પદાર્થ પાઠ

Picture Courtsey Mahendra Shah Pittsburg

તે સમજી શકતી નહોંતી કે લગ્ન પહેલા અને લગ્ન પછી આટલો માણસ બદલાઈ જઈ શકે…સ્મીતાને મન તો સપ્તપદીના સાત ફેરા એટલે સાત ભવનું બંધન..જ્યારે હર્ષનો હરખ તો હનીમુન પુરતો પણ ન રહ્યો..સ્મિતાને મન હર્ષ એટલે સાત દરિયા જેટલી યુવા તરસોને ક્ષણ માત્રમાં ઈલમી હાસ્યથી દુર કરતો જાદુગર…કઁઇ કેટલાય શમણા સજાવતી નવવધુ ભારતથી આવી પણ અમેરિકાની ધરતી પર મુકતાજ સ્મિતા ને બીજા હર્ષનો અનુભવ થયો

“સ્મિતા કસરત કર નહિંતર તારી મા જેવી જાડી થઈ જઈશ”
“સાવ ગમાર છે તેં હજી પેરીસ જોયુ નથી?”
“તારા બાપાએ લગ્નમાં જેટલો પૈસો વાપર્યો તેના કરતા તેટલા ડોલરની સીડી કરી હોત તો લેખે લાગત”
“સાવ ખાલી હાથે આવતા તને લાજ નથી આવતી”
“તુ નોકરી કરવા જાય તો ગાડી તારા બાપને ઘરેથી લાવવી હતીને?”
“ઘરે તારા તુ શેની પૈસા મોકલવાની વાત કરે છે ?”
“તારા ભણતરની લોન મારે કેમ ભરવાની?”
સ્મિતા અમેરિકા નિવાસનાં નાં પાંચમે દિવસે સમજી ગઈ કે લગ્ન પહેલાની મીઠી મીઠી વાતો કરતો હર્ષ ખરેખર તો પૈસા ભુખ્યો છે. હવે લગ્ન થઈ ગયા ક્યાં જશે?નો ભ્રમ તોડવા સ્મિતાએ પહેલુ ઘુરકીયું કર્યુ..
“હર્ષ તને ખબર છે લગ્ન એટલે શું?”
“સપ્તપદીનાં ફેરા દરમ્યાન બ્રાહ્મણ તને સમજાવતો હતો ત્યારે ઉંઘતો હતો?”
 “હું પરણીને તારે ત્યાં આવી છું. મારી ફરજ તને જમાડવાની, તારુ ઘર જળવવાનુ અને તારો વઁશ વધારવાનો.. અને તારી ફરજ હું જીવુ ત્યાં સુધી પાલવવાની અને ઘર માટે કમાવાનુ.”

હર્ષને લાગ્યુ કે આ ગમાર તો જબરી છે.

હર્ષે તેની મમ્મીને વાત કરી
“આપણને તો એમ કે સહેજ દબડાવશું ને તેના ઘરેથી દાયજો લાવશે પણ આ તો લાવવાવાળી આ નથી.”

થોડીક ચણભણ ને અંતે બે લાખ ડોલરની માન હાનીનાં દાવા સાથે પંદર જ દિવસ્માં સ્મિતાએ ઘર છોડ્યું

આખી જિંદગી કમાતી છોકરીના પૈસે ઘર ચલાવશુ નાં નપાણીયા હર્ષે ભુંડી નામોશી અને બદનામી સાથે બીજે મહીને છેડા છુટા કર્યા…ગમાર અને દેશી છોકરીઓને ફસાવતા નપાણીયા અમેરીકા બોર્ન કન્ફ્યુઝ્ડ દેશીને આવો પદાર્થ પાઠ શીખવતી સ્મિતા આજે સ્વમાન ભેર ભારત ભેગી થઈ અને ૭૮ લાખ રુપિયા ઉપર મઝેથી જીવન જીવે છે  
Based on true Story

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *