</strong
છબી સૌજન્યઃ મોના નાયક “ઉર્મી”
(તસ્વીરમાં શ્રી અંકીત ત્રિવેદી પુસ્તક પરિચય આપે છે અને બાપુ પુસ્તક વિમોચન કરી રહેલ છે. શ્રી રામ ગઢવી, ચંદ્રકાંત શાહ, વિજય શાહ અને હરિકૃષ્ણ મજમુદાર પુસ્તક વિમોચન નિહાળી રહ્યા છે)
ગુજરાતી લીટરરી અકાદમી ઓફ નોર્થ અમેરીકા દ્વારા યોજાયેલ સ્વર્ણીમ ગુજરાત ઉત્સવ ની વિદેશ યાત્રા ના અન્વયે ઉજ્વાતા સાહિત્ય સત્સંગ અને રામ કથામાં સંત શ્રી મોરારી બાપુ નાં હસ્તે તા.૭/૭/૨૦૧૦ ના રોજ નિવૃત્ત જીવન જીવવાની માર્ગદર્શિકા “નિવૃત્તિની પ્રવૃતિ”નું વિમોચન થયું.
લગભગ ૨૦૦૦થી વધુ શ્રોતાજનોને સંબોધતા શ્રી અંકીત ત્રિવેદીએ પુસ્તકનો અલ્પ પરિચય આપી ૯૧ વર્ષના કેલીફોર્નીયા થી પધારેલ શ્રી હરીક્રિષ્ણ મજમુદાર અને હ્યુસ્ટનથી પધારેલ શ્રી વિજય શાહ નો પરિચય આપ્યો.
ગુજરાતી લીટરરી અકાદમી ના પ્રમુખ શ્રી રામ ગઢવી અને ઉપપ્રમુખ શ્રી ચંદુકાંત શાહ માનપુર્વક બંને અતિથિઓને બાપુ પાસે લઇ જઈ બાપુ દ્વારા થતા આ વિમોચનને સહાયભુત થયા. સાંજે સંપૂર્ણ મૌન સેવતા બાપુએ પુસ્તક વિમોચન કરી પુસ્તક સમગ્ર જન સમુદાયને બતાવ્યુ.
અમેરિકાનાં ઓથર હાઉસ દ્વારા પ્રસિધ્ધ થયેલુ આ પ્રથમ ગુજરાતી પુસ્તક છે જેમાં નિવૃત જીવનને પ્રવૃતિમય બનાવવાના વ્યવહારીક અને પ્રેરક કીમિયા છે. આકર્ષક કવરમાં બહુરંગી તસ્વીરો સાથે મોટા ટાઇપમાં એસીડ ફ્રી કાગળ પર છપાયેલુ પુસ્તક ભેટ આપવા માટે ઉત્તમ છે. ૧૮૪ પાના અને ૮ X ૮ ની સાઇઝમાં છપાયેલ આ પુસ્તક દરેક પુસ્તક વેચતી વેબ સાઈટ જેવી કે એમેઝોન અને બાર્ન્સ એન્ડ નોબલ પર પ્રાપ્ય છે. વિશ્વભરમાં આ પુસ્તકનું વિતરણ ઓથર હાઉસ.કોમ દ્વારા થાય છે. તેમનો સંપર્ક નં ૧-૮૮૮-૨૮૦-૭૭૧૫ એક્ષ્ટેન્શન ૫૦૨૨ છે.
પુસ્તક્ની વધુ વિગતો માટે વાંચો ગિરીશ પરીખનો લેખ “દરેકે વાંચન, ચિંતન અને આચરણ કરવા જેવું રસમય પુસ્તક”