પત્રશ્રેણી ભવિષ્ય તરફ વળે છે.
ડેડ,
જ્યારે જ્યારે વીક મને “આઈ ડોન્ટ બીલીવ યુ” નુ ટીપણુ મારે છે ત્યારે મને મારો ભૂતકાળ યાદ આવે છે.જિંદગી એ મને પણ પેટ ભરીને સુખો આપ્યા છે પણ આ વીક કોઇનું માનતો નથી.હું તેને તમારી સાથે રહેવા ભારત મોકલુ છું. ભારતને તે તેના ફાધર લેંડ કહે છે.તમે શક્ય હોય તો થોડાક ભારતીય સંસ્કારો આપવાનો પ્રયત્ન કરજો. આશ્કાનો એજે કેટલો ગુણિયલ અને ડાહ્યો થયો છે બસ તેમ જ તેને બનાવવો હતો..પણ જિંદગી આખી પૈસા કમાવવાની દોડમાં હું અને હની એ ભુલી ગયા હતા કે બાળક ડે કેર કે આયા કરતા વધુ સારા સંસ્કાર મા બાપ પાસે કે દાદા દાદી પાસે થી શીખે છે. Continue reading →
