Archive for the ‘તમે અને મારું મન’ Category
જિંદગીની રાહ પર છે ઉતાર ચઢાવ ઘણા
સજન
Thursday, February 4th, 2010જા ને લુચ્ચા સજન love you
જા ને લાગણીઓથી તરબતર સજન
એક આંખે રડાવે Love you
પ્રાણથી અધિક વહાલોથી ભરેલ સજન
બીજી આંખે હસાવે Love you
મારા ચિત્તનો ચિત્તચોર પ્રેમાળ સજન
જાને જુઠ્ઠા સજન love you
ઉત્તમ સંવેદનો ને સમજથી ઠરેલ સજન
જા ને કહું પણ ના જા Love you
તારા પ્રેમનો કેવો જાદુ ઓ મારા સજન
અન્નજળ
Sunday, December 20th, 2009જ્યારે મળ્યા આપણે
પહેલી વખત
નયને હતું હાસ્ય અને રુડુ કાજળ
છુટા પડ્યા આજે
જ્યારે ત્યારે સજળ નયનો કહેતા
પુરા થયા હવે અન્નજળ
મિલન એ પ્રેમી અને પ્રેમીકાનુંજ હોય તે વાત ભૌતિક સ્તરે કદાચ સાચી હોય..પણ આત્મા અને પરમાત્મા વચ્ચે મિલન માટે પણ અન્નજળનું (કર્મજ્ઞાન)કોઇ મહત્વ હોય તે ઘટના માં આત્માનું રુદન આવુંજ હોય તે સમજી શકાય.
મોક્ષ માર્ગ સહજ બને
Wednesday, May 20th, 2009કહે છે
જે તમને ચાહે છે તે તમારું પૂણ્ય છે
અને સૌ પાપો જે ધિક્કાર સ્વરૂપ છે
જીવવું એ કારીગરી શ્રેષ્ઠ બને
જ્યારે
પાપ અને પૂણ્ય શૂન્ય બને
તોજ મોક્ષ માર્ગ સહજ બને
મૃત્યુબીક
Monday, March 30th, 2009કોઇ ક્યાં સાથે આવે છે, ઘડી બે ઘડીની વાતો છે.
કહેવાયે સૌ પોતાના પણ, રાત્રે એકલતા ડારે છે
જન્મ્યા જીવ્યા તે તો ઠીક! મૃત્યુબીક બહુ લાગે છે
ચાલ્યા ગયા સૌ સ્વજનો, હવે એકલતા ડારે છે
હાઈકુ
Wednesday, March 18th, 2009સુકું તે ઝાડ
થઈ ગયું લીલેરું
ફાગણ સ્પર્શે
૦-૦
તુ પુછે કેમ્
હોળી સળગાવી તેં!
પાપો બાળવા
૦-૦
શ્વાસોચ્છશ્વાસ
જન્મથી મૃત્યુ સુધી
સમય ચાલે
નિરપેક્ષીત થા
Wednesday, March 18th, 2009
તુ અપેક્ષાપ્રચુર
તેથી થાયે ક્ષણે ક્ષણે તને દુઃખોનાં પ્રચંડ આઘાત.
તેથી તુ રડે
પ્રભુને કરે ઘણી ઘણી ફરિયાદ્.
પછી જ્યારે કશું ન થાય ધાર્યુ,
ત્યારે કહે પ્રભુ તો બહેરો છે.
નથી સાંભળતો મારી દરેક ફરીયાદ્
પણ પ્રભુએ તો તને દીધુ એક વરદાન ખબર છે ને…?
ફક્ત કાર્ય તુ કર
હાક માર.. તને નથી ફળનો અધિકાર્
યોગ્ય સમયે જરુર મળશે તને
યથા યોગ્ય પરિણામ….
ખબર છે ને દ્રૌપદીનાં ચીર પુર્યા હતા
ને સુદામાનાં તાંદુલ આરોગી મહેલ દીધા હતા
મીરાને અપાયેલ ઝેરનો પ્યાલો ખીરથી છલકાવ્યો હતો
ને નરસૈંયાની હુંડીઓ ભરપાઇ કરી હતી
તે સૌએ જે કર્યુ હતું તે તું કરે છે?
મુક શ્રધ્ધા કે તે જે કરે છે તે સાચુ છે
તુ ફરિયાદ ન કર
પ્રભુને જે પ્યારા છે તેમને મદદ કર.
સુખ સંતોષ માં છે …
સુખ મનમાં છે
પ્રાર્થના કર.. સહન કર..
નિરપેક્ષીત થા
છોડો વડીલ “જોઇએ”નું વળગણ
Monday, February 2nd, 2009સુરજે રોજ સવારે ઉગવુ જોઇએ
સાંજ ઢળે તેને આથમવુ જોઇએ
કોયલે ગ્રીશ્મમાં ટહુકવુ જોઇએ
શ્રાવણે મંડુકે ડ્રાઊં કરવું જોઇએ
રાત પડેને તમરા રડવા જોઇએ
સવારે ઝાકળે ફુલને ધોવા જોઇએ
આ બધુ તો ઠીક વડીલ મુરબ્બી
સમયકેદે તમારે કાં રહેવુ જોઇએ?
આઠને ટકોરે તમે બહાર ચાલો
નવનાં ટકોરે ઉત્સર્જન પ્રવૃત્તિ
દસ્ ટકોરે ગરમાગરમ સુપ્
અગીયારે દાળ ભાત રોટલી
બાર વાગે ટીવીનું ધ્યાન
તકીયો ઉગમણે જોઇએ
બેઠક આથમણે જોઇએ
જોઇએ જોઇએની યાદી
દિનભર થાતી ટુંકી લાંબી
પ્રભુ ક્યાં છે ? ક્યાંછે તેનું ચિંતન?
ક્યાંછે આતમ જ્ઞાનનું ઉંજણ?
ભવાટવીનાં ફેરા વધતા જાશે
ઘડીયાળ છોડી બાંધો આતમ કંઠી
છોડો વડીલ “જોઇએ”નું વળગણ
જીવ્યા કરીયે ચાલને સખી
Monday, January 5th, 2009જિંદગીના આટલા લાંબા સફર પછી
તુ કહે કે હું જેમ જીવી તેમ ના જીવી હોત તો
કેટલા બધા બચ્યા હોતે પૈસા સજન!
આ તો ઉંધા ચશ્મા જ વળી…
ચશ્મો સીધો કરને સખી
જે છે તેને જોને…સખી
જે નથી તેને છોડને સખી!
“આજ” આપણી લાખેણી,
“કાલ” બંને “આજ”થી તાણેલી
જીવ્યા કરીયે ચાલને સખી,
આજને બસ આજની રીતે…
એજ લક્ષ્ય..
Wednesday, October 15th, 2008પ્રભુ દરસની પ્યાસ વધી
પ્રભુમાં સમાવાની આશ વધી
દયા કર હે કૃપાળુ પરમાત્મા
મુક્તિ તણી ઉત્તમ આશ વધી
સમજાયુ નિરર્થકપણું સંસારનું
વેરા આંતરાનું ગણિત સંસારનું
ખાલી હાથનું આવાગમન બધું
ફક્ત સહાય તારી જ ખરે સાચી
આયુષ્ય મળ્યુ તો તેને માણવું
રીત તો છે તે સાવ જ ખોટી
જે પ્રભુએ ત્યાગ્યુ તે પરનો મોહ
વિપરીત બુધ્ધી ભવાટવી જોગ.
મારું મારું જ્યાં કર્યુ તે તો ગયું
જાગ્યાત્યારે સમજાયું તે શમણું
ક્ષણનો પણ હો ના પ્રમાદ હવે
ભવાટવીની મુક્તિ એજ લક્ષ્ય
તે જ તો પાનખરનું કામ છે.
Wednesday, October 1st, 2008Picture courtsey: tahuko.com/?p=605
પાંદડુ તો પીળું હતુ જ, અને ખરી પડ્યું, તેમા પાનખરનો શું વાંક્?
વૃક્ષ ઉભું છે ને કડે ધડે, પડેલાં પાન સડે, તેજ તો પાનખરનું કામ છે.
કુદરતનો તે છે વહેવાર, પડેલા પાન રડે, તેમાં પાનખરનો શું વાંક?
જગ્યા કરવી નવ પલ્લવીત કુંપળની તેજ તો પાનખર નું કામ છે.
કૂપળોને કહો ખુલે ખીલે અને પ્રસરે ચોતરફ પાનખર કંઇ નહી કરે
ગુમાવી જો જિંદગીની લીલાશ, ખેરવી નાખવુ પાનખરનું કામ છે.
હાથ ચાલતા બંધ થયા અને આશાનાં દરવાજા બંધ જો જાતે કર્યા
તો શ્વાસ બંધ કરી મૃત્યુ દ્વાર બતાવવું તે જ તો પાનખરનું કામ છે.
પ્રભુ! તારે દ્વારે ઉભી છે તે મારી બા છે
Monday, September 22nd, 2008તમે પ્રેમથી ભર્યુ ભર્યુ જીવન દીધું
વસમી વિદાયે તે આંસુઓથી ભર્યુ
કેવી રીતે કહુ કે બા તમે આજે નથી
તો કેવુ એકલુ અટુલુ ને વસમું લાગ્યું
બધા છે છતા તમે નથી નો આ ગમ
કેમ વારે વારે આંસુ બનીને સર્યા કરે.
પ્રભુ! તારે દ્વારે ઉભી છે તે મારી બા છે
તેં બોલાવી છે છતા કહું છું ધ્યાન રાખજે
મારી બા છે. તારી બા ની જેમ્ જ.. મોંઘી અને વહાલી
તેને બધુ દેજે, તારી પણ બા ને જેમ દે તેમજ તો..
અચાનક આંખ ખુલી
Wednesday, August 13th, 2008
મને રાત્રે એવુ સ્વપ્ન આવ્યું કે
મારો દેશ મહાન છે એવુ કહેતા
દરેક રાજકારણીઓ
પોતાના કાળા નાણા, પીળા નાણા, સ્વીસ નાણા અને રાતા નાણા
( ડોલર પાઉન્ડ અને સ્વીસ ફ્રાંક, રુબલ અને પેટ્રો નાણા)
બધા દેશને અર્પણ કરી રહ્યા છે અને
ખુરશીસેવા દેશભક્તીથી કરી રહ્યા છે
અચાનક આંખ ખુલી
બોંબ ધડાકાથી દેશ લોહી લુહાણ્ હતો
મેરા દેશ મહાન ગુંડા રાજ્..
મોંઘવારી અને હાડમારીથી ધ્રુજતી જનતા
કહેતી હતી ક્યાં છે નવા દેશનાં સ્વતંત્ર સેનાનીઓ?
સ્થિતપ્રજ્ઞતાની આ દશા
Sunday, August 10th, 2008સર્જન હરેક ક્ષણે માનવ તુ કરે
પછી તેના ઉપર આશાઓ તુ કરે
આશાના ફળે તો મનથી ખુબ રડે
સર્જન ના કરે અને ફક્ત જોયા કરે
થનાર જે છે તે હરદમ થયા કરે,
તો સુખ કે દુઃખને તુ કદી ન રડે
સ્થિતપ્રજ્ઞતાની આ દશા તને મળે
જો માન શાન અપમાનમાં સમાન રહે
આ હાથની રેખાઓ
Wednesday, August 6th, 2008આ હાથની રેખાઓ કરતા વધુ છે રંગોનો છંટકાવ
જિંદગીનાં રંગમંચ ઉપર શ્વાસ કરતા વધુ ઉચ્છશ્વાસ
કહે છે ‘આવજો’ કે ‘થોભ જરા’ નો ભય રણકાર!
બન્યું છે સુંદર ચિત્ર! વધુ વિચાર્યા વિના બસ માણ
શ્રી મહેન્દ્ર શાહનું સુંદર ચિત્ર જોતા જોતા ઉદભવેલા વિચારો
સૌ સાચી વાતે
Thursday, July 31st, 2008પ્રભુ સાથે વાતો કરતો માનવ બોલી ઉઠ્યો કે
પ્રભુ કેમ આપ્યુ શેતાન નાં સંતાન મન ને મસ્તિક્માં ઉંચેરુ સ્થાન્
અને હ્રદયને વેંત નીચે છાતીમાં?
પ્રભુ કહે
મન તો વિકલ્પોમાં ગુંચવે,
કરે નહી કોઇ વહેવારીક વાત
મન તો વિપરીત બુધ્ધી.
સાચુ કદીયે ના જુએ.
તેથી તે સાવકુ અને રાખ્યુ દુર ખાસ.
સમજે હ્રદય મારી બાની તેથી
તેનુ સ્થિર સુરક્ષીત દેહમાં સ્થાન
હ્રદય તો સ્વયં સંચાલીત,
મન નુ ના ચાલે કોઈ જોર.
હ્રદય સાચે જ ધડકે અને ધબકે સૌ સાચી વાતે
શક્યતા
Saturday, July 12th, 2008આમ તો મુકી દીધી હતી
તને મળવાની સર્વે આશાઓ
કારણો ઘણાં તેથી ,
નશીબનાં ભરોંસે છોડ્યો હતો તને
ને વરસાવતો હતો ઘણા આશિષો અશ્રુધારે,
કે મળે તારુ ધાર્યુ સર્વ સુખ તને,
અંતે તુ જ તો છેને એક માત્ર પીંડ અમારુ
નક્કી સમાંતરે ચાલતા ગ્રહે ખુણો બદલ્યો છે
તેથી તો આજે ફોન આવ્યો.
જિંદગીમાં ક્યારેય નહી મળુ ના ધુંધવાતા
અગ્ની ઉપર્ આશનું અમી છંટકાયું
હવે ક્યારેક તો મળીશુની
શક્યતા ઉજાગર કરી તેં.
નવી ક્ષીતિજો
Saturday, June 21st, 2008આ કોઈ હાર નથી, જો માને તો આ વહાલ છે સખી!
પંખી માળામાંથી જાય્, તે તો જગ વ્યવહાર છે સખી!
જનમ્યું તે જાય, એ વાત સાચી સંસારની છે સખી!
રડ નહીં આતો, બધી રોજની ઘટમાળ છે સખી!
કાલનો સુરજ આવશે, કોઇ વાત નવી લઈને સખી!
આ ઘાતને,સમજથી કે હીબકીને વિતાવીયે સખી!
ધર્મ કહે ,કરેલુ કદી એળે જતુ નથી તે જાણ ને સખી
બંધ દ્વારને જોઈ, નવી ક્ષીતિજો અણદેખી કર ના રે સખી
દઈએ ડંખ કેમ?
Monday, June 16th, 2008કરીલે કરવા હોયે તેટલા જુલમો જુલ્મી
સહીને ડંખ સૌ કોશેટો પતંગિયું બને છે
કરેલા સૌ જુલ્મોનાં હિસાબો જ્યારે કરીશું
અમે સ્મિત ભરેલું તમારું કવન બનીશું
જાત અમારી મકરંદની તેથી તો આ જેલ
કમળ જેવા કોમળ શરીરે દઈએ ડંખ કેમ?
આયખું લાંબુ તેથીતો પરિવર્તનની આશ
નહીંતો એક ચિત્કાર અને બંધ થાય શ્વાસ.
મારા પિતાજી
Friday, June 6th, 2008 માન કેટલુંય દઉં તમને મારા પિતાજી!
માવજત કરી ઉછેર્યો મુંને મારા પિતાજી!
મુજ બાળહાસ્યોથી ખીલ્યા મારા પિતાજી!
મુજ સફળતા દેખી કોળ્યા મારા પિતાજી!
કૌટુંબીક ધોરણે પોષ્યો મુંને મારા પિતાજી!
સંસ્કાર અમિથી મુંને સીંચ્યો મારા પિતાજી! (more…)
માન કે મનાવ..
Saturday, April 12th, 2008
એક દિવસ જરૂર મળે છે સૌને
તેમનુ ધારેલુ સુખ.
તેદિવસ આવ્યો નથી તો આશવંત બન
તે દિવસ આવી ગયો તો આનંદીત રહે
તે દિવસ આજે છે તો તે માણતો જા
પ્રભુની આજ તો કૃપા છે
દરેક ઉગતા દિવસે કંઇક આપે છે
કદીક સુખ તો કદીક આનંદ
કદીક તડપન તો કદીક ખાલીપો
કદીક આશા તો કદીક આંસુઓ
કદીક જન્મ તો કદીક મરણ
મૃત્યુ ન આવે ત્યાં સુધી જિવવુ તે
કદીક સજા તો કદીક મજા
જે પણ મળે છે તે પ્રસાદી પ્રભુની
માન કે મનાવ..
ભીષ્મનો વિષાદ
Wednesday, April 2nd, 2008કુરુક્ષેત્રે ખડકાયે
મારા પૌત્રો અને પ્રપૌત્રોની સેના
કાપવા એક મેકનાં શર..
સમજાવુ કેમ કે તમે
શકુનીનાં પાસાથી પીડીત
તેથીતો દોડવું પડ્યું દ્વારકાધીશે
બનીને સારથી.
શીખંડીની ઓથ લઈ
રડતો જિષ્ણુ વરસાવે સહસ્ત્ર બાણ
મા ગંગા આવો અને તારો
પોકારે તમારો બાળ…
અઢારમાં દિવસે શું જોઉં કુરુક્ષેત્રે…
પાંચ પાડવો સિવાય્
ના બચ્યુ કો વંશ વેલે
દે બોધપાઠ મહાભારત
યુધ્ધ કદી નથી જવાબ કોઈ પ્રશ્નનો..
કે નથી જીતતુ કોઇ ખોયા વિના કશુ.
શું મે મેળવ્યું હસ્તિનાપુરને વફાદાર રહી?
પુત્ર ખોયા, પૌત્ર ખોયા, પ્રપૌત્ર ખોયા
આજે લઈ નામોશી ચાલ્યો મૃત્યુ પથે નાખતો નિઃસાસા.
આ કવિતા ની વાત દરેક દાયકામાં જુદા જુદા નામે અને સ્વરુપે દરેક્ની જિંદગીમાં આવતી હોય છે. જે તમને સાચુ લાગતુ હોય તે દરેક વાતોમાં સમાજનાં દુર્યોધનો નામ, સ્વમાન અને આગોતરી ચાણક્ય બુધ્ધીનાં નામે ” હવે તો યુધ્ધ એજ કલ્યાણ” નો બુંગીયો ફુંકતા હોય છે. કામ ન કરનારો અને વાંકો શોધનારો દુર્યોધની વર્ગ હંમેશા પાંડવોનો હક્ક ડુબાડે જ છે. અને કિંમતો ચુકવે છે કુંતા..ગાંધારી અને માદ્રી જેવી અગણીત માતાઓ અથવાતો બની બેઠેલા ભીષ્મ પિતાઓ
નજરો જેની
Wednesday, February 27th, 2008પેલી સારસ બેલડી મલકે સંગ સંગ
કેવુ સુખી જોડુ આ હેતલ નજરો જેની
ભવોથી સાથે ફરતી ગાંધર્વ જોડી આ
ના લગાવો નજર ઓ જમાના વાલો
સુખી દંપતિ જીવન જીવે ત્રણ દસકાથી
હેત પ્રીત અને સતત નેહ નજરો જેની
નજરો જ જેની કહી દે પ્રેમ અમર તેનો
સુખ દુઃખે પણ રહી હસતી નજરો જેની
વેલેન્ટાઈન ડે
Thursday, February 14th, 2008વેલેન્ટાઈન ડે એટલે “હની” એકલી?
તમે જેન ચાહો તે બધા વેલેન્ટાઈન
જે તમને ચાહે તે બધા પણ વેલેન્ટાઈન
વેલેન્ટાઈન એટલે પ્રેમ પુનઃનવીનીકરણ
જે વરસે એક વાર કેમ્?
કેમ નહીં તે અહર્નિશ ?
અમ વીતી, તુજ વીતશેની વાત
Tuesday, January 29th, 2008કહે છે આજે તેને તમે યાદ નથી રહ્યાં
કારણ હવે નવી દુનીયા એની પાસે રહી
ગૈ કાલે તુ પણ તારીદુનિયામાં હતોને?
તેની જેમ જ…
ત્યારે યાદ આવતા હતા તને તારા માબાપ?
ત્યારે જે તેં કર્યુ તે આજે તે કરે
તે અફસોસ નકામો
કરેલી ભુલ ભુંસાય તેવો કાયદો ન હોય
ત્યાં ભુલ ભુલકાં અને
ભુલે માબાપ તે વાતો સાવ સહજ લે
કહેતા હતાને મા બાપ..
ઉપર ન્યાય છે..
સાચો સમય આવે ત્યારે જ સમજાયે
અમ વીતી, તુજ વીતશેની વાત…
વહેવાર અને લાગણી
Sunday, January 27th, 2008મિત્ર તમે ગજબનાં તેની તો વાત કરું
સમજ્યા અમે ઉંધુ તેથી પ્રત્યાઘાત કરું
લાગણી તમે દુભવી તે તમને વાત્ કરું
તમારા માટે નથી કો’ દુર્ભાવ તે વાત કરું
કાં અપેક્ષા અમારી વધુ તમને વાત કરું
કે પછી સમજ્યા વિના વાત આદાન્ કરું
તીર તો નીકળી ગયુ કમાન થી શું વાત કરું
લાવે રુદનો ઘણા હવે કહો ઇલાજ શું કરું?
મિત્ર છો માફી માંગીને ફક્ત એ યાદ કરું
વહેવાર અને લાગણી જુદા છે એ જાણ કરું
વંશજ
Friday, January 25th, 2008આશિર્વાદો ઝરણા સમ્ સૌ સ્ફુટતા રહે, તુ છે વંશજ
ભરજે આનંદ અગણીત સૌ નાં મને, તુ છે વંશજ
અભિનંદન માબાપને જય જય કાર, તુ છે વંશજ
ન પીડાઓ આધી વ્યાધી કે સમય દે, તુ છે વંશજ
લોહીની સગાઈ, ધર્મની દુહાઈ તને, તુ છે વંશજ
આગમનથી તારા આનંદ ઝાઝો અમને, તુ છે વંશજ
રુપ અમેરિકન્ ભલે તેં તો ધર્યુ છતા, તુ છે વંશજ
નામ તારા સાથે ચાલે વંશનો વેલો, તુ છે વંશજ
સખી
Monday, January 21st, 2008સંતાડ્યા કરે છે મને મારી બેચેની સખી
સંતાપ્યા કરે છે મને તારી બેચેની સખી
હાસ્ય સાથે અશ્રુ પણ લાવે જીવન સખી
સમજ જરા તે કદી આવે ન એકલા સખી
ક્યારેક હસે પણ વધુ તો ફરિયાદો કરે સખી
આમ થયુ તેમ કેમ થયુ ક્ષતિશોધ કાં સખી?
શાંતિ થી જો સુખ તો વસ્યુ છે મનમાં સખી
સુખનો ઉપાય પણ વસ્યો તુજ મનમાં સખી
હ્રદય દુ:ખ્યાની વાત
Saturday, January 19th, 2008જિંદગીની શુન્યતાઓને ખુબ ભરી લીધી
પ્યાસી નજરોમાં એક તરસ ભરી લીધી
જાય દિવસો હતાશ, ઉદાસી ઘેરી વળી
તુ આવશે નહી તે ઉદાસીને ભરી લીધી
સમય જ્યારે આવશે તને સાથે લાવશે
તે વાતને હવે દુઃસ્વપ્ન સમ ધારી લીધી
એકલતા ક્ષણ ક્ષણ બનીને મને રિક્ત કરે
ત્યાં કરવી કોઈ આશ મુર્ખતા ધારી લીધી
સમજ ને ફરજની વાત જ્યાં સૌની પોતાની
ત્યાં સંસ્કારબીજ ફોરશે તે વાત અંધારી દીધી
છું એક વ્યથાનુ પુષ્પ, સુગંધ ક્યાંથી હોય?
હ્રદય દુ:ખ્યાની વાત તેથી કાવ્યે ધારી લીધી
ફરજ અને હક્કોની વાત દરેક માણસ પોત પોતાની રીતે જોતો હોય છે. દરેકને પોતાના હક્કો યાદ રહે છે પણ તે હક્કો ફરજો બજાવ્યા પછી આવે છે તે સમીકરણ યાદ નથી રહેતુ અને તે કારણે ધીમે ધીમે તે એકલતા તરફ ધકેલાતો જાય છે. હ્રદય દુખ્યાની વાત તેથી તો કહેવાની માંડી વાળી..
લાગણી ભીની જાત
Wednesday, January 16th, 2008સુખ તો સખી ઝાકળની ભીની જાત
ઝાકળનું સખી જીવન હોયે ક્ષણો સાત
આજનું તોફાન, ભારે ભારે પ્રપાત
લાગણી ઝંઝે ચઢે, હ્રદયને પક્ષાઘાત
તારુ હાસ્ય કે આંસુ જગાડે આખી રાત
ગમે તે હોય કારણ,રહેવુ ગમે મને અજ્ઞાત
ઝાકળ આપે ભીનાશ,ક્ષણમાં જ ખલાસ
જીવન મારું બને લાગણી ભીની જાત











