Category Archives: તમે એટલે મારું વિશ્વ

તારું શરણું પ્રભુ!

 prayinghands.jpg

સંતૃપ્તતાનો અહેસાસ હવે મને
 જૉઇએ સુખ કે દુઃખ કંઈ ના પ્રભુ!
આપવુ હોય તો આપ ફક્ત એક
તારુ સાંનિધ્ય,તારું શરણું પ્રભુ!

સંતૃપ્તતાનો અહેસાસ માણસને વૈરાગ્ય માર્ગે ચઢાવે છે.જ્યાં કોઈ વહાલુ નથી દવલુ નથી અપેક્ષા નથી અને આવતી કાલની કોઈ ઉજળી આશા નથી. સુફી સંતો આ દશામાં જ રત રહેતા હોય છે અને કદાચ આવી દશાનાં અંતે જ મીરા એ ગાયુ હશે કે પાયોજી મેને રામ રતન ધન પાયો…પ્રભુનુ સાનિધ્ય મળે કે પ્રભુનું શરણ બંને તબક્કામાં અપેક્ષા ક્ષીણ થઈ જાય અને તે પરિસ્થિતિ પામવાની તલપ લાગવી તે પણ્ ઉર્ધ્વગમનની ઉજળી શક્યતાઓ જ કહેવાય્ આ પરિસ્થિતિથી પાછુ કોઈ વળતુ નથી તેથી જ તો મીરા ઝેર પણ પી ગઈ અને નરસિંહ મહેતાને નાત બહાર મુકાયો તો ય હરિજનોને દ્વાર તે કૃષ્ણ ને ભજતા..

સંવિત નો આધાર

જીવન કિતાબનાં કોરા પાને પાને
સુંદર અક્ષરો બનીને સચવાઇ તું

વહેલી પરોઢનાં સ્વપ્નમાં ગઇ કાલે
મંદીરની આરત પેઠે ઝણઝણી ગઇ તું

કોમળ મીણ સમયનું પીગળી જાશે
કે શમા બની જીંદગીમાં સળગી તું

રહ્યો છે સંવિત એ જ આધારે કે
નજરે મારી સ્મિત બની ખીલી હતી તું