મોંઘવારી હટાવો મહાયજ્ઞ –

 

 

તે સાંજે એડોલ્ફ ખુબ જ પરેશાન હતો. તેના કુટૂંબમાં જે ગણો તે હીલ્ડા અને એડોલ્ફ બે જ હતા.શીકાગોના પરામાં હીલ્ડાનું ઘર હતું -૩૦ ડીગ્રીની ઠંડીમાં ઘર ગરમ રાખવા વધારાના લાકડા આગદાનીમાં નાખતો અને હીલ્ડા ને કહેતો “મા તને હું કશું નહી થવા દઉ.” બે છેડા ભેગા કરવા ૧૮ કલાક  ત્રણ જુદા જુદા લીકર સ્ટોરમાં કામ કરતો.

હીલ્ડાને તો આ અમેરિકા દીઠ્ઠુય નહોંતું ગમતું..એનું આખું ય જીવન દક્ષીણ અમેરિકાનાં પેરુમાં ગયુ હતુ..એડોલ્ફ સૌથી નાનો તેથી તેને જીદ કરીને અમેરિકા લઈ આવ્યો હતો.

હીલ્ડાનો આ યંગ બેબી બોય બે વખત લગ્ન બંધનમાં ગોઠવાયો પણ દરેક્ને હીલ્ડા મા ના જોઇએ અને એડોલ્ફ કહે એ તો મારી સાથે જ રહેશે..હું કંઇ તેને નર્સીંગ હોમમાં ના મુકું..તેથી તેની વહુઓ તેને છોડીને જતી રહી, પણ એડોલ્ફ ના બદલાયો..ઊંમર વધતી ગઈ અને એક તબક્કે એડોલ્ફ અને તેની મામા પહેલા હાંસીનું અને પછી કરૂણાનૂ પાત્ર બની રહ્યા.

પેરુમાં ય હવે તો કોઇ રહયુ નહોતુ તેથી હીલ્ડાને એના એડી સિવાય કંઇ જ નહોંતુ.અમેરિકા આવ્યો ત્યારે તેને ખબર હતી કે મેડિકેર મળશે સોસીયલ સીક્યોરીટી મળશે અને સૌથી સરસ તો તબીબી વ્યવસ્થાઓ છે તે અને તેની માને સારી માવજત મળશે.

વરસો ઉપર વરસો ગયા..સોસીયલ સીક્યોરીટીની એલીજીબીલીટી હીલ્ડાની ઉંમર પ્રમાણે થઇ અને માજીને બાંધી આવકો શરુ થઇ..અને મેડીકેર મળતો થયો. એની જિંદગી એડી થી શરુ થાય અને એડી થી પુરી થાય.એડીનો બ્રેક ફાસ્ટ, લંચ અને સાંજે ડીનર. ઘર સાફ સફાઇ અને એડીનો ઇંતજાર…ટી.વી ઉપર મોટે ભાગે મારા મારી આવે તે જોવી હીલ્ડાને બીલકુલ ના ગમે.

પાંચેક વર્ષ પહેલા તેના ઘરે બ્રેક ઇન થયુ ત્યારે કાચ જડવા વાળાએ વણ માંગી સલાહ આપી હતી કે ઘરમાં રીવોલ્વર વસાવ..આ માજી આખો દિવસ એકલા હોય તો તે સારુ નહીંજો કે તે વખતે ઘર છોડી ને એપાર્ટ્મેંટમાં એડોલ્ફ રહેવા જતો રહ્યો હતો. પણ તેને માજી એકલા રહે તે ગમતુ તો નહોંતુ…પણ પગાર પણ ક્યાં વધતો હતો? અને આ કાળઝાળ મોંઘવારીમાં બે જણાએ કામ કરવુ પડે તે તબક્કામાં અઘરુ તો હતુ જ.. હીલ્ડા આવામાં પડી..તાબડતોબ હોસ્પીટલમાં તેને દાખલ કરી તેનો થાપો ભાંગી ગયો હતો અને સારવાર ૬ મહીના કરતા લાંબી થશે તેવુ ડોકટરનું કહેવુ હતુ.

રીસેશનમાં ત્રણમાંથી જે સારો પગાર આપતો હતો તે સ્ટોર વેચાઈ જવાનો છે અને નવા માલિકને સ્ટાફ ની જરુર નથી તે વાત આવતા તેને ટેન્શન તો થવાજ માંડ્યુ હતું

લીકર સ્ટોરનાં માલીકે તેને સ્ટોર ઉપર ગન આપી રાખી હતી.

સાંજના સમયે તેના ઉપર ફોન આવ્યો ડોક્ટર નેત બ્રુસ્ટરનો..કે મેડીકેર નાઅને મેડીકેડનાં કવરેજ પુરા થઇ ગયા હવે તે લોકો હીલ્ડાને એક દિવસ રાખી નહી શકે તેથી તેમને અમે સાંજે ૭.૦૦ વાગે મુકી જઇશુ.

ત્રીજી જોબ ઉપરના શેઠને કહ્યું આજે મામાને લેવા જઉં છું અને કાલે પેરુ જતો રહીશ. આમેય આ સ્ટોર વેચાવાનો હતો તેથી તેના શેઠે કોઇ પણ રક્ઝક વિના જવા દીધો. એડોલ્ફ સ્ટોરની ગન સંતાડીને સાથે લઇને નીકળ્યો.

સાત વાગે એમ્બ્યુલન્સ આવી નેત બ્રુસ્ટર તેની મામાને લઈ ઘરમાં દાખલ થયો…અને એડોલ્ફે પહેલી ગોળી છોડી મામા ઉપર.. બીજી નેત બ્રુસ્ટર ઉપર અને ત્રીજી પોતાની જાત ઉપર..કોઇ કશુ સમજે તે પહેલા મીનીટ નાં છઠા ભાગમાં ત્રણ દેહનાં રામ રમી ગયા.

પોલીસને એડોલ્ફ્નાં ટેબલ ઉપરથી ચીઠ્ઠી મળી હતી

મોંઘવારી…અસહ્ય મોંઘવારીમાં મામાને રીબાતી રાખવા કરતા હું તેમને મારી સાથે લઇ જઉ છું અને નેતનું તો મોત એટલે કરું છું કે મોંઘવારી અને બેરોજગારી જણતી આ સરકાર જાગે. યુધ્ધ કદી કોઇ વાતનું સમાધાન નથી હોતુ ત્યાં દેશનો સિપાહી મરે છે અને અહીં મારા અને મામા જેવાનાં આ દેશમાં સપના મરે છે.મેં જે કરવા ધાર્યુ છે તે રસ્તો જલદ છે..પણ આ પ્રશાસકોની કૂમ્ભકર્ણીય નીદ્રા તોડવા આ સચોટ હથિયાર થશે તેવી મારી શ્રધ્ધા છે.

નેત અને તેના કુટૂમ્બીજનો નો હું ગુનેગાર છુ. પણ કોઇકે તો શહિદ બનવું પડેને આ મોંઘવારી હટાવો મહાયજ્ઞનો

સત્ય ઘટનાના આધારે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *