આજની વાત March 31, 2012 આજની વાત- વિજય શાહ લોક વાયકા છે સફળ થવું હોય તો નિશાન ઉંચુ હોવું જોઇએ. મોટા ગજાનાં સપના જોવાની હિંમત હોવી જોઇએ. હા પણ તે ઉપરાંત જરુરી છે તે સપના ને યોગ્ય થવાની લાયકાતની, ત્યાં પહોંચવાનો થનગનાટ..પ્રયત્ન અને કવચિત નિષ્ફળ થવાય તો તે નિષ્ફળતાને પચાવી ફરી સફળ થવાનો સુયત્ન.. અને જો સફળ થયાને તો મિત્રોમાં અહોભાવ અને પ્રતિસ્પર્ધીમાં ઈર્ષા દેખાશે. સાચો રસ્તો તો એ છે કે વડ જેવા બનો મિત્ર કે પ્રતિસ્પર્ધીને સાથે રાખી સહિયારા પ્રયત્ન કરો.. વડવાઇઓમાં પણ ધગશ હોય છે નવું કરવાની.. અને નવા વડ બનવાની… ઇર્ષા નહીં સહિયારા સપને આગળ વધીયે એક મેક નાં ટેકે વિકસીયે ને ઝંઝાવાતોને પણ ખાળીયે