વિજયનું ચિંતન જગત

|

વેબ ઉપર ફરતા અને લખતા ગમેલા ગુજરાતી સાહિત્યની રોજનીશી

Archive for December, 2008

નજર કરું ત્યાં નારાયણ-પુષ્પા વ્યાસ

Sunday, December 28th, 2008

નજર કરું ત્યાં નારાયણ ને, હાથ ધરું ત્યાં હરિ,
પગ મૂકું ત્યાં પુરુષોત્તમ ઘર, એ ઘરમાં હું ઠરી!

હૈયાદૂબળી હું ને પાછી, મોઢે મોળી ખરી,
દીવો પ્રગટ્યો ત્યાં તો, ટવરક-ટવરક વાતું કરી!

ઘંટી, પાણી, વાસીદું ને, ચૂલો ઘરવરખરી,
જ્યાં જ્યાં કામે લાગું ત્યાં ત્યાં મંદિર ને ઝાલરી!

ભવખેતરને ખેડી રાખ્યું, કૂવો કાંઠા લગી,
મેં તો વાવી જાર, પાક્યાં-મોતી ફાટું ભરી!

અણસમજીમાં જે કંઈ વાવ્યું, બાવળ કે બોરડી,
પાછું વળી જો ત્યાં તો આંબા ને મંજરી!

પોથી, પુસ્તક, શાસ્ત્ર પુરાણે, સાવ જ કાચી ઠરી,
ઢાઈ અક્ષર ધાગો કાઢું તેની તકલી ભરી!

આંગણ વાવું કદંબિયો ને, ઘટમાં યમુના ભરી,
પંડ અમારું વાંસલડી ને ફૂંક વાગશે ફરી!

( પુષ્પા વ્યાસ )

http://heenaparekh.wordpress.com/2008/12/28/નજર-કરું-ત્યાં-નારાયણ/

ભક્તિભાવથી છલકતું પ્રભુ ગાન જોઇ મન અતિ પ્રસન્ન થઇ ગયુ. મીરા જેવી ઉન્નત ભક્તિ ભાવ દર્શાવતુ આ ગીત ખરેખર ભગવાનમય થયા પછીની ઉત્કૃષ્ટ દશાનું વર્ણન કરે છે.

ગુજરાતી સાહિત્ય સરિતાનાં “બ્રહ્મજ્ઞાની”- મહમંદઅલી પરમાર “સુફી”

Tuesday, December 23rd, 2008

mahamadali paramar

મર્હુમ જનાબ મહમંદ અલી પરમાર ને હ્યુસ્ટનનાં સીનીયર સીટીઝન ક્લબ માં સૌ ઓળખે. ગુજરાતી સાહિત્ય સરિતામાં પણ તેઓ રાઈડ મળે તો પધારે અને તેમના બુલંદ અવાજમાં તેમની રચનાઓ સંભળાવે. તેમના મહ્દ અંશે વિષયો પ્રભુ અને તેની રચનાઓ વિષે વતો વધુ કરતા અને ખાસ તો ધર્મનાં નામે ખેલાતા ઝનુની જંગ અને લોહીને તેઓ સતત વખોડતા.

તેમને જ્યારે ગુજરાતી સાહિત્ય સરિતા ના બ્લોગ ઉપર બ્લોગ ખોલ્યો ત્યારે મને ગમતા કાવ્ય ” સીમાડા વિનાનું વિશ્વ” નામ આપ્યુ ત્યારે તેઓનું સુચન હતું કે મને તો “આધ્યાત્મિક કાવ્યો” જેવુ સહજ નામ મુકવુ છે જે તે તેમની વેબ સાઈટ ( http://mohmadparmar.gujaratisahityasarita.org/ ) ઉપર મુક્યુ અને મારા આશ્ચર્યજનક આનંદ વચ્ચે તેઓ તેમના કાવ્યો નિયમીત રીતે મુકતા. તેમના કાવ્યો વિશે હું કંઇક સુચવુ તેવું તો મારુ ગજુ નથી પણ હા આ પુસ્તક પ્રસિધ્ધ થાય તે અંગે મેં સીરાઝભાઇને વાત કરી તો તેમનો અને ફાતિમા બેન નો પ્રતિભાવ આનંદ દાયક હતો અને તે તરત જ સ્વિકારાયો અને વેબ ઉપર મુકેલા કાવ્યો ઉપરાંત તેમના અન્ય કાવ્યોની ઝેરોક્ષ કરેલી પ્રત તેમણે મને આપી. (more…)

સો વરસ જીવવુ છે?

Thursday, December 18th, 2008

bald_eagle_2.jpg

એક ઈ મેલ હમણા જોયો જેમા ગરુડની જીવન યાત્રા હતી.

ચાલીસ વર્ષ થી સીત્તેર વર્ષમાં ગરુડની ચાંચ વાંકી વળી જાય અને પગનાં પંજા જેનાથી શીકાર પકડાય છે તે ઢીલા પડી જાય છે અને પીંછા ભારે થતા જતા હોવાથી ઉડવાનુ અઘરુ થતુ જાય છે. આ તબક્કે તે એક એવો નિર્ણય્ કરે છે જ તેની જિંદગીમાં બીજા ત્રીસ વર્ષ ઉમેરે છે. તે નિર્ણય છે જુનુ ખંખેરો અને નવુ મેળવો..દુર ઉંચે શીખરે બેસી એક પછી એક ભારે પીંછા તોડી નાખે છે. વળી ગયેલી ચાંચ ઘસી ઘસીને તીણી કરેછે અને ફરીથી સક્ષમ નવા પીંછા ઉગે ખુલે તેની રાહ જુએ છે…પાંચ થી છ મહિનામાં ગરુડ નવા પીંછા સાથે બીજા ત્રીસ વર્ષ જીવી જાય છે.

સીત્તેર વર્ષે આપણે વધુ અને વધુ ભૂતકાળને વાગોળવાને બદલે ગરુડની જેમ પીંછા ખંખેરે તેમ ભૂતકાળને  ખંખેરીયે તો નવુ જીવન મળે ને?

Powered By Indic IME