તારો પત્ર મળ્યો.
મને નવાઈ લાગે છે કે અંશનાં લગ્નને સવા વરસ વીતી ગયા પછ અરે તેને ત્યાં દિકરો આવી ગયા પછી તને તેનુ આલ્બમ જોવા મળે છે? અને તે પણ અચાનક અને તેને તુ દુઃખનુ કારણ માની દુઃખી થાય છે? આ બતાવે છે કે હજી તુ કર્તૃત્વ ભાવથી મુક્ત નથી થયો…હજી તને ઉંડે ઉંડે એવી આશા છે કે દહીંનુ ક્યારેક દુધ થશે?તે તો તેના જીવનમાં તને તારા હાલ ઉપર છોડીને જતો રહ્યો..હવે જે થનાર છે તે અંગે વિચારી વિચારી દુઃખી થવાને બદલે થોડોક ભરોંસો ભગવાન ઉપર મુક અને ખાલી પ્રાર્થના કર કે તેનુ પણ ભલુ થાય અને તારી જિંદગીમાં તારે જે કરવાનુ હોય તે કર્.
હમણા ક્યાંક વાંચેલુ તને લખવાનુ મન થાય છે Continue reading →
