આ કાવ્યનો રસાસ્વાદ તો ફક્ત એટલોજ કે સજની ભૂતકાળે વહે છે અપેક્ષાઓ ઘણી છે ગુસ્સે છે. સાજન આજમાં વહે છે અપેક્ષાઓનો ચશ્મો નથી રહ્યો અને વેઠી લે છે સૌ અને કહે છે ફક્ત અપેક્ષાનો ચશ્મો ઉતાર આવ આજમાં અને ચાલ મારી સાથે. સમય વહેતો જાય છે ગુસ્સો પીગળતો જાય છે અને રાતનાં એકાંતે સાજન ની યાદ પાછી આવે છે. સર્વ માન્ય આ કથા સૌના જીવને હોય છે વાત આગળ વધારવી હોય તો ઘણી વધે.. પણ અત્યારે આટલું જ…રીસાયેલી સજની સાજન ને કહે .. જરા તમેજ કલ્પના કરોને?