પ્રિય સોહમ ( એકવીસ)

moon-venus_filtered.jpg

તારી કટોકટીની ક્ષણ નાં વિગતવાર વર્ણંનથી હ્રદય એક બે વાર તો ધબકારો ચુકી ગયા જેવું થયું…શીખાને થયેલ તકલીફો અને જે સહજતા પૂર્વક તેણે બાજી સંભાળી લીધી તે માટે તેને અભિનંદન. તારી સંવેદનશીલતા અને એકલા જ્યારે હોયે ત્યારે જે હૂંફ જોઇએ તે ત્યાં શક્ય નથી તેવુ માનવુ ભૂલ ભરેલુ છે. કહે છે પરદેશમાં પહેલો સગો પાડોશી અને બીજા સગા મિત્રો…ખૈર..જીવન જ્યારે જ્યારે જે જે આપે તે હસતા કે રડતા લેવુ જ પડતુ હોય છે..વહેવારિક સુચન કહું? આવા ઘાને વિસરાવા સમયનો મલમ જ કામ લાગે. શક્ય હોય તો ધર્મ જાપ અને મંત્ર ધ્યાન વધારો ખાસ તો જ્યારે બીક લાગતી હોય ત્યારે તો ખાસ..

મારી પાસે શબ્દો નથી અને કહેવા જેવું કશું નથી કારણ કે મને આવો અનુભવ કદી થયો નથી પણ હવે તો લાગે છે કે ડોલર કમાવા જેમ સહેલા નથી તે જ રીતે ત્યાં રહેવામાં જોખમ પણ ઓછું નથી. ઘરની બે વ્યક્તિઓને ચાર વર્ષમાં આવો કડવો અનુભવ થાય ત્યારે સાવચેતી ન વર્તે તો બેવકૂફ ગણાય જોકે અંશ તો તે ગામ થી પાછો આવી ગયો છે. તમે યોગ્ય નિર્ણયતો લેશો જ.. પણ અહીંની ભાષામાં તમે ઢીલા કે કાચા સાબીત થૈ ગયા છો તેથી તે ટોળકીનું કોઇ ભૂત ફરી આવશે..પણ શીખા ખુબ જ મજબૂત સાબિત થઇ છે…

મિત્રો ખુબ જ ઉપકારી રહ્યાં છે તેમનો મનથી ઉપકાર માન જે અને કદી એવું ન વિચારીશ કે તુ એકલો છે. તુ ક્યારેય એકલો નહોંતો અને નહી ઃઓય.. સાત પેઢીનું વડવાઓનું પુણ્યબળ સાથે તપે છે..અને તેથી શુળીનો ઘા આ રીતે સોયથી સરી ગયો છે. દસ હજાર માઇલની દુરી ખરેખર આવા સમયે નડતી હોય છે. તારા મિત્રો પણ્ એજ રીતે તારા માટે ચિંતીત છે.શીખાની બહેનો અને ભાઇઓનાં પણ ફોન આવ્યા..ખૈર.. મન ને શાંત રાખજે અને શીખાને પણ સાચવજે..

કહે છે માઠી પળ જીવી ગયાતો નવી જિંદગી આવીને ઉભી રહે છે.. કદાચ તને ડંખતુ દરેક ખોટુ નસીબ તે ચોર લઇ ગયો અને સાથે સાથે તેનુ સારુ નશીબ તને સોંપતો ગયો છે. જો કે આ વાત જ્યારે તને લખું છું ત્યારે મનથી મને પણ ખબર છે કે આ દુ:ખનાં દહાડા જતા જાય છે અને નવા સુખની આશા આપતા જાય છે.

વધુ તો શું કહું અમે પણ તારા દુ:ખમાં સહ્ભાગી છીયે..

બા મોટાભાઇનાં આશિષ

One reply

  1. દુઃખ અને સુખ સિક્કાની બે બાજુ છે. જો તેના જ વિચાર કરીશું
    તો જીંદગીની કિંમતી પળો હાથ માં થી સરી જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *