વિજયની બાને અંજલી-ડો. ચંદ્રવદન મીસ્ત્રી

સેપ્ટેમ્બર,૧૩ અને૨૦૦૮ની સાલે
બા તો અચાનક ગયા પ્રભુધામે,
ચંદ્ર અંજલી અર્પ્ણ કરે વિજયની બાને !
હશે હ્યુસ્ટનમાં તોફાન, હરિકેન આઈકના કારણે,
ચિંતાઓ વિજયહૈયાની ચંદ્ર જરૂર સમજે,
હશે ત્યારે ભારતમાં બાની અંતિમઘડી, એ કોણ જાણે ?….સેપ્ટેમ્બર…૧
દૂર અમેરિકામાં વિજયહૈયું રૂદન કરે,
બચપણની યાદો હૈયે લાવી, અંજલી બાને અર્પણ કરે,
હશે આવું જ વિધાતાએ લખ્યું, એ કોણ જાણે ?….સેપ્ટેમ્બર….૨
હવે, બાજીવનસાથી પિતાશ્રીમાં બાને વિજય નિહાળે
હ્રદયમાં ડુબકી મારી, બાને વિજય પ્રભુ સાથે નિહાળૅ,
બસ, હવે આવી યાદમાં જે શાંતિ મળે, એ તો ફક્ત વિજય જાણે !…સેપ્ટેમ્બર…૩

બે શબ્દો
વિજયભાઈ શાહની વેબસાઈટ પર જતા એમની માતાના ગુજરી ગયાનું
જાણી ઘણી જ દીલગીરી અનુભવી….આશ્વાશનના બે શબ્દો પણ લખ્યા, છતાં
વિજયભાઈ સાથે વાતો કરવા ઈચ્છા હતી …..અને એમની સાથે ફોન પર
બા વિષે જે વધું જાણ્યું એ આધારીત આ રચના એક અંજલીરૂપે

ડો. ચંદ્રવદન મીસ્ત્રી

Courtsey: www.chandrapukar.wordpress.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *