તેવુ ભણતર પુરુ પાડવા મથ્યો પણ તેને ભણતર કરતા દુન્યવી શોખો ને વહાલા કર્યા..તમે ભગવાન તો નથી અને તમારી પણ મર્યાદાઓ છે. તમે કહી શકો કે સમય ખોટો છે તે ખાડો છે તે દિશામાં ના જવાય..છતા તે દિશામાં જાય ત્યારે બીજુ તો શું કહેવાય..જાતે ચાલો ચાતરે છે તો જાતેજ પામશો પરિણામ.. બાપની તો વ્યથા એટલી જ કે તે જ્યારે દુ:ખી થશે ત્યારેય તે રડશે અને આજે પણ તે રડશે..

મારી પાછળ રેડીયોમાં મુકેશ ગુંજે છે..

આ અબ લોટ ચલે
નૈન બીછાંયે બાંહે પસારે
તુજ કો બુલાયે સુદેશ તેરા…

મોટાભાઇ હું આવુ છું આપની શીળી છાયામાં..આપની સેવા સુશ્રુષા અને સંભાળ કાજે…

સમાપ્ત.

2 replies on “પૂ. મોટાભાઈ ( ચોવીસ)”

  1. DR. CHANDRAVADAN MISTRY says:

    શુ કહાનેી સમાપ્ત થયેી….બધેી કહાનેી જાણતો નથેી પણ જ વાચ્યુ તેથેી આનન્દ થયો.

  2. DR. CHANDRAVADAN MISTRY says:

    Dear Vijaybhai…Thanks for your Email of OCT 28 & glad that you sentthe47 letter communications between the father &the son who are seperated by the distance & the culture..You tried to reveal the CULTURAL GAPin the thinking processs of those who had migrated toAmerica from India ( & other lands ) & the newer generationwho is raised in America..It is our duty to remind them of our rich heritage & at the same timeto accept something GOOD from the NEW LAND. If you sincierely plant the seeds one day you willrealise that your efforts were not in vain..Leave the the OUTCOME to GOD & be free of the worries..It took me 2days to read everything but it was worth reading & I enjoyed too…You thanked Nilam Doshi for the inspiration & thanked MANY OTHERS (includig the readers )for theire support & that was nice of you…Congratulations to you &wishing all the best for the future>.>Chandravadan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *