પ્રિય સોહમ ( ત્રેવીસ)

moon-venus_filtered.jpg

તારી વાતનાં અનુસંધાનમાં ‘ખાટીમીઠી’ એક વાત કહેવાની ઇચ્છા થાય છે. અને તે છે.. સુખના દિવસોને રોકી નથી શકાતા અને દુ:ખના દિવસોને જવા નથી દઇ શકાતા. સુખના દિવસો ટૂંકા લાગે અને દુ:ખની દિવસો લાંબા લાગે. બધી ઘટના મન સાથે જ સંક્ળાયેલ છે ને?સમય તો એની રીતે જ સરતો રહે છે.

આ સમયની મને અને તારી બાને હવે ઉણપો વર્તાય છે.લીલી વાડી છે સુંદર તેમાં ઘણા ભુલકાં છે અને તે વાડી આગળ ચાલે છે પણ કોણ જાણે કેમ હવે બસ ક્યારે આ જિંદગીને રામ રામ કહી જીવન લીલા સંકેલી લેવાની વાત મજબૂત થતી જાય છે. સંપૂર્ણ વાસણમાં છલોછલ જીવન તો છે અને હજી સમય તે વાસણમાં જિંદગી ભર્યા કરે છે અને તે જીવન જળ છલ્કાઇને વ્યર્થ વહી જતુ હોવાનો અફસોસ થયા કરે છે.

તો કદીક એમ પણ થાય છે કે હવે જ્યારે બધી રીતે પરવારી ગયા છે તો પછી આ પંગુતાને કારણે કેટલા બધા જીવોને મારી નાની નાની જરુરીયતો માટે ક્યાં સુધી હેરાન કરવા? દાદા! ઉઠ્યા? ચા આપુ? આંટો માર્યો? છાપુ વાંચ્યું? નાના બાળક હતા ત્યારે મા જેટલી કાળજી લેતી તેટલીજ કાળજી ઘરમાં પોતાના અને પારકા લે છે પણ મને કોણ જાણે કેમ એવું લાગ્યા કરે છે કે મારી મા મને બોલાવે છે..બેટા ત્રીસ ત્રીસ વર્ષ થી તને જોયો નથી તુ આવ..સવારે પગે લાગતા બંને માબાપને જોઇને હું છુટો પડી ગયોનો અફસોસ થાય અને મારા થી રડી પડાય..મારી આંખમાં આકળ વિકળતા જોઇને તારી બા પણ આર્દ્ર થઇ જાય..તેની મૌન આંખોમાં મને છોડીને તમે ના જશો..તમારા કરતા વહેલી હું છુટું તો સોહાગણ જઉં તેવી આજીજી હોય..

ઘણી વખત આ વિચારો એટલા પ્રબળ હોયકે વણ બોલ્યે તે બધું સમજી જાય અને મને કહે આ જીવન પ્રભુધ્યાન માટે છે ભગવાને આખી જિંદગી તેના ચીંધેલ માર્ગે ચાલ્યા છે તેથી ઇનામ સ્વરુપે મળેલું છે..નાના બાળક્ની જેમ નિશ્ચિંત થઇને જીવોને? ચાલો આપણે સાથે પ્રભુનું નામ લઇએ.. મારુ અશુધ્ધ જાય તો ક્ષમા પણ ભાવો શુધ્ધ છે અને તમે મનમાં બોલજો..આવી ભાવ સમાધીમાં પણ શરીર વેદના અને મનમાં પરવશતાનાં વિચારોથી વિઘ્નો પડે. વધુ તો શું કહું અને શું લખું પણ તપણ મને આ પરવશ જીવન અને દુ:ખતા પગનો દુ:ખાવો ભગવાનનું નામ પણ સારી રીતે લેવા દેતો નથી.. ડોક્ટરની દવા અસર કરે ત્યાં સુધી કે ગમતો દુરદર્શન પર કાર્યક્રમ હોય ત્યાં સુધી ભુલાઇ જતો એ દુ:ખાવો એકલા પડે ને તરત કડક લેણિયાતની જેમ આવી ને પજવે છે.

તુ આવે ત્યારે કે હર્ષલ આવે ત્યારે જે અનુભવાતી હૂંફ નાં અભાવા નડે છે.ખરું કહું તો વૃધ્ધ શરીર બાળદેહ બની જાય છે પણ આ પુખ્ત સ્વાભિમાની મગજ તેનો કડપ છોડી પ્રભુધ્યાને વળતો નથી..કોઇનુંપણ સુખ જેટલુ આનંદ આપે તેના કરતા વધુ કોઇનું પણ દુ:ખ મને દુ:ખ આપે છે. આશ્કાનાં અજયનાં ફોટા જોઇ રાજીપો જરુર થાય પણ ઘર બહાર આડોશ પાડોશમાં મૃત્યુનાં સમાચાર આવે તો મન દુ:ખી લાંબો સમય રહે છે..ઘણી વખત તો છાપુ વાંચવું જ નથી ગમતું..તેમા માર ધાડ અને મરણનાં સમાચારો વધુ હોય છે ને?

જીવત ક્રિયા થઇ ગઇ અને એ ક્રિયાનો મૂળભૂત અર્થ જે છે તે પ્રમાણે મમત્વનાં ત્યાગ તરફ વળવા માંડવાની શરુઆત આ પત્રથી કરું?શીખા આશ્કા કુતલ અંશ અને તને બધાને બહુ વહાલ અને કદીક ક્યારેક ઉંચા અવાજે બોલી મનદુ:ખ કર્યુ હોય તો ક્ષમા.
મોટાભાઇનાં આશીર્વાદ

One reply

  1. DR. CHANDRAVADAN MISTRY says:

    સુન્દર પત્ત્ર…ફરેી બાલક બનેીને જિવનસફર શરુ કરેીશુ તો જલ્દેી પ્રભુપન્થે વળેીશુ…એથેીજ મારેી દરરોજનેી પ્રાથનામા …પ્રભુ મને બાળક જેવો બનાવ..એવેી અરજ હોય છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *