jump to navigation

વહેવાર અને લાગણી January 27, 2008

Posted by vijayshah in : તમે અને મારું મન , trackback

મિત્ર તમે ગજબનાં તેની તો વાત કરું
સમજ્યા અમે ઉંધુ તેથી પ્રત્યાઘાત કરું

લાગણી તમે દુભવી તે તમને વાત્ કરું
તમારા માટે નથી કો’ દુર્ભાવ  તે વાત કરું

કાં અપેક્ષા અમારી વધુ તમને વાત કરું
કે પછી સમજ્યા વિના વાત આદાન્ કરું

તીર તો નીકળી ગયુ કમાન થી શું વાત કરું
લાવે રુદનો ઘણા  હવે કહો ઇલાજ શું કરું?

મિત્ર છો માફી માંગીને ફક્ત એ યાદ કરું
વહેવાર અને લાગણી જુદા છે  એ જાણ કરું

Comments»

no comments yet - be the first?


 Type in