પૂ. મોટાભાઈ-૩૦

moon-venus_filtered.jpg

પૂ. મોટાભાઈ-૩૦

ઘણા વિચારો પછી લાગે છે કે જુદી જુદી દિશામાં દોડતા તમારા સૌ સંતાનો ને એક કરી તમારુ એ સ્વપ્ન પુરુ કરવા અને મારી આજ ને સંભાળવા મને તમને અમેરિકા લાવવા પડશે. અને થોડુક વાતાવરણ ઉભુ કરવુ પડશે. તમને તમારી સ્વનજરકેદમાંથી મુક્ત થવા વિનયભરી અને આગ્રહ્પુર્વક વિનંતી.તમે મારુ અને કિંજલનુ ઘર જોયુ નથી. તમારા પાવન પગલા અમારા ઘરે પડે તે માટે હું તમારી ૯૦મી વર્ષ ગાંઠ અહીં મારે ત્યાં ઉજવવાનુ નક્કી કરું છું અને તે વાત બહુ ભાર પુર્વક તમારા સૌ દિકરા દીકરી અને તેમના કુટુંબોન મારે ગામ તેડીશ.

આ વાત ને અહીં ફેમીલી રીયુનીયન કહે છે જે કરવાની હિંમત હર્ષલ નથી કરતો કારણ કે તમને ૨૪ કલાક વિમાની પ્રવાસ ની કલ્પના ડરાવે છે.મને એમ લાગે છે કે તેમ કરવાનુ હવે અઘરુ નથી.ત્યાંથી આવવાની ૬ ટીકીટ થાય જ્યારે અહિંથી ત્યાં આવવાની ૧૭ ટીકીટ થાય. તમે અહી હો તો તમને મળવા આવનારાઓતેમની નોકરીની રજાઓ અને સમય વધુ ફાળવી શકે. જેટલેગ અને આવવા જવાનો સમય જો વિચારીયે તો ૧૭ જણાના ૫ દિવસો સામે તમારી એક અઠવાડીયાની તકલીફો વિચારુંતો તમે મનથી ધારો તો તે સહ્ય બને તેમ છે. તમે કહેશો અમે તો ૫ જણા અહી છે અને આ ૬ઠ્ઠી ટિકીટ કોની? તો તે છે આપણા ફેમીલી ડોક્ટરની.

આ તો હજી આવવાની વાત કરુ છુ અને મને તમારા ચહેરા પર આગોતરી ચિંતાઓના ધાડા દેખાય છે.. કદાચ આ પત્ર મળશે ત્યારથી હવે મને ફોન ઉપર ના કહેવાની અને એ કરવાને બદલે ભાઈ તુ અહીં આવે તો આપણા સગા વહાલા,વેવાઈ વરત્,આપણી નાત,આપણો સંઘ બધા આપણ ઉજવણામાં ભાગ લઈ શકેને? જેવી વાતો તમારા મનમાં ઉગશે.

તમારો પ્રસંગ હોય તેથી તમે જેમ કહેશો તેમ કરીશુ પણ થોડોક સ્વાર્થ મારો એજ કે તમે પણ જુઓ તમારા સંસ્કારો અને માવજતથી તમારા કુટુંબનુ વટ વૃક્ષ કેવુ અને કેટલુ ઘટાટોપ બન્યુ છે તેનો તમને અંદાજો આવે. તમે તો મને કહેતો અને વાંચતો સાંભળ્યો છે કે તમારા આશીષોથી અમે ઉજળા છીયે પણ જાતે આવીને એ ઉજાશને સુરજ્ની ચમક આપ જુઓ અને સૌ સાથે રહીને અનુભવીયે કે ૪૦ વર્ષ પહેલા તમે બે અને તમારા પાંચનું કુટુંબ ૨૨ નુ થયુ અને હજી તે વિસ્તરતુ રહેવાનુ છે.૪૦ વર્ષ પહેલા જે ઘરમા એક સાયકલ અને એક સ્કુટર હતુ તે ઘરમાં ૧૭ ગાડી, દસ ઘર અને કેટલીયે ઘર વખરી છે..અને ડહાપણ થી ભરેલા અને મોટા મન વાળા સૌ સંતાનો છે જે તમારા શબ્દોને ઉઠાવવામાં પોતાની જાતને બડભાગી માને છે.

તમારી ચાર પેઢી સાથે જોવાની પરિકલ્પના સાકાર કરવા જરુર મથીશ.

કહે છે શુભ ભાવનો જન્મ પણ એ ઘટનાને કાર્યાન્વીત કરવાનુ શુભ શુકન છે.

બાની અને તમારી તબિયત સાચવશો.

સોહમના વંદન્..

3 replies on “પૂ. મોટાભાઈ-૩૦”

  1. harnish Jani says:

    હું કહું છું કે માણ્સ કેટલું કમાયો જાણવ્ું હોય તો /એની પત્નીના વસ્ત્રો જુઓ અને એ કેવું જીવ્યો તેને માટે એન સંતાનો જુઓ.

  2. વિજય્ભઈ..વાંચેીને આનન્દ થયો….ફરેી વેબસાઈટ પર આવેીશ. અને વધુ લખેીશ

  3. આ છે મારેી બેીજેી મુલાકાત…..વધુમાં લખવાનું કે તમારો પુજ્ય મોટાભાઈ (૩૦ )નો પત્ર એટલે સોહમે મોટાભાઈને અમેરેીકા આવવા વિન્ન્તેી કરેી….પણ તમો લખો છો કે હવે પુસ્તક થશે..તો શું આ છેલ્લો પત્ર છે ? મારો અભિપ્રાય તો એવો કે તમો આ વાર્તા ચાલુ રાખો…..હવે પછેી મોટાભાઈ અમેરેીકા આવે અમેરેીકાનું જાતે નિહાળે અને ત્યારબાદ ફરેી ભારત જાય અને ફરેી ભારતમાં વસવાટ…તો મોટાભાઈ સાથે જે પત્રવ્યવાહર થાય તેમાં એમનો ભાવ હશે અનુભવ આધારેીત….આ વાર્તાને પુશ્તકના બેીજા ભાગરુપે પણ જોઈ શકાય…….ફક્ત આ મારો અભિપ્રાય છે અને તમે એ બારે વિચારણા કરશો….ચન્દ્રવદન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *