મારા વગર પણ…..ભરત દેસાઈ “સ્પંદન”

બધુ જ રાબેતા મુજબ નુ લાગશે મારા વગર પણ
બે  ઘડી ની  ખૉટ નક્કી સાલશે મારા વગર પણ

રાખજે સચવાય  તો તુ સાચવીને યાદ મારી
 અર્થ એ ભીંનાશ નો સમજાવશે મારા વગર પણ

એ  જ યારો એ  જ  મૅ’ફિલ જામ સાકી ને સુરાહી
એ મદીરા પણ  જવાબો માગશે મારા વગર પણ

ક્યાંય પણ જો લાગણીનો ના મળે પર્યાય તમને
તો ગઝલ મારી દિલાસો આપશે મારા વગર પણ

દુર  દિલ થી ક્યાં કદી “સ્પંદન”તમારા થી ગયો છે
હાજરી મારી તમોને લાગશે મારા વગર પણ

– ભરત દેસાઈ “સ્પંદન”

શિકાગો સ્થિત હજી છ મહિના જુના ભરત દેસાઈ “સ્પંદન્” તેમની ચાલીસીમાં બે બાળકો અને પત્ની સાથે અમેરિકા આવ્યા છે.

બાળકોનું સુંદર ભાવી કે આર્થિક સમૃધ્ધિનું અમેરિકન શમણુ તેમનુ પુરુ થશે તેવા શ્રધ્ધાવાન આ કવિ સાથે ફોન ઉપર વાતો કરતા લાગ્યુ તેમનામાં તેમનુ પોતાનુ કહી શકાય તેવુ ઘણું બધુ છે. સારા ગાયક શ્રેષ્ઠ કવિ અને શાયર ઉપરાંત સ્ટેજ ઉપર જકડી રાખી શકે તેવી રજુઆત અને સ્ટેજ કલાકાર છે. અમેરિકન થવાની તેમની પ્રક્રીયા સહજ છે પણ પ્રસ્તુત કાવ્ય જે વતન વડોદરા છોડતા મિત્રોને અલવિદા કહેતા જ્યારે રચાયુ હશે ત્યારની તેમની વતન ઝુરાપાની શ્રેષ્ઠ ક્ષણો હશે તેમા કોઇ બે મત નથી.
  સંવેદનશીલ કવિનો મને આ શેર ખુબ જ ગમ્યો

દુર દિલ થી ક્યાં કદી “સ્પંદન”તમારા થી ગયો છે
હાજરી મારી તમોને લાગશે મારા વગર પણ

ભરતભાઈ અમેરિકા તમને તમારુ નવરંગી સ્વપ્ન સત્ય કરી ધાર્યુ સુખ આપે તેવી પ્રભુને પ્રાર્થના

તેમનો સંપર્ક ૧-૮૪૭-૮૨૪-૧૪૨૮

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *