jump to navigation

છું હું ‘વિજય’ જેવો છું તેવો જાણ તું! October 22, 2007

Posted by vijayshah in : તમે અને મારું મન , trackback

vijayshah-128.jpg

જુદા જુદા ત્રાજવે ન મુલવ મને તું
જ્યારે તું હસે ત્યારે કે તું રડે ત્યારે
બદલાયે મારો મુખવટો અંદર ફક્ત
છું હું વિજય’ જેવો છું તેવો જાણ તું!

તું દુ:ખી તો તારા દુ:ખનું કારણ હું?
તું સુખી તો તારા સુખનું કારણ તું?
ત્રાજવા ભલે ગમે તેટલા તું બદલે
છું હું ‘વિજય’ જેવો છું તેવો જાણ તું!

છલકતી લાગણીઓ છલકે તે ગમે
ન ગમે નિષ્ફળતાઓ તેની ને તું રડે
તારા રુદનથી ડરતો હું નબળો સજન
છું હું ‘વિજય’ જેવો છું તેવો જાણ તું!

સ્વિકારી છે મેં સાથની એવી સફર
જ્યાં સ્વિકાર તારા હર સુખ વ ગમ
ભલે હોયે અણગમો ક્યારે વર્તનોમાં
છું હું ‘વિજય’ જેવો છું તેવો જાણ તું!

Comments»

1. vijay - October 22, 2007

તું કહી હું ક્યારેક મારી સમજ, સખી, મિત્ર, અને સમાજ સામે વિદ્રોહ કરું છું..
કારણ કે આમ તો હું બરડ લાકડું તુટી જઉં પણ ઝુકી ન જઉં તેથી તે બધા મારાથી વ્યથિત..
તે સૌને એટલુંજ કહેવા મથું કે છું હું ‘વિજય’ જેવો છું તેવો જાણ તું

જેઓ જાણે છે તે માને છે અને નથી જાણતા તેમને આ કાવ્ય દ્વારા આજે જણાવી દઉં

2. DR. CHANDRAVADAN MISTRY - October 26, 2007

વિજય જેવો છે તેવો તુ રહેજે
અન્ય ના સમજે તો કોયને કાય ના કહેજે
જિવનસાથેી જો સમજેી તને
તો ભવસાગર તે પાર કર્યો એવુ લાગે મને
ી લાગણેીમાચ્ન્દ્ર પ્રેમ એના દેીલમા ભરે
વિજય જેવો છે તેવો તુ રહે એવુ ચન્દ્ર કહે….


 Type in