ગામફોઇ

gamfoi.jpg

Picture courtsey: Mahendra Shah Pittsberg PA

 .

૫૫ વર્ષની કૃષ્ણવદનભાઈની પત્ની સુભદ્રા એ આપઘાત કર્યો.. કશુંક પી લીધું હતું અને બે છોકરા મા વિનાના થઈ ગયા.બે વહુઓ સાસુ વિનાની અને ત્રણ પૌત્રો અને એક પૌત્રી દાદીમા વિનાના થઈ ગયા.પોલીસને પત્રમ પુષ્પમ અને હોસ્પીટલના ખર્ચા ને અંતે કૃષ્ણવદન્ નાં બેંક ખાતામાં ૩ લાખ ઘટી ગયા પણ જેલ અને વકીલોની તકલીફ જતી રહી

નીતાને કૃષ્ણવદન ઉપર બહુ જ ગુસ્સો આવતો હતો તેથી તે બેસણામાં ના ગઈ.મનો મન સુભદ્રાના અત્માને વૈકુંઠધામ આપો પ્રભુની પ્રાર્થના કરીઆ ને સુભદ્રાની જીવન કથા મમળાવવા બેઠી.. સુભદ્રા છેલ્લા દિવસોમાં બહુ ઉદાસ રહેતી..વરંવાર કહેતી મારે તો મરી જવુ છે. નીતા તેની હતાશાને બે ત્રણ વાતો કરી હળવા કરવા મથતી. પણ સુભદ્રા તો હતી ત્યાં અને ત્યાં..તે દિવસે તે બોલી પણ ખરી હું મરી જઉં તો હું તો છુટુ અને તેમને બીજીને લાવવાનો રસ્તો મળેને?

નીતા બોલી પણ ખરી સુભદ્રા બેન એવુ ના વિચારો ૫૮ વર્ષે કંઇ તેમને બીજી કોઇ ના મળે..

કૃષ્ણવદનભાઈએ તેરમુ પત્યુ અને કોર્ટમાં લગ્ન ની અરજી દાખલ કરી ત્યારે નીતાને ગાંધારીની જેમ આંખે પાટા બાંધીને બેઠેલા ખોખલા સમાજ ઉપર ખુબ જ ગુસ્સો આવ્યો…ખુબજ ધુંધવાઈ અને તેણે પોલીસને ફોન કરીને જણાવ્યુ કે સુભદ્રાને બળજબરીથી ઝેર પાયુ છે કૃષ્ણવદન ભાઈએ..

નીતા ને ઘણા બધા લોકો એ ખખડાવી.. આ શું શરુ કર્યુ છે તેં.. અને એ કૃષ્ણવદન સાથે આપણે શું પંચાત્ પોલીસે તો ત્યાં સુધી કહ્યું વિના પુરાવાને આધારે તારી વાત હવામાં ઉડી જશે.

ત્યારે નીતા ફક્ત એટલુ બોલી મને ગાંધારીની જેમ આંખે પાટા બાંધીને બેસવુ ગમતુ નથી, મને ખબર છે કૃષ્ણવદને તેને ઝેર પાયુ છે.

કૃષ્ણવદન નાં બેંક ખાતમાંથી બીજા ચાર લાખ ઘટી ગયા.
ભીનુ સંકેલાઈ ગયુ અને
નીતાને ભાગે ખોટુ આળ આવી ગયુ..
તે તો ગામફોઇ છે.

પણ તેનો ગુસ્સો વેડફાઈ નહોંતો ગયો..
મીરાબેને કૃષ્ણવદનને લગ્નની ના પાડી રખડાવી દીધા હતા….
ગામફોઈઓ પણ ક્યારેક ગામનુ ભલુ કરી જતી હોય છે.
પૈસા હોય એટલે કંઈ બધુ ના કરી શકાય્..તે પાઠ ખોખલા સમાજને શીખવાડી ગઈ

2 replies on “ગામફોઇ”

  1. vijayshah says:

    નીતા કોટેચાની વેબ સાઈટ ઉપરથી સ્ફુરેલી વાર્તા…

  2. manvant says:

    ગામફોઇ બનવુઁ સારુઁ ને નરસુઁ બન્ને ગણાય !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *