Daily Archives: February 24, 2008

વિચાર વિસ્તાર

છે હરણની ફાળ જેવા ઓરતા
ને ચરણમાં કાચબો પાળ્યો તમે
                  કરસનદાસ લુહાર

માણસની મોટામાં મોટી મજબુરીને કવિએ કેવા સરસ શબ્દોમાં મુક્યુ છે.મનનાં ઓરતા તો ગગન આંબવાનાં છે.. કોઈકને કરોડપતિ બનવું છે.કોઈકને અપ્સરા સમી નાર જોઈએ છે તો કોઈક્ને દેવરૂપ જીવન સાથી.આપેક્ષાઓનો તો અંત નથી અને તે અપેક્ષાનાં અશ્વોને મન બેફામ રીતે દોડાવે તેમ કાયમ બને પરંતુ તે સ્વપ્ના દરેક્ના સાચા નથી પડતા કારણ્ કે એ મનોરથોને પામવાનાં સાધનો ટુંકા છે પગે કાચબો બાંધ્યો છે..પરિણામે અપેક્ષાઓ તુટતા દુઃખનો અહેસાસ થતો હોય છે.
  
જે હ્રદયને સાંભળે છે તે પગે કાચબો બાંધ્યો છે તે સત્યને ભુલતો નથી અને તેથી કદાચ આ વણ જોઈતા જાતે ઉભા કરેલા દુઃખથી બચી જાય છે. મારી મોટર કાર ભલેને ૧૨૦ માઈલની ઝડપે ચલાવી શકાય પણ ગતિમર્યાદા ૪૫ માઈલ હોયતો ૯૦ માઈલનું અંતર એક કલાકમાં ન જ કપાય્… હવામાં ભલે ઊડો તમે પણ પગ જો હશે ધરતી પર તો પછડાટનો માર નહીં લાગે

પ્રિય સોહમ (૨૭)

moon-venus_filtered.jpg

તારી વાતો હંગામી ધોરણે તને ભલે સાચી લાગે પાણ વાસ્તવિકતા તો એજ છે કે દેશ તેવો વેશ કરવામાં તે સાચો છે. જો રોજ નાં સંઘર્ષો વેઠીને પણ અંતે ત્યાં નાં જેવુ થવાનુ જ હોય તો સંઘર્ષો વેઠ્યા વિના કેમ ત્યાંનું અનુકુલન કેમ ન લેવું? ભારતનાં મુલ્યો ભારત માટે સાચા છે તે અમેરિકામાં સાચા હોઇ પણ શકે અને ન પણ હોઇ શકે..!

હું હરદમ એવુ માનતો આવ્યો છું કે એક પરિસ્થિતિમાં હું સાચો હોઉ તે પરિસ્થિતિ દરેક માટે તે ક્ષણે સાચી ન પણ હોઇ શકે તેનાથી તે ખોટો છે તેવુ સિધ્ધ નથી થતુ. અનેકાંતવાદનાં આ સિધ્ધાંતનુ જ્યારે અમલિકરણ હુ તારી વાતો સાથે કરુ છુ ત્યારે મને તો વારં વાર એવો અહેસાસ થયા કરે છે કે વાંક જો હોય તો એકલી વિધાતા બની ગયેલી મનોવૃત્તિનો છે. તમે બધ્ધા કહો છો Continue reading →