વિચાર વિસ્તાર

મારી ન્યૂનતા ના નડી તને
તારી પૂર્ણતા ગૈ અડી મને

-ઉમાશંકર જોષી

 પ્રભુ અને માનવ વચ્ચેની આ વાત સ્વયં સંપુર્ણ છે.માનવ કહે છે મારામાં અપૂર્ણતા ઘણી છે અને તે વારંવાર હું મદ અને પ્રમાદ કરીને વ્યક્ત કરતો જ હોઉં છુંપણ હે પરમ પિતા તમે ક્યારેય એ ઉછાંછળાપણાને ધ્યાનમાં નથી લીધું.

પણ હે પ્રભુ તમારુ સંપૂર્ણપણુ મને કાયમ જ જોઈતુ હોય છે. લાયકાત હોય કે ના હોયતમારું સંતાન હોવાનાં નાતે કે સર્વોપરી પોતાની જાતને માનવા માટે તમારી પુર્ણતાની જલન જરુર મને થાય છે.

3 replies on “વિચાર વિસ્તાર”

  1. devika says:

    ખુબ ઉંચી અને સાચી વાત…….

  2. nilamhdoshi says:

    સાચી વાત..પરંતુ હજુ થોડી વધારે વિસ્તારપૂર્વક સમજાવાઇ હોત તો વધારે સારી રીતે તેનો મર્મ પામી શકાત.

  3. માનવહૈયે પ્રભુપુર્નાતાનેી જ્યોત એટલે ખરેી પ્રભુ ભક્તિ…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *