પ્રિય સોહમ (ચોવીસ)

moon-venus_filtered.jpg

તારો પત્ર મળ્યો
તટસ્થ ભાવથી જોઉં છું તો મને લાગે છે કે તુ યુધ્ધમાં વિજેતા થઇને નથી આવતો.પણ કંટાળીને નવા બહાનાસર રણક્ષેત્ર છોડી અત્રે આવે છે.મારા મનમાં એવુ તો છે જ કે તારી જિંદગીનો એક હિસ્સો “અંશ” તુ ત્યાં મુકિને આવે છે. તને પણ મને નડતી એકલતા નડે છે અને રહી રહીને યાદ આવે છે

અવસ્થામાં યૌવન હોવું એનું નામ જીવન અને
યૌવનમાં અવસ્થા હોવી એનું નામ જીવનનો વિવેક
.

તેં કર્મ સત્તા સામે મસ્તક જુકાવ્યુ છે પણ મને તે ગમતુ નથી.મા બાપ ની અને સંતાનો ની ફરજ છે કે મતભેદ હોઈ શકે પણ મનભેદ ન હોવો જોઇએ. અબોલા તે મનભેદની નિશાની છે.
હું તો જરુર ઇચ્છીશકે અંત સમયે તુ મારી પાસે હોય પણ તે સમયે અંશ ન હોય કે તેનું સંતાન જોયા વિના જવુ મને બહુજ કઠશે કારણ કે તે તો મારો વંશજ છે. કદાચ આજની મારી વાતો તને કઠશે.. મને પણ લખતા સંકોચ થાય તેવીજ આ વાત છે.આશ્કા અને અંશ બંને ભાઈ બહેન અને શીખા અને તુ એમ ચાર જણ અહીથી સાથે ગયા હતા હવે આવો તો ચારેય તેમની સાથે અમારા વ્યાજને લઈને આવો તે જરુરી છે. આશ્કા કુંતલ અને જય ને શીખા સાથે તો હું જોઈશ પણ તારી સાથે અંશ તેની હની અને તેના દિકરાને જોઉં તો મારી લીલી વાડી પુરી દેખાયને?
તુ કહીશ તે શક્ય બનતા કદાચ વરસો થશે…તો હા ભલે તેમ થાય પણ ૧૦૦૦૦ માઈલ મેં તમને એકલા પડવા અને દુઃખી થવા તો નહોંતા મોકલ્યા તે તો તમે સમજો જ છો ને?
૮૮ વર્ષનાં તનથી વૃધ્ધ પણ મન થી હજી યુવાન એવુ મારુ મન તો એમ જ કહે છે.

નિષ્ફળતા એમ સુચવે છેકે સફળતા માટેનો પ્રયત્ન ભાંગેલા મનથી થયો છે .

આમેય તુ ઘણી વખત કહે છે નેે વૃધ્ધ એ બાળ સ્વરુપ જ છે અને એ ન્યાયે મારી બાળ હઠ એમ કહે છે મારે તને સંપુર્ણ જોવો છે..ભાંગેલો ને વિખરાયેલો નહીં.

મારી વ્યથા એટલીજ છે કે મને ખબર નથી કે મારી પાસે કેટલો સમય છે.

બહુ શાંતીથી વિચારીશ તો જણાશે કે

દુધ દહીં બની ગયા પછી આ કેમ બન્યુ તે અફસોસ વ્યર્થ છે પણ જે વ્યવહારુ છે તે તે દહીંમાં સાકર ઉમેરી તેનો શ્રીખંડ જરુર બનાવીને પરિસ્થિતિ સુધરી લે છે..

તુ સમજુ છે વધુ તો શું કહું?

શાંત મનથી મેં વિચાર્યુ ત્યારે મને લાગ્યુ કે મેં તને જે સલાહ આપી હતી કે ‘આવ નહીં આદર નહીં નહીં નૈનનમાં નેહ’ વાળી વાતમાં એક અપવાદ છે અને તે પેટ જણ્યું સંતાન. લોહી કદી ડાંગે માર્યે છુટુ નથી પડતુ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *