5 10 2008
મિત્રો..
ગુજરાતી સાહિત્યને જીવંત રાખવા મથતા બ્લોગ જગતને શત શત વંદન..
હજી પણ ઘણા ઘર છે જ્યાં વેબ -ઇંટર્નેટ અને કોમ્પ્યુટર સરળતા થી ઉપલબ્ધ નથી..ત્યાં મારા જેવા કેટલાય કવિ અને લેખકો પહોંચવા માંગે તો તેમને માટે માર્ગદર્શક બનવા કેટલીક માહીતિ હું આપ સૌ મિત્રો પાસેથી મેળવી પબ્લીશર અને નવોદીત કવિ અને લેખકોને અને વિશ્વભરના વાચકોને એક મંચ ઉપર લાવવા હું કટીબધ્ધ છું
આપ લેખક છો?
આપનુ પુસ્તક ક્યાં મળે છે?
આપના પુસ્તકની મુખ્ય બાબતો જેવી કે તેનો પ્રકાર ( કાવ્ય સંગ્રહ, નવલીકા, નવલકથા, નિબંધ કે શૈક્ષણીક )
પબ્લીશર વિશેની માહીતિ જેવી કે નામ સરનામુ અને સંપર્ક ( ટેલીફોન નંબર અને ઈમેલ જેવી માહીતિ)
આપનો પ્રતિભાવ એક્ષેલમાં નીચે જણાવેલ ફોર્મેટમાં મોકલ્વા વિનંતી
લેખક નું નામ્, પુસ્તક નું નામ,પુસ્તક નો પ્રકાર,પબ્લીશર,પ્રાપ્તિ સ્થાનસંપર્ક, નામ, ઇમેલ એડ્રેસ, કિંમત્ અન્ય જરૂરી માહીતિ
આપ પુસ્તક વિક્રેતા છો?
આપને ત્યાં જેટલાં પુસ્તકો છે તે વિશ્વભરમાં પહોંચે તેવું ઇચ્છો છો?
આપનો પ્રતિભાવ એક્ષેલમાં નીચે જણાવેલ ફોર્મેટમાં મોકલ્વા વિનંતી
લેખક નું નામ્, પુસ્તક નું નામ,પુસ્તક નો પ્રકાર,પબ્લીશર,પ્રાપ્તિ સ્થાનસંપર્ક, નામ, ઇમેલ એડ્રેસ, કિંમત્ અન્ય જરૂરી માહીતિ
આપ વાચક છો?
આપને આપની લાઈબ્રેરી સમૃધ્ધ બનાવવી છે?
તે પુસ્તકો ક્યાં મળશે કેવી રીતે મળશે તે વિશે જાણવું છે?
આ પ્રકારનો ડેટાબેઝ વધુ અસરકારક ત્યારે પણ બને જ્યારે કેટલીક પબ્લીશીંગ કંપનીઓ તેમનુ શુચી પત્ર એક્ષેલ ફોર્મેટમાં મોકલે. ( અહી તેમનો ધંધાકીય હેતુ તો જાળવાશે પણ દેશ અને વિદેશમાં વસતા વાચકોને તેમની પાસે પહોંચવાનો એક પ્રયત્ન થશે).
મને ખબર છે આ એક કઠીન કામ છે અને તે અત્યંત ચીવટ ભરેલું અને સમય માંગી લે તેવુ કામ છે પણ તે બ્લોગરો..લેખકો અને સૌથી વધુ વાચકોની સુવિધા વધારનારુ કામ છે. વિશ્વભરના વાચકોને ,વિશ્વભરની લાઈબ્રેરીઓને આજના સમયની તાતી જરૂરિયાત છે.
હ્યુસ્ટનમાં ૨૦૦૬ માં જે રીતે પુસ્તક મેળાનુ આયોજન થયુ હતુ તેવુ આયોજન વિવિધ શહેરોમાં જે તે શહેરોનાં ગુજરાતી સમાજ કરી શકે તે માટે આ પ્રકારનો ડેટા બેઝ ખુબ અગત્યનો છે તેવુ સમજતા આ વિનંતી આપ સૌને કરી રહ્યો છું .
મને યાદ છે મૃગેશભાઈએ (રીડ ગુજરાતી ડોટ કોમ્)આવુ એક સંકલન ગુજરાતી માસિકો અને પખવાડિકો માટે કર્યુ હતુ.. હું એજ કામ જરા મોટા પાયે કે જેમાં વિશ્વનાં વાચકો પાસે નવુ ઉપલબ્ધ સાહિત્ય ક્યાંથી તે મેળવી શકાય વાળી ભુખ સંતોષવા મથુ છુ.ટુંકમાં વેબ ઉપર ફરતા વિશ્વના વાચકો તેમની રુચી મુજબનાં લેખકો, કવિઓ અને વાંચનને હાથ વગુ કરી શકે તેવો પ્રયાસ કરુ છું. આશા છે આપ સૌ ( લેખકો અને વાચકો) નો સહકાર મળશે.