ઇંગ્લિશ મીડિયમવાળાનું ગુજરાતી-નિર્મિશ ઠાકર

Brief introduction of Nirmish Thakar:

Nirmish Thakar

Nirmish is a Supr. Engineer in ONGC LTD. Cartoonist-Humorist-Poet-Novelist-Dramatist & Tabla-Player of Ajrada Gharana.Total books published 30 , which include 3 cartoon/caricature collections, 1 Humour-Novel,1 full length Drama , 2 Poem-collections, 4 parody-collections,5 satirical poem-collection , 4 humour Article-collections …etc. I’m a Humour-columnist of Newspaper ‘Divyabhaskar’ [weekly 2 columns- 1.’ Haasya thi Roodan Sudhi ‘ & 2.’ VyangRang ‘ ]
Awards: Jyotindra Dave Hasya Paritoshik [ Guj. sahitya Parishad ] , Best Book Award of Guj.sahitya Academi – 5 times,Saurashtra Bhumiputra-best journalist[cartoonist] award…etc.

ઇન અવર સ્કૂલયુ નો, ‘ગુજરાતી ભાષા બચાવો વીકસેલિબ્રેટ કરવાની છે, એટલે મેં પન નિબંધ રાઇટ કરીયું છે, કાન્ટ હેલ્પ! ઇન ફેકટ, મેં લખિયું તો બેટર છે. ઇફ યુ આસ્ક માય ઓપિનિયન, બેમાંથી એક સર્વાઇવ કરશે, આઇધરઊઝાજોડનીઓરગુજરાતી લેંગ્વેજ‘. ચોઇસ ઇઝ યોર્સ! ઇન શોર્ટ, કમ્પેરેટિવલી અમારો રોલ નાનો છે, ‘ગુજરાતીને મારવામાં. અંધેર ઇઝ એવરી વ્હેર, સો ડોન્ટ વરીબી હેપીએન્ડ એન્જૉય માય ગુજરાતી નિબંધ!

આપણુકન્ટ્રી

વન્સ અપ ઓન ટાઇમ, એકભરતનામનું કિંગ હતું. વેરી બોલ્ડ એન્ડ બ્યુટિફૂલ! વેરી પાવરફૂલ, એને તો સિકસ પેક એબ્સ પન હતું, સમ વન ટોલ્ડ મી લાઇક ધેટ! ઇન શોર્ટ, ‘ભરતના નામ પરથી આપણા કન્ટ્રીનું નામ પડિયુંઇન્ડિયાગોટ માય પોઇન્ટ?

ફોર અવર કન્ટ્રીયુ ી, સૌથી મોટું હેડેક છેલાઇન ઓફ કન્ટ્રોલ! ચારે બાજુ અનસેફ. ઓન પેપર, કાશ્મીર ઇઝ અવર્સ! હિમાલય પર ચાઇનાનું ડેન્જર છે . ને ત્રન બાજુ સમંદર છે, એટલે ટેરરિઝમને કન્ટ્રોલ કરવું ઇમ્પોસિબલ છે. એમ આઇ રાઇટ?

લિવિંગ રાજ ઠાકરે એપાર્ટ, સ્ટીલ વી આર ટુગેધર. મારા ઘરમાં પન ઇવન, મારા ફાધર મને સમટાઇમ્સ ફટકારે, એટલે યુ.પી.વાલાને બોમ્બેમાં થોડો માર પડે, તો ઇટ ઇઝ ટોલરેબલ, ઇફ લિમિટ ઇઝ નોટ ક્રોસ્ડ! ઓવરઓલ જૉવો તોવી આર ટુગેધર! નો પ્રોબ્લેમ! એમ તો અમારા સુરતમાં બિહારી રિક્ષાવાલાઓ એટલા ઇનક્રિઝ થયા કે સિટીબસ પન ફૂટપાથ પર રન કરતું હતું, પછી આર.ટી..માં રિક્ષાઓનું રજિસ્ટ્રેશન પન કલોઝ થઇ ગીયું.

સો, વ્હેર ધેર ઇઝ વીલ, ધેર ઇઝ વે! એટ એની કોસ્ટ, આપણું કન્ટ્રી સુપરપાવર તો બનવાનું , તમે હાલ લખી લો! (લખીને મારી પેન પાછું આપજૉ! ડોન્ટ ટ્રાય ટુ બી ઓનર ઓફ માય પેન, માઇન્ડ વેલ!)

આપણું ગુજરાત પન આર્ટ ઓફ કન્ટ્રી કહેવાય, એટલે એના માટે ફયુ વડ્ર્ઝ રાઇટ કરું તો, યુ વિલ નોટ ઓબ્જેકટ, ધેટ આઇ નો વેરી વેલ. વલ્ર્ડ મેપ પર, એઝ કમ્પેર્ડ ટુ પોરબંદર, ગોધરા ઇઝ મોર ફેમસ! ત્રણ દિવસ તો આખું ગુજરાત એવું વાઇબ્રેટ થયેલું કે એના વાઇબ્રેશન્સ પન આફટરશોકની જેમ યુ સી, વી કેન ફીલ. ઇન ધેટવે ઓલ સો, આપણે… ‘વાઇબ્રન્ટ ગુજરાતકહીએ તો, નથિંગ રોંગ.

બટ વન થિંગ ઇઝ ધેર, યુ સી. ગુજરાતનો સ્પિરિટ કવિ નર્મદે બિલ્ટ અપ કરેલોકે વન્સ સ્ટેપ ઇઝ ટેકન, વુડ નોટ બી ટેકન બેકઆઇ મિન ડગલો ભર્યો કેના હટવુંસમથિંગ લાઇક ધેટ! વી આર પ્રાઉડ ઓફ સચ પોએટ્સ એન્ડ રાઇટર્સ.

આપણા કન્ટ્રી માટે નિબંધ રાઇટ કરતું હોયને ઇફ વી ફર્ગેટ રાષ્ટ્રપિતાઆઈ એમ સોરીરાષ્ટ્રપતિમહાત્મા ગાંધી, તો નો વન વિલ ફર્ગીવ અસ. એમનાં બા, ઇફ આઈ એમ નોટ રોંગ, કસ્તુરબાએ પન કન્ટ્રી માટે બહુ મોટો બલિદાન આપિયો હતો! અનફોરર્યુનેટલી, આજે પીપલ સ્કેર્ડ ટુ ગીવ બલિદાન. બટ આઇ ઓલવેઝ થિંક લાઇક સંજય ગાંધી, ઇફ યુ નો હીમ!

પીપલ જો બલિદાન ના આપે તો એમને પકડી પકડીનેધે મસ્ટ બી ફોસ્ર્ડ ટુ ગીવ બલિદાન. કોઇ પન ફેલો કન્ટ્રીથી મોટો હોતું નથી. ઇફ સમ વન થિંકસ લાઇક ધેટ, વન મસ્ટ કટ ટુ સાઇઝ. આઇ વુડ ઓલવેઝ વિશ ટુ ફાઇટ ઇલેકશન વિથ સ્લોંગન પીપલ જો બલિદાન ના આપે તો એમને પકડી પકડીને… ધે મસ્ટ બી ફોસ્ર્ડ ટુ ગીવ બલિદાન. કોઇ પન ફેલો કન્ટ્રીથી મોટો હોતું નથી. ઇફ સમ વન થિંકસ લાઇક ધેટ, વન મસ્ટ કટ ટુ સાઇઝ. આઇ વુડ ઓલવેઝ વિશ ટુ ફાઇટ ઇલેકશન વિથ ધ સ્લોંગન ‘બોચી પકડીને બલિદાન અપાવો!’ બાત ખલાસ!
મારો એક દેશભકિતનો સોંગ રાઇટ કરીને… આઇ ફિનિશ ધીસ ગુજરાતી નિબંધ:
ઓ માય કન્ટ્રી… યુ ડોન્ટ વરી,
બી હેપી!
ઇન્ડિયા તું છે મારું કન્ટ્રી,
બી હેપી, બી હેપી!
આઇ નો એવરીવ્હેર
શેઇમલેસ સાઉન્ડ-સાઉન્ડ
વલ્ર્ડ-પીસ જતું રહ્યું
સમવ્હેર અન્ડરગ્રાઉન્ડ!
કન્ફયુઝ માય માઇન્ડ.
રાઉન્ડ રાઉન્ડ રાઉન્ડ !
ઇન્ડિયા તું છે મારું કન્ટ્રી,
બી હેપી, બી હેપી!
સો… આણે બધાં ત્રન વાર સાથે શાઉટ કરવાનો છે… મધર ઇન્ડિયાની જે, મધર ઇન્ડિયાની જે, મધર ઇન્ડિયાની જે! ઓલ ધ બેસ્ટ, થેન્ક યુ!
——————————–

આ હાસ્ય લેખ વાંચ્યા પછી ગુજરાતી ભાષા માટેનો લેખક્નો પ્રેમ ગુજરાતી ગણાવતા સૌને અખાનં છપ્પાની જેમ ચાબખાં મારે છે. મને અંગત રીતે તો તે બચપણ ઉપર દયા આવે છે કે જેઓને તેમના વાલીઓ તેમને મળેલો દેખા દેખીનો કાદવ (અંગ્રેજોની ગુલામીનો) આપે છે અને જે ભાષા આપણો શણગાર બની શકે છે- જે ગર્વથી કહે છે “જ્યાં વસે એક ગુજરાતી ત્યાં વસે ગુજરાત ” કહીને ગર્વ લે છે તેમના ગુજરાતમાં જ ગુજરાતી રહેશે કે કેમ નો ભય વ્યક્ત કરે છે.

જે ભાષામાં તમે સ્વપ્ન જોઈ શકો.. જે ભાષામાં તમે મોકળા મને હસી કે રડી શકો તે માતૃભાષાને જાળવો અને માન વધારો.. કમસે કમ તે જ અંગ્રેજો પાસેથી એટલુ તો શીખો કે તેઓ તેમની ભાષામાં આટલા બધા તમારી ભાષાનાં શબ્દો વાપરે છે ખરા? દેશ આઝાદ થયે અર્ધા ઉપર દાયકો ગયો પણ તેમની ભાષાને હજીય જળોની જેમ વળગી રહેલ ગુલામ મનોદશાને ત્યાગો તો ખરા…આ હાસ્ય લેખ જબરો કટાક્ષ છે જે ના સમજવા માંગે તે ભલે ના સમજે પણ જાણકારો જે કૂંભકર્ણ નિંદરે સુતાછે તેમને જગાડવાનો બુંગીયો ફુંકતા સુરતનાં નિર્મિશભાઈને રજુ કરતા હું આનંદ અનુભવું છું. ને સાથે શ્રી કીરીટ મોદીનો પણ આભાર કે તેમણે ઇ-મેલ દ્વારા આ લેખનો પરિચય કરાવ્યો – વિજય શાહ

One reply

  1. નીલા says:

    મઝા આવી ગઈ વાંચીને અને ખરેખર લંડનના ઈંડિયન યાદ આવી ગયા. આવુ જ બોલતા હોય છે યુ નો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *