પૂ મોટાભાઈ( ત્રેવીસ)

moon-venus_filtered.jpg

જીવતકર્મ તમે કરો તે તો સારી ઘટના છે પરંતુ તેની સાથે એવો ભાવ આવતો હોય કે ચાલો હવે આપણે કોઇનાં માથે ભાર નથી બનવું તો મને કહેવા દો મોટાભાઇ તમે કે બા અમારે માટે ક્યારેય ભાર નહોંતા અને નહીં હોય.. કેમકે તમે જ તો અમને વડીલોની આમાન્યા અને માન રાખવાનુ શીખવાડ્યું છે..તમારા દાદા અને દાદીબા સાથેનાં વર્તનો થી.. હા કદાચ તમે જેટલુ મનથી તમારી રીતે જે દાન પૂણ્ય કરો તે વિશે અમને તકલીફ ક્યારેય ના હોય..મનમાં અને વાતોમાં આ જીવતરથી મન ઉતરી ગયુ હોય તો તેવું ન બને તેની કાળજી સૌ રાખે છે તેટલા પુરતું જ પુછવાનું..

અજય ને અમે જોઇ આવ્યા..હજી તો દસ દિવસનો છે તેથી હાથમાં લેતા થોડીક બીક લાગે પણ નાના પૌત્રને જોઇ અમે બંને આનંદીત હતા..જીયાણુ લઇને ગયા હતા. નાના હાથોમાં ભાર લાગતો હતો તેને પહોંચી પહેર્યાનો..લાગણીઓનો ઉભાર શબ્દો બનવા મથતા હતા પણ તે શબ્દો કરતા પણ રુડા રુડા એજે નાં હાસ્યો અને રુદનો હતા..નાની આશ્કા નજર સમક્ષ આવ્યા કરતી હતી..જે આજે મા બની ચુકી હતી. તે વાત મનને જિંદગીનો એક તબક્કો સુખરુપ પુરો કર્યાની સુખદ ક્ષણો આપતી હતી. શીખા તો તેને હાથ નીચે પણ મુકતી નહોંતી જાણે આશ્કાનું વધેલું બધું જ વહાલ એજે ઉપર ઉતારતી ના હોય…

મહિના પછી એજે સાથે આશ્કા આવી ત્યારે શીખા બધા મિત્ર વૃંદને બોલાવી તેને આશ્ચર્ય ચકીત કરી દીધી…નાના અને નાનીનો પૌત્ર પરનો તે વહાલ વરસાદ હતો..જિંદગી જ્યારે એક બીબાઢાળ બનતી જાય ત્યારે આવતો નવો વણાંક નવા વિચારો અને નવી ઉષ્મા આપી જાય. નાના નાની ને એક ગમતુ નવુ કામ મળ્યું..નાના હાસ્યો અને નાના પ્રયત્નો દ્વારા તે સમજાવવા કશું માંગે જે તેની મા ન સમજે અને અનુભવી નાની તે શું માંગે તે સમજાવે અને આમ બે માનું વહાલ તે પામે..

સાંજ પડે ને કુંતલનો ફોન આવે વેબ કેમ ઉપર એજેને જુએ અને તેની દરેક બાળ ચેષ્ટઓ જોઇ વારાફરતી આશ્કાને અને એજેને જુએ..દસ દિવસનું વેકેશન કુંતલને તો ત્રીજા જ દિવસે પુરુ કરી દેવું હતું ..પણ આશ્કાને આરામ આપવાને બહાને શીખાએ જવાન દીધી તો છઠ્ઠા દિવસે તે અહીં આવી ગયો…હું એજેની સાથે રહેવા માંગુ છું નાં નામે..અમે બુઢા માબાપ જુવાનીયાઓની ચેષ્ટા ના સમજીયે તેવું તો નહોંતુ.. જો કે દિકરીનું દાંપત્ય જીવન હાલ ભરતી અનુભવે છે તેમ વિચારીને આનંદ જ અનુભવેને..!

ચાલો આતો થોડીક સુખની વાત કરી..અને સાથે સાથે એ પણ લખવાનું ચુકતો નથી કે દુ:ખની વાતો લખતા પત્ર નાનો પડે અને સુખની વાતો કરતા પત્ર લાંબો પડે એવું કેમ?

સોહમનાં પ્રણામ

2 replies on “પૂ મોટાભાઈ( ત્રેવીસ)”

  1. Rasik says:

    દુ:ખની વાતો લખતા પત્ર નાનો પડે અને સુખની વાતો કરતા પત્ર લાંબો પડે એવું કેમ?

  2. DR. CHANDRAVADAN MISTRY says:

    અનેક દુઃખો સાથે એક વાર સુખનો અનુભવ અથેી પત્ત્ર નાનો…આવા કુદરતના ખેલમા જ સુખનેી મઝા માનેી શકાય….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *