Category Archives: આજની વાત

આજની વાત (૪)

 આજની વાત

જે જે આજે બની રહ્યું છે

તે ગઇ કાલે વિચારેલ ઘટના કે સ્વપ્ન છે

આજે તો તે સત્ય થઇને ઘટી રહ્યું છે

તો આપણે તે માનવું જ રહ્યું કે તે સારું જ છે

અને જો તે બીન અનુકૂળ છે તો તે આપણી ક્ષતિ છે

આપણે તે ક્ષતિ સુધારી તો નહીં શકીયે

પણ આજથી

એવું જ વિચારીયે કે સ્વપ્નો સેવીયે કે

કાલે આઅપણ ને અનુકૂળ સર્વ મળે કારણ કે વિચાર અને સ્વપ્ન

એ બે જ તો માધ્યમ છે જગ નિયંતાને આપણા સ્વપ્નોથી વાકેફ કરવાના..

અને પિતા જેમ સંતાનની કાલી કાલી ભાષા સાંભળે.. સમજે .. માણે અને સ્વિકારીને

તમને યોગ્ય સર્વ આપે ..બની રહેલ ઘટનાની જેમ…

વિજય શાહ

છબીઃ દિલીપ ગજજર

આજની વાત (૩)

સ્વપ્ન જોવા એ એક સારીવાત છે

પણ સ્વપ્નમાં રહેવું એ ખરાબ છે

સ્વપ્નમાંથી ઉઠી એ સ્વપ્ન માટે

જે મથે તે જરૂર સફળતાને વરે

ચઢતા અને લપસતા કરોળીયાને

ચકલીબેને ટોણો માર્યો તે સાંજે કરોળીયો

તેનું જાળુ ચકલીબેનના માળાથી પણ ઉપર

જાળુ રચીને બેઠા..તેથી તો કહ્યું છે ને

” એ રીતે જો માણ સો રાખી મનમાં ખંત

આળસ તજી મે’નત કરે પામે લાભ અનંત”

                  દલપત રામ

છબીઃ  દિલીપ ગજ્જર

આજની વાત-(૨)

આજની વાત

રાત ગમગીન છે

પ્રિયજન દુઃખી છે

નિષ્ફળતા ઘેરી રહી છે

કોઇ રસ્તો મળી નથી રહ્યો

પ્રભુને ફરિયાદો કરવાને બદલે

મન શાંત કરીને

સવારની રાહ જોવી રહી

દરેકે રાત પછી ઉજ્વળ સવાર આવે તેમ જ

દરેક દુઃખો પછી સુખો આવે જ છે.

અને એવું વિચારવું જ રહ્યું કે

દુઃખ મોકલી ને પરમ પિતા નવા સુખો માટે

આપણું ઘડતર જ કરે છે.

વિજય શાહ

છબી –દિલીપ ગજ્જર

 

આજની વાત

આજની વાત- વિજય શાહ

લોક વાયકા છે સફળ થવું હોય તો  નિશાન ઉંચુ હોવું જોઇએ.

મોટા ગજાનાં સપના જોવાની હિંમત હોવી જોઇએ.

હા પણ તે ઉપરાંત જરુરી છે

 તે સપના ને યોગ્ય થવાની લાયકાતની,

ત્યાં પહોંચવાનો થનગનાટ..પ્રયત્ન

અને કવચિત નિષ્ફળ થવાય તો

તે નિષ્ફળતાને પચાવી ફરી સફળ થવાનો સુયત્ન..

અને જો સફળ થયાને તો

 મિત્રોમાં અહોભાવ અને પ્રતિસ્પર્ધીમાં ઈર્ષા દેખાશે.

સાચો રસ્તો તો એ છે કે વડ જેવા બનો

મિત્ર કે પ્રતિસ્પર્ધીને સાથે રાખી સહિયારા પ્રયત્ન કરો..

વડવાઇઓમાં પણ ધગશ હોય છે નવું કરવાની..

અને નવા વડ બનવાની…

ઇર્ષા નહીં સહિયારા સપને આગળ વધીયે

એક મેક નાં ટેકે વિકસીયે ને ઝંઝાવાતોને પણ ખાળીયે