પૂ. મોટાભાઈ (૨૮)

moon-venus_filtered.jpg 

પૂ. મોટાભાઈ (૨૮)

તમારો પત્ર મળ્યો. અક્ષરે અક્ષર સત્ય અને અનુભવ ભરેલ વાણી છે.

ઘણા લાંબા સમય પછી આજે મંદિરે ગયા હતા અને આજે એવુ ભયાનક દુઃખ જોયુ . દિલીપ દોશીનું કુટુંબ ખુબ ધાર્મિક અને સફળ વેપારી. દસેક વર્ષ પહેલા તેમની બંને કીડની ખલાસ થઈ ગઈ.સમાજમાં નામ મોટું તેથી પહોંચ ઉંચી તેથી જીવન બચ્યુ પણ કીડની ડાયાલીસીસ નુ દર્દ વેઠતા રહ્યા.પત્નીને સમજાવી તેમના ધંધા ઉપર બેસાડી.વીલ કર્યુ ભાગીદારી છુટી કરી અને હવે જિંદગી ઓછી છે કરીને ધર્મ માર્ગે ચઢ્યા

દિકરો વિકી મેડિકલમાં દાખલ થયો..દિકરી મોના કોલેજમાં દાખલ થઈ.આખુ કુટુંબ દિલીપભાઈની શારિરીક વેદનાને મનથી વેઠતુ હતુ..ત્યાં એક દિવસ કાર અકસ્માતમાં દિકરી મોના મૃત્યુ પામી. શીલાબેન અને વીકી એક અજીબો ગરીબ પરિસ્થિતિમાંથી પસાર થયા..વીકી એ શીલાબેન અને દિલીપભાઈને મોના નાં દેહ દાન માટે તૈયાર કર્યા..દિલીપભાઈ સહિત પાંચ દર્દીને કીડની, આંખો અને હ્રદયનાં દાન થયા..

આજે સમાચાર આવ્યા તેમનો ૨૭ વર્ષનો વીકી અકસ્માતમાં મૃત્યુ પામ્યો… દિલીપભાઈ અને શીલાબેન છતા સંતાને નિઃસંતાન થયા..ખરેખર કોઈ ની  ઉંમર મૃત્યુ માટે નથી..અઢળક પૈસો પણ પૈસાને જાળવનાર કે વાપરનાર ના રહ્યો. અને આ બધુ દસ વર્ષનાં ટુંકા ગાળામાં…

દિકરાની ચીતાને આગ દેવા જેવું કઠોર કામ જ્યારે દિલીપભાઈ કરશે ત્યારે તેમના માથે શું વિતશે તે કલ્પના કરતા મારું મન ધ્રુજી જાય છે. શીલાબેન નું કલ્પાંત અને વીકીની વિવાહીતા ચાંદનીનાં દુઃખ સામે અમારું કલ્પાંત બહુ જ વામણુ અને અર્થ હીન છે.મને લાગે છે ભલે અંશ મારી સાથે વાત ન કરતો હોય્. મને તેણે છેતર્યો હોય છતા એ હયાત છે તે પ્રભુ નો ઉપકાર છેને…

શાસ્ત્રો કહે છેને કે તમારા દુઃખને નાનુ કરવા તમારાથી વધુ દુઃખીને જુઓ અને તમારા સુખને વધારવા તમારાથી ઓછો સુખી હોય તેને જુઓ વાળી વાત આજે મને આત્મસાત થઈ.
હું મનથી મારા ઉપર થયેલ પ્રભુ કૃપાને વંદી રહ્યો…

બાની અને તમારી તબિયત સાચવશો અને અમ સૌ પર આશિષો વરસાવતા રહેજો

સોહમનાં વંદન્..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *