વિજયનું ચિંતન જગત

|

વેબ ઉપર ફરતા અને લખતા ગમેલા ગુજરાતી સાહિત્યની રોજનીશી

Archive for the ‘વૃત એક વૃતાંત અનેક’ Category

હાથના કર્યા…

Saturday, July 31st, 2010

http://www.divyabhaskar.co.in/2009/10/03/images/raj411.jpg

ઉમંગ ઘણા સમયે આવ્યો. આમતો દુરનો પિત્રાઇ ભાઇ પણ એક સરખી ઉંમર એટલે મૈત્રી પણ ઠીક ઠીક…મેં એની સાથે પાછલા સમયની ઘણી વાતો કરી અને એક વાત પર તે ખુબ જ આર્દ્ર બની જતો જોયો..અને તે જ્યારે પણ તેની બા ના મૃત્યુનો ઉલ્લેખ આવે ત્યારે તેની આંખો ભરાઈ જતી.

મેં આ વખતે તેને રડવા દીધો. સ્વાતી પાણી આપી ગઈ પછી સ્વસ્થ કરતા કહ્યુ.. “અરે ભાઈ કલાકાકીએ તો પુરી જિંદગી જોઇ છે.. લીલી વાડી મુકીને ગયા છે. અને અમરપટો લઈને કોણ ક્યારેય આવ્યુ છે?”

મારી વાત સાંભળીને તે ફરી ડુસકે ચઢ્યો…

થૉડાક સમય પછી તે બોલ્યો..”ભાઈ! મારી જગ્યાએ મારી મા હોત તો આ નિર્ણય ના લેત એમ વિચારી વિચારીને મને રડવુ આવે છે.”

“એટલે?”

“…..”

“મને સમજાયુ નહિ…”

“મારી મા કોમામાં હતી. અને મેં તે વધુ રીબાય નહિ તેથી ડોક્ટરોના કહેવા મુજબ તેની ઓક્ષીજન ટ્યુબ ખેંચી નાખી હતી. .”

” અર..ર..ર..ર” મારાથી અને સ્વાતી થી એક સાથે નિઃસાસો નીકળી ગયો…

ઉમંગ અમારી સામે જોઇ ના શક્યો..તેનું રુદન વધુ ને વધુ હીબકા ભરતુ હતુ.

તે આગળ બોલ્યો..ડોક્ટરે જ્યારે આશા ના બતાવી ત્યારે તેમનો મને આ દયામૃત્યુ યોગ્ય અને વ્યવહારીક લાગ્યુ હતુ…પણ જેમ જેમ સમય વીતતો જાય છે તેમ મને એવા ભાવ બળવત્તર થતો જાય છે કે તે કામ કરીને હું સ્વાર્થી વધુ થયો હતો.. અને ખાસ તો જ્યારે જ્યારે કોમામાંથી પાછા ફરેલા ઉદાહરણો વિશે જાણુ છું ત્યારે તો મને એમજ થાય છે કે જો હું એની જગ્યાએ હોત તો અને તેઓ મારી જગ્યાએ હોત તો તેઓ આવું ના જ કરત…

ઉમંગ તો જતો રહ્યો પણ અમને વિચારમાં મુકી ગયો…

સ્વાતી કહે “ઉમંગભાઇએ આટલો બધો ગુનાનો ભાવ ન રાખવો જોઇએ..જે થયુ તે ન થવાનુ થોડુ હતુ?”

મેં સ્વાતીને કહ્યુ “આ મા એ તેને બહુજ જીવની જેમ સાચવ્યો હતો..તે માને દયામૃત્યુ આપવાનું તે નિમિત્ત બન્યો..તે ગુનાભાવ કરતા તેનો માતૃપ્રેમ તેને વધુ રડાવે છે.”

સ્વાતી કહે..”દયામૃત્યુ? ઉષાને હું જાણુને..તેણે જ ઉમંગને ચઢાવ્યો હશે..કલાકાકીનો દલ્લો જ તેમનો વેરી બન્યો..”

મેં સ્વિકાર અસ્વિકારની અસંમજસમાં જોરથી માથુ ધુણાવ્યું…

પછીની વાત તો બહુ લાંબી છે પણ કુદરતની લાકડી ક્યાં અને કેવી રીતે પડે છે તે સમજાવતી ઘટના બની…ઉષાને તેના એકના એક દીકરાએ મધરાતે તેને ઘરમાંથી કાઢી મુકી ત્યારે પાગલખાનામાં ઉમંગ ખડ્ખડાટ હસતો હતો અને મને કેમ એવુ સંભળાતુ હતુ જાણે ઉમંગ બોલતો ન હોય કે…”મા જે હું ન કરી શક્યો તે કુદરત કરે છે…હાથના કર્યા હૈયે વાગે જ છે.”

મારી શકુનુ શુ થશે?

Sunday, November 22nd, 2009

    

મેઇલબોક્સમાંથી મેલનો થોકડો લઇને હરેશ ઘરમાં પેઠો.બાથરુમમાં ફ્રેશ થવા ગયો.અને,તેની પત્ની ચા બનાવવા રસોડામાં પેઠી.મેલનો થોકડો અને ચા લઇને એણે રીડીંગરુમમાં મૂક્યાં.ફ્રેશ થઇને તે ચા પીતાં પીતાં આજની મેલ જોવા લાગ્યો.અચાનક પેનથી લખાયેલ સરનામાવાળા એક મોટાં પરબીડીયા પર તેની નજર પડી.કૌતુકવશ તેણે તે ઉપાડ્યું.સામાન્ય અહીં મેલ ટાઇપ કરેલ સરનામા સાથે હોય છે.મોકલનારનું નામ જોઇ એનું આશ્ચ્રર્ય વધી ગયું-નકુળ.અઠવાડિયામાં બે-ત્રણ વાર મળનાર એનો નિ:સંતાન મિત્ર.પણ, એને ફૉન કરી શકતો હતો કે રુબરુ વાત કરી શકતો હતો.આ પત્ર લખીને સસ્પેંસ ઉભું કરવાની શી જરુર હતી?એને થોડો ગભરાટ થયો.થોડી શંકાસહિત એણે પત્ર ખોલ્યો.

        હરેશના સંબોધનથી શરુ થયેલ આ પત્રમાં,પોતાને શું સંબોધન કરવું તેનાથી શરુઆત થઇ.આજ સુધી તો આવી જરુર જ ન પડી હતી.એકબીજાને ગાળો દઇ,અને પછી ,શ્રીહરિ જેવાં શબ્દો બોલી મુલાકાત અને વિદાય થતી.આજે નકુળે પત્ર લખવાની શી જરુર પડી? શંકાના વાદળો ઘેરાં થતાં ચાલ્યા.અને પત્ર આગળ વંચાયો.

 ”एक दिन मीट जायेगा….”ની કડીઓ પુરી થઇ.મુરખ! એવા તો શું કામ કર્યા છે,કે દુનિયા તને યાદ રાખે.  હાહાહા વાંચતા રહસ્ય પરાકાષ્ઠાએ પહોંચ્યું.હરેશને લાગ્યું કે નકુળ એની સામે આવીને ઉભો છે.

પત્ર લખવાની શી જરુર હતી?ફૉન કર્યો હોત કે રુબરુ વાત કરતે ને?” (more…)

ભાભો ભારમાં તો વહુ લાજમાં

Saturday, August 22nd, 2009

 

bhabho bharma

અર્ચના જયારે પરણી ને સાસરે આવી ત્યારે તેના વિચારો અને આદર્શો ખુબજ ઉંચા હતા. તે માનતી કે અવિનાશના માતા પિતા એ મારા માતાપિતાજ છે. એમની સંવા કરી એમની આંતરડી ઠારવી છે. એનાથી બાળકોને સંસ્કાર પણ પડે છે. તેથી જ નવી નવી જયારે ઘરમાં આવી ત્યારે બા તમે રહેવા દો. હું કરી નાખીશ. બાપુજી ઉઠો, ચા થઈ ગઈ. બા તમે મંદિર અને ધર્મ સંભાળો. ઘરમાં હવે હું બેઠી છું ને. બાપુજી બજારનું કામ હું કરી નાંખીશ તમે નિરાંતે નિવૃત્તિ માણો. જેવી કેટલીય મધમીઠી વાતો એની જીભ ઉપરથી નીતરતી રહેતી.
અવિનાશ કયારેક કહેતો પણ ખરો – આ શું એમનાથી થાય તેટલું કામ કરવા દે –થોડુંક શરીર ચેતનવંતુ રહે તો તબિયત સારી રહે પણ અર્ચના કહેતી – “મા બાપને આપણે છોકરા – વહું હોઈએ એથી તો રાહત હોવી જોઈએ, ભાર રુપ નહીં.”

અવિનાશ કહેતો – “તારી વાત ખરી છે પણ પછી આ આદત બનશે તો તને જ ભારે પડશે – એટલુ ધ્યાન રાખજે”.

અર્ચના નો પ્રત્યુત્તર સાંભળવા જેવો હતો. “એમ તો કઈ થાય અને થાય તો પ્રેમથી સમજાવીશું. એટલે વાંધો નહી આવે !”

અવિનાશ મન માં ખુશ થતો પણ છતાં પોતાની ફરજ બંને પક્ષે છે. તે સમજાવવા બોલ્યો. “જો અર્ચના કોઈ પણ વસ્તુ નો અતિરેક સારો નહીં. વહેવારુ બનીને રહીશ તો ઘરમાં અને આપણાં દાંપત્યમાં બંનેમાં શાંતિ રહેશે.”

સમય વહેતો ચાલ્યો. બધુ તૈયાર ભાણે મળતું ચાલ્યું. પણ બધા દિવસો કંઈ સરખા થોડા જાય… માતૃત્વ ધારણ કર્યા પછી અર્ચના ધીમે ધીમે સાસુ સસરા તથા અવિનાશ તરફ હાથમાં આપતી ચીજો ઘટાડતી ગઈ. ખરુ પુછો તો એ પહોંચીજ વળતી ન હોતીં. કારણ કે નાની સરલી પણ. કયારેક દૂધ – કયારેક સ્નાન. કયારેક ગંદા કપડા કયારેક ભુખ જેવા કારણોમાં તેનો સમય માંગતી અને માણસનું શરીર કંઇ મશીન તો નથી જ… તેથી પેલી પડેલી આદતોમાં વિધ્નો આવતા ગયા. (more…)

એમનો વંશ

Friday, July 31st, 2009

અને આક્રોશમાં ધારા પોકે ને પોકે રડી પડી. એને સમજ નહોંતી પડતી કે પ્રિયમ ને આટલુ સમજાવ્યા છતા પણ તે બા ની વાતોને જ કેમ વધારે મહત્વ આપતો હતો. બે છોકરી પછી પણ હજી એજ પુત્ર લાલસા..તેનામાં હવે સુવાવડ લેવાની તાકાત તો હતી જ નહીં. પ્રિયમ તેને સ્પંદીત કરવા મથે તો સ્પંદનો જન્મે તો ખરા પણ અજંપા, દુઃખ અને એકલતા ભરીતે સુવાવડની રાતો યાદ આવતાજ તે ઠરી જતી. પ્રિયમને મન ધારાનું દર્દ એ હંગામી ઘટના હતી પણ બાને રાજી રાખવા તે બધુ કરી છુટવા હરદમ તત્પર હતો..અને તે પણ માનતો કે વંશ ચલાવવા બા જે પુત્ર માટે આગ્રહ કરે છે તે લોકધારે પણ સાચો છે.

પ્રિયમ પણ આમતો ત્રીજે ખોળે હતો તેથી બા માનતા કે ત્રીજુ સંતાન પુત્ર હશે…રાત પડે અને પ્રિયમનો મનગમતો સાથ શરીરનો થાક ઉતારતો પણ સુવાવડની ભીતિ અને ત્રીજી પણ પુત્રી થશે તો?નો કાલ્પનીક ભય ધારાને રડાવતો..તેના ગર્ભધારણ ન થાય તે પ્રયત્નોથી પ્રિયમ પણ ખીજવાતો અને એક પ્રકારની તાણથી ધારા પણ ત્રસ્ત રહેતી..પહેલી રાધા બીજી સ્વરા પ્રિયમની શીફ્ટ ની નોકરી અને પાછી ધારાની નોકરી તો ચાલુ જ્..જોકે બા ઘણું કરતા છતા અપેક્ષાઓનાં બે ચાર વાક્યોમાં જેવો વંશજનો ઉલ્લેખ આવે એટલે ધારાને તેના પપ્પા જે વાત કહેતા તે યાદ આવે. આજના જમાનામાં પુત્ર હોય કે પુત્રી બંને દરેક રીતે સમાન. પણ બાને આ વાક્ય પ્રિયમ કહી શકે ધારાથી થોડું કહેવાય? (more…)

‘મધરડે’ ને દિવસે

Wednesday, May 6th, 2009

 

રાધા દાદીએ પૌત્ર અખિલ ને હાથમાં લીધો

સાત વર્ષનું કાનુની ઝ્નુન આજે ધીમંતની તરફેણમાં આવ્યું. માનસિક નબળાઇઓથી પીડાતા ધીમંતનાં દુઃખનું અવિભાજ્ય અંગ તેનો દીકરો અખિલને આજે તે મેળવશે..  તે વિચારીને રાધાદાદી ખુશ થતી હતી. તેની આંખમાં ઝળ ઝળીયા હતા પણ ખુશીનાં.. આજે તેનો દીકરો ધીમંત ખુશ થશે..

ઝરણાને પોતાના દીકરાથી છુટા પડતા દુઃખ થતું હતું. નપાણિયા પતિ સાથે ગાળેલા યાતના પૂર્ણ વરસોમાં એક માત્ર આશ હતી તેનો પુત્ર અખિલ ..તેને છોડવાની વાત માત્રથી આંખો ભરાઈ જતી હતી. આશા મમ્મી પણ અખિલનાં જવાથી રડતી હતી,તેથી પણ વધુ ઝરણાનો વિલાપ જોવાતો નહોંતો..

મા કેવું હ્રદય છે તે હંમેશા સંતાનોને સુખી જુએ તો પણ રડે અને દુઃખી જુએ તો પણ રડે…

કરૂણતા તો તે હતી ‘મધરડે’ ને દિવસે બધી માતાઓ ની આંખમાં આંસુ હતા.. કોઇક્નાં ખુશીનાં તો કોઇકનાં ગમનાં…

Powered By Indic IME